સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફરી મળવા જાઓ

પાઠ ૯

લાગણી બતાવો

લાગણી બતાવો

મુખ્ય કલમ: “આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો.”—રોમ. ૧૨:૧૫.

ઈસુએ શું કર્યું?

૧. વીડિયો જુઓ અથવા માર્ક ૬:૩૦-૩૪ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1.   ક. ઈસુ અને પ્રેરિતો કેમ “એકાંત જગ્યાએ જવા” માંગતા હતા?

  2.  ખ. ઈસુ કેમ ટોળાને શીખવવા લાગ્યા?

ઈસુ પાસેથી શું શીખવા મળે છે?

૨. આપણને સામેવાળી વ્યક્તિ માટે લાગણી હશે તો પહેલા તેનો વિચાર કરીશું અને ફક્ત સંદેશો જણાવવા પર ધ્યાન નહિ આપીએ.

ઈસુ જેવું કરો

૩. ધ્યાનથી સાંભળો. વ્યક્તિને ખુલ્લા દિલે વાત કરવા દો, તેની વાત કાપી ન નાખો. તે પોતાના વિચારો કે લાગણીઓ જણાવે અથવા સવાલ ઉઠાવે ત્યારે આંખ આડા કાન ન કરો, પણ તેનું સાંભળો. એનાથી તે સમજી શકશે કે તમને તેના માટે સાચી લાગણી છે.

૪. વ્યક્તિનો વિચાર કરો. તેની સાથે કરેલી વાતચીતને ધ્યાનમાં રાખીને આ સવાલોનો વિચાર કરો:

  1.   ક. ‘ઈશ્વરનો સંદેશો સાંભળીને તેને કેવો ફાયદો થશે?’

  2.  ખ. ‘તે બાઇબલમાંથી શીખશે તો હમણાં અને આગળ જતાં કઈ રીતે તેનું જીવન વધારે સારું બનશે?’

૫. વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે વાત કરો. સંજોગો જોઈને તરત જણાવો કે બાઇબલ અભ્યાસ કરવાથી તેને ઘણી મદદ મળશે. તેને પોતાના સવાલોના જવાબ મળશે અને રોજબરોજના જીવનમાં કામ આવે એવી સલાહ મળશે.