સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાત શરૂ કરો

પાઠ ૪

નમ્રતા બતાવો

નમ્રતા બતાવો

મુખ્ય કલમ: “નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિ. ૨:૩.

પાઉલે શું કર્યું?

૧. વીડિયો જુઓ અથવા પ્રેરિતોનાં કાર્યો ૨૬:૨, ૩ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1.   ક. પાઉલે અગ્રીપા રાજા સાથે જે રીતે વાત કરી એમાં કઈ રીતે તેમની નમ્રતા દેખાઈ આવી?

  2.  ખ. પાઉલે પોતાના પર ધ્યાન દોરવાને બદલે કઈ રીતે યહોવા અને શાસ્ત્ર પર ધ્યાન દોર્યું?—પ્રે.કા. ૨૬:૨૨ જુઓ.

પાઉલ પાસેથી શું શીખવા મળે છે?

૨. નમ્રતાથી અને માનથી વાત કરીશું તો, લોકોને આપણો સંદેશો સાંભળવો ગમશે.

પાઉલ જેવું કરો

૩. માનથી વાત કરો. તમારી વાતોથી એવું લાગવા ન દો કે તમને જ બધું ખબર છે અને વ્યક્તિ કંઈ જાણતી નથી. તેને ઉતારી ન પાડશો.

૪. પોતાના વિચારો પર નહિ, ઈશ્વરના વિચારો પર ધ્યાન દોરો. બાઇબલમાં ઈશ્વરના વિચારો છે, જે વ્યક્તિના દિલને અસર કરે છે. બાઇબલ વાપરીને આપણે વ્યક્તિને ખાતરી કરાવી શકીએ કે એમાં લખેલી વાતો સાચી છે.

૫. શાંતિથી વાત કરો. પોતાનો કક્કો ખરો સાબિત કરવાને બદલે વ્યક્તિનું સાંભળો. તેની સાથે દલીલ ન કરો. પણ શાંત રહો અને વાત બગડે એ પહેલાં ત્યાંથી નીકળી જાઓ. (નીતિ. ૧૭:૧૪; તિત. ૩:૨) શાંતિથી વાત કરી હશે તો વ્યક્તિ બીજી કોઈ વાર આપણો સંદેશો સાંભળે પણ ખરી.