સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાત શરૂ કરો

પાઠ ૬

હિંમત બતાવો

હિંમત બતાવો

મુખ્ય કલમ: “આપણા ઈશ્વરની મદદથી અમે હિંમતવાન બન્યા અને . . . તમને ઈશ્વરની ખુશખબર જણાવી.”—૧ થેસ્સા. ૨:૨.

ઈસુએ શું કર્યું?

૧. વીડિયો જુઓ અથવા લૂક ૧૯:૧-૭ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1.   ક. અમુક લોકોને કેમ જાખ્ખી ગમતો ન હતો?

  2.  ખ. ઈસુએ કેમ જાખ્ખીને ખુશખબર જણાવી?

ઈસુ પાસેથી શું શીખવા મળે છે?

૨. કોઈ ભેદભાવ વગર બધા લોકોને ખુશખબર જણાવવા હિંમતની જરૂર છે.

ઈસુ જેવું કરો

૩. યહોવા પર આધાર રાખો. પવિત્ર શક્તિની મદદથી ઈસુએ હિંમતથી પ્રચાર કર્યો, તમે પણ કરી શકો છો. (માથ. ૧૦:૧૯, ૨૦; લૂક ૪:૧૮) જો તમને પ્રચારમાં અમુક લોકો સાથે વાત કરતા ડર લાગતો હોય, તો હિંમત માટે યહોવા પાસે મદદ માંગો.—પ્રે.કા. ૪:૨૯.

૪. લોકો વિશે પહેલેથી કંઈ ધારી ન લો. આપણે અમુક વાર વ્યક્તિનો દેખાવ કે માન-મોભો કે ધર્મને લીધે તેની સાથે વાત કરતા અચકાઈએ. તે અમીર છે કે ગરીબ, એ જોઈને પણ કદાચ વાત કરતા અચકાઈએ. પણ એવા સંજોગોમાં યાદ રાખીએ:

  1.   ક. લોકોનાં દિલમાં શું છે એ યહોવા અને ઈસુ જોઈ શકે છે, આપણે નથી જોઈ શકતા.

  2.  ખ. યહોવા ગમે તેવી વ્યક્તિને પોતાના ભક્ત બનાવી શકે છે.

૫. હિંમતની સાથે સાથે સમજદારી બતાવો. (માથ. ૧૦:૧૬) દલીલો ન કરશો. જો લાગે કે વ્યક્તિ વાત સાંભળવા જ નથી માંગતી અથવા કોઈ જોખમ ઊભું થઈ શકે છે, તો શાંતિથી વાત અટકાવી દો.—નીતિ. ૧૭:૧૪.