સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન પ્રમાણે ૨ પીતર ૩:૧૩માં “નવાં આકાશ [બહુવચન] તથા નવી પૃથ્વી,” કહે છે જ્યારે કે પ્રકટીકરણ ૨૧:૧માં “નવું આકાશ [એકવચન] તથા નવી પૃથ્વી” કહે છે?

મોટા ભાગે આ મૂળ ભાષાઓના વ્યાકરણને લગતી માહિતી છે. એનાથી એનો અર્થ બદલાઈ જતો નથી તેમ જ એની પાછળ કોઈ ખાસ કારણ પણ નથી.

પ્રથમ હેબ્રી શાસ્ત્રવચન તપાસીએ. મૂળ લખાણમાં હેબ્રી શબ્દ શામયીમનું ભાષાંતર “આકાશ” હંમેશા બહુવચનમાં કરવામાં આવે છે. આકાશનું બહુવચન કંઈ એક કરતાં વધારે આકાશો કે એક ભાગ બીજા કરતાં ચડિયાતો હોય એમ બતાવતું નથી. પરંતુ એ બહુવચનનો અર્થ આખું આકાશ થાય છે. તેથી સમજી શકાય કે આકાશ પૃથ્વીની બધી જ બાજુ વિસ્તરેલું છે અને એમાં અબજોને અબજો તારાઓનો પણ સમાવેશ થાય છે. આમ, હેબ્રી શબ્દ શામયીમની આગળ ઉપપદ આવે છે ત્યારે, ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનમાં મોટા ભાગે આકાશનું બહુવચન વાપરવામાં આવે છે, જેમ કે યશાયાહ ૬૬:૨૨. પરંતુ શામયીમ આગળ ઉપપદ ન હોય તો, એનું ભાષાંતર એકવચન (“આકાશ,” જે ઉત્પત્તિ ૧:૮; ૧૪:૧૯, ૨૨; ગીતશાસ્ત્ર ૬૯:૩૪માં જોવા મળે છે) અથવા બહુવચનમાં (“આકાશો,” જે ઉત્પત્તિ ૪૯:૨૫; ન્યાયાધીશો ૫:૪; અયૂબ ૯:૮; યશાયાહ ૬૫:૧૭માં જોવા મળે છે) કરવામાં આવે છે.

યશાયાહ ૬૫:૧૭ અને ૬૬:૨૨ બંનેમાં આકાશો માટેનો હેબ્રી શબ્દ બહુવચનમાં છે જે કહે છે, “નવાં આકાશ તથા નવી પૃથ્વી.”

ગ્રીક શબ્દ ઑરાનૉસનો અર્થ “આકાશ” થાય છે અને ઑરાનીઑનો બહુવચન “આકાશો” થાય છે. જોકે એ રસપ્રદ છે કે ગ્રીક સેપ્ટઆજીંટના ભાષાંતરકારોએ યશાયાહ ૬૫:૧૭ અને ૬૬:૨૨માં એકવચનનો ઉપયોગ કર્યો છે.

એમ હોય તો, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં “નવું આકાશ [અથવા નવાં આકાશ] તથા નવી પૃથ્વી” જેવા શબ્દો બે વાર મળી આવે છે એના વિષે શું?

પ્રેષિત પીતરે, ૨ પીતર ૩:૧૩માં ગ્રીક શબ્દનો બહુવચનમાં ઉપયોગ કર્યો છે. એ પહેલાં (કલમો ૭, ૧૦, ૧૨માં) તેમણે બહુવચનનો ઉપયોગ કરીને હાલના દુષ્ટ “આકાશો” વિષે વાત કરી. તેથી, તેમણે સુસંગત બનાવવા કલમ ૧૩માં બહુવચનનો ઉપયોગ કર્યો. એ ઉપરાંત એમ લાગે છે કે તેમણે યશાયાહ ૬૫:૧૭ મૂળ હેબ્રી ભાષામાંથી ટાંક્યું હોય