સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી ક

ઈશ્વરની વાતો કઈ રીતે શીખવશો?

ઈશ્વરની વાતો કઈ રીતે શીખવશો?

ઈસુએ કહ્યું હતું કે સારાં દિલના લોકો સંદેશો સાંભળીને સમજી જશે કે આ ઈશ્વરનો સંદેશો છે. (યોહા. ૧૦:૪, ૨૭) એટલે લોકોને મળીએ ત્યારે બાઇબલમાંથી એવું કંઈક જણાવવાની કોશિશ કરીએ, જે તેઓને તરત સમજાઈ જાય. એ માટે તમે આવા નાના સવાલથી શરૂઆત કરી શકો: “શું તમને લાગે છે . . . ?” અથવા “શું તમે ક્યારેય સાંભળ્યું છે . . . ?” દાખલા તરીકે, “શું તમને લાગે છે કે પૃથ્વીનો ક્યારેય નાશ નહિ થાય?” અથવા “શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ઈશ્વર જલદી જ બધી દુઃખ-તકલીફો મિટાવી દેશે?” પછી એ વિશે વધારે સમજાવવા કલમોનો ઉપયોગ કરી શકો. આપણે કોઈને ઈશ્વરના વિચારો જણાવીએ ત્યારે કદાચ તેના દિલમાં સત્યનું બી રોપાય અને ઈશ્વર એને વધવા મદદ કરે.—૧ કોરીં. ૩:૬, ૭.

 આવનાર સમય

  1. ૧. આજે દુનિયામાં જે થઈ રહ્યું છે, એનાથી ખબર પડે છે કે બહુ જલદી મોટો ફેરફાર થશે.—માથ. ૨૪:૩, ૭, ૮; લૂક ૨૧:૧૦, ૧૧; ૨ તિમો. ૩:૧-૫.

  2. ૨. પૃથ્વીનો ક્યારેય નાશ નહિ થાય.—ગીત. ૧૦૪:૫; સભા. ૧:૪.

  3. ૩. એવો સમય આવશે કે જ્યારે પ્રદૂષણ નહિ હોય અને પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે.—યશા. ૩૫:૧, ૨; પ્રકટી. ૧૧:૧૮.

  4. ૪. બધા લોકો એકદમ તંદુરસ્ત હશે.—યશા. ૩૩:૨૪; ૩૫:૫, ૬.

  5. ૫. તમે પૃથ્વી પર કાયમ જીવી શકશો.—ગીત. ૩૭:૨૯; માથ. ૫:૫.

 કુટુંબ

  1. ૬. પતિ ‘જેવો પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ તેમણે પોતાની પત્નીને’ કરવો જોઈએ.—એફે. ૫:૩૩; કોલો. ૩:૧૯.

  2. ૭. પત્નીએ પોતાના પતિને પૂરા દિલથી માન આપવું જોઈએ.—એફે. ૫:૩૩; કોલો. ૩:૧૮.

  3. ૮. પતિ-પત્નીએ એકબીજાને વફાદાર રહેવું જોઈએ.—માલા. ૨:૧૬; માથ. ૧૯:૪-૬, ૯; હિબ્રૂ. ૧૩:૪.

  4. ૯. બાળકો મમ્મી-પપ્પાને માન આપશે અને તેઓનું કહેવું માનશે તો બાળકોનું ભલું થશે.—નીતિ. ૧:૮, ૯; એફે. ૬:૧-૩.

NASA, ESA and the Hubble Heritage Team (STScI/​AURA)-ESA/​Hubble Collaboration. Licensed under CC BY 4.0. Source.

 ભગવાન

  1. ૧૦. ભગવાનનું એક નામ છે.—ગીત. ૮૩:૧૮; યર્મિ. ૧૦:૧૦.

  2. ૧૧. ભગવાને પોતાના વિચારો એક પુસ્તકમાં લખાવ્યા છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭; ૨ પિત. ૧:૨૦, ૨૧.

  3. ૧૨. ભગવાન ક્યારેય ભેદભાવ કે અન્યાય કરતા નથી.—પુન. ૧૦:૧૭; પ્રે.કા. ૧૦:૩૪, ૩૫.

  4. ૧૩. ભગવાન આપણને મદદ કરવા માંગે છે.—ગીત. ૪૬:૧; ૧૪૫:૧૮, ૧૯.

 પ્રાર્થના

  1. ૧૪. ભગવાન ચાહે છે કે આપણે પ્રાર્થના કરીએ, તેમની આગળ દિલ ઠાલવી દઈએ.—ગીત. ૬૨:૮; ૬૫:૨; ૧ પિત. ૫:૭.

