સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાત શરૂ કરો

પાઠ ૫

સમજી-વિચારીને વાત કરો

સમજી-વિચારીને વાત કરો

મુખ્ય કલમ: “સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો.”—કોલો. ૪:૬.

પાઉલે શું કર્યું?

૧. વીડિયો જુઓ અથવા પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨, ૨૩ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1.   ક. એથેન્સમાં મૂર્તિપૂજા અને ખોટા રીતરિવાજો જોઈને પાઉલને કેવું લાગ્યું? —પ્રે.કા. ૧૭:૧૬ જુઓ.

  2.  ખ. પાઉલે એથેન્સના લોકોને કઈ રીતે સમજી-વિચારીને ખુશખબર જણાવી?

પાઉલ પાસેથી શું શીખવા મળે છે?

૨. આપણે શું કહીશું, કઈ રીતે કહીશું અને ક્યારે કહીશું એનો વિચાર કરવો જોઈએ. આમ સમજી-વિચારીને વાત કરીશું તો વ્યક્તિને આપણી વાત સાંભળવી ગમશે.

પાઉલ જેવું કરો

૩. એવું કંઈ ન કહો કે વાતચીત અટકી જાય. દાખલા તરીકે, તમે એવી વ્યક્તિ સાથે વાત કરો છો, જે બાઇબલમાં નથી માનતી. એવા સમયે તમે બાઇબલ અથવા ઈસુ માટે બીજા શબ્દો વાપરવાનું વિચારી શકો.

૪. વિચારો સુધારવામાં ઉતાવળ ન કરો. વ્યક્તિને પોતાના વિચારો ખુલ્લા દિલે જણાવવા દો. જો તે એવું કંઈક કહે જે બાઇબલથી અલગ હોય તો દલીલ કરવા બેસી ન જાઓ. (યાકૂ. ૧:૧૯) તેની વાત ધ્યાનથી સાંભળશો તો, તમે સમજી શકશો કે તે શું માને છે અને કેમ એવું માને છે.—નીતિ. ૨૦:૫.

૫. શક્ય હોય ત્યારે વખાણ કરો. વ્યક્તિ માટે તો પોતે જે માને છે, એ જ સાચું હશે. પણ તેને તોડી ન પાડો. એના બદલે પારખવાની કોશિશ કરો કે એવી કઈ વાત છે, જેમાં તમે બંને સહમત છો અને એ માટે તેના વખાણ કરો. પછી ધીરે ધીરે બાઇબલની વાતો પર તેનું ધ્યાન દોરો.