સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શિષ્યો બનાવો

પાઠ ૧૦

વ્યક્તિને શીખવવા બનતું બધું કરો

વ્યક્તિને શીખવવા બનતું બધું કરો

મુખ્ય કલમ: “અમે તમને ઈશ્વરની ખુશખબર જણાવવા અને અમારો જીવ આપવા પણ તૈયાર છીએ, કેમ કે તમે અમને ઘણા પ્રિય છો.”—૧ થેસ્સા. ૨:૮.

ઈસુએ શું કર્યું?

૧. વીડિયો જુઓ અથવા યોહાન ૩:૧, ૨ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1.   ક. નિકોદેમસ કેમ ઈસુને રાતે મળવા ગયા હશે?—યોહા. ૧૨:૪૨, ૪૩ જુઓ.

  2.  ખ. કઈ રીતે દેખાઈ આવે છે કે ઈસુ લોકોને શીખવવા બનતું બધું કરતા હતા?

ઈસુ પાસેથી શું શીખવા મળે છે?

૨. આપણે લોકોને પ્રેમ કરતા હોઈશું તો તેઓને ઈસુના શિષ્યો બનવા મદદ કરીશું અને પોતાનાથી થાય એ બધું કરીશું.

ઈસુ જેવું કરો

૩. વ્યક્તિને ફાવે એ સમયે અને જગ્યાએ શીખવો. તેને પૂછો: “અઠવાડિયાના કયા દિવસે અને કેટલા વાગ્યે અભ્યાસ કરવો ગમશે? કઈ જગ્યાએ મળવું ગમશે? કામની જગ્યાએ, ઘરે કે પછી બીજી કોઈ જગ્યાએ?” શક્ય હોય તો, તમારા શેડ્યૂલમાં ફેરફાર કરીને તેને ફાવે એ સમયે અને જગ્યાએ મળવા જાઓ.

૪. દર અઠવાડિયે શીખવો. જો નક્કી કરેલા દિવસે મળવું શક્ય ન હોય તો આનો વિચાર કરો:

  1.   ક. ‘શું હું અઠવાડિયાના બીજા કોઈ દિવસે જઈ શકું?’

  2.  ખ. ‘શું હું ફોન પર અથવા વીડિયો કોલ કરીને શીખવી શકું?’

  3.  ગ. ‘શું હું મારા બદલે બીજા કોઈ ભાઈ કે બહેનને જવાનું કહી શકું?’

૫. વ્યક્તિની સારી વાતો પર ધ્યાન આપવા પ્રાર્થના કરો. બની શકે કે વ્યક્તિને બાઇબલની કોઈ સલાહ પાળવી અથવા દર અઠવાડિયે શીખવું અઘરું લાગતું હોય. એવામાં યહોવાને અરજ કરો, જેથી તમે નિરાશ ન થઈ જાઓ અને તેને મદદ કરતા રહી શકો. (ફિલિ. ૨:૧૩) તેની ખામીઓને બદલે સારી વાતો જોઈ શકો એ માટે પણ પ્રાર્થના કરો.