  2. ૧૫. શાસ્ત્રમાંથી શીખવા મળે છે કે પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ.—માથ. ૬:૭-૧૩; લૂક ૧૧:૧-૪.

  3. ૧૬. તમે ચાહો એટલી વાર પ્રાર્થના કરી શકો છો.—માથ. ૭:૭, ૮; ૧ થેસ્સા. ૫:૧૭.

 ઈસુ

  1. ૧૭. ઈસુ સૌથી સારા શિક્ષક હતા, તેમણે શીખવેલી વાતો આજે પણ કામ લાગે છે.—માથ. ૬:૧૪, ૧૫, ૩૪; ૭:૧૨.

  2. ૧૮. આજે દુનિયામાં જે બની રહ્યું છે, એ વિશે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું. —માથ. ૨૪:૩, ૭, ૮, ૧૪; લૂક ૨૧:૧૦, ૧૧.

  3. ૧૯. ઈસુ ઈશ્વરના દીકરા છે.—માથ. ૧૬:૧૬; યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૧૫.

  4. ૨૦. ઈસુ ભગવાન નથી.—યોહા. ૧૪:૨૮; ૧ કોરીં. ૧૧:૩.

Based on NASA/​Visible Earth imagery

 ઈશ્વરનું રાજ્ય

  1. ૨૧. ઈશ્વરનું રાજ્ય એક હકીકત છે, એ સ્વર્ગમાં રાજ કરે છે.—દાનિ. ૨:૪૪; ૭:૧૩, ૧૪; માથ. ૬:૯, ૧૦; પ્રકટી. ૧૧:૧૫.

  2. ૨૨. આખી પૃથ્વી પર માણસોની સરકારને બદલે ઈશ્વરનું રાજ હશે.—ગીત. ૨:૭-૯; દાનિ. ૨:૪૪.

  3. ૨૩. ઈશ્વરનું રાજ્ય આપણી બધી મુશ્કેલીઓ દૂર કરશે.—ગીત. ૩૭:૧૦, ૧૧; ૪૬:૯; યશા. ૬૫:૨૧-૨૩.

 દુઃખ-તકલીફો

  1. ૨૪. ઈશ્વર આપણને દુઃખ આપતા નથી.—પુન. ૩૨:૪; યાકૂ. ૧:૧૩.

  2. ૨૫. શેતાન દુનિયા પર રાજ કરે છે. —લૂક ૪:૫, ૬; ૧ યોહા. ૫:૧૯.

  3. ૨૬. ઈશ્વરને ખબર છે કે તમારા પર શું વીતી રહ્યું છે, તે તમને મદદ કરવા તૈયાર છે.—ગીત. ૩૪:૧૭-૧૯; યશા. ૪૧:૧૦, ૧૩.

  4. ૨૭. ઈશ્વર જલદી જ બધી દુઃખ-તકલીફો મિટાવી દેશે.—યશા. ૬૫:૧૭; પ્રકટી. ૨૧:૩, ૪.

 મરણ

  1. ૨૮. ગુજરી ગયેલા લોકો જાણે ઊંઘમાં છે, તેઓને કંઈ ખબર હોતી નથી. હવે તેઓ કોઈ તકલીફમાં નથી.—સભા. ૯:૫; યોહા. ૧૧:૧૧-૧૪.

  2. ૨૯. ગુજરી ગયેલી વ્યક્તિ આપણને મદદ કે નુકસાન કરી શકતી નથી.—ગીત. ૧૪૬:૪; સભા. ૯:૬, ૧૦.

  3. ૩૦. ગુજરી ગયેલાં સગાં-વહાલાં અને મિત્રોને જીવતાં કરવામાં આવશે.—અયૂ. ૧૪:૧૩-૧૫; યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કા. ૨૪:૧૫.

  4. ૩૧. ઈશ્વર મરણનું નામનિશાન મિટાવી દેશે.—યશા. ૨૫:૮; પ્રકટી. ૨૧:૩, ૪.

 ભક્તિ

  1. ૩૨. મોટા ભાગના લોકો જે રીતે ભક્તિ કરે છે, એનાથી ઈશ્વર ખુશ નથી.—યર્મિ. ૭:૧૧; માથ. ૭:૧૩, ૧૪, ૨૧-૨૩.

  2. ૩૩. ભક્તિનો ઢોંગ કરતા લોકોથી ઈશ્વરને નફરત છે.—યશા. ૨૯:૧૩; મીખા. ૩:૧૧; માર્ક ૭:૬-૮.

  3. ૩૪. ઈશ્વરના સાચા ભક્તો વચ્ચે સાચો પ્રેમ હોય છે.—મીખા. ૪:૩; યોહા. ૧૩:૩૪, ૩૫.