સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી ખ

ક્યારે વાત અટકાવી દેવી જોઈએ?

ક્યારે વાત અટકાવી દેવી જોઈએ?

આપણને પ્રચારમાં અમુક વાર એવા લોકો મળે છે જેઓ સવાલો પૂછે છે અથવા કોઈ વાત પર આપણી સાથે સહમત થતા નથી. જો તેઓને ખરેખર જાણવાની ઇચ્છા હોય, તો આપણે ખુશી ખુશી વાત ચાલુ રાખીએ છીએ. આપણે એવા લોકોને જ તો શોધીએ છીએ ‘જેઓનું દિલ સારું હોય, જેથી તેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે.’—પ્રે.કા. ૧૩:૪૮.

પણ જો વ્યક્તિ ગુસ્સે થઈ જાય, દલીલ કરવા લાગે કે પછી હમણાં તમારી સાથે વાત કરવા ન માંગે, તો તમે શું કરશો? એવા સમયે શાંતિ જાળવો અને પ્રેમથી વાત બંધ કરી દો. (નીતિ. ૧૭:૧૪) જો તમે સારાં વાણી-વર્તન રાખશો, તો કાલ ઊઠીને તે કદાચ સંદેશો સાંભળવા તૈયાર થાય.—૧ પિત. ૨:૧૨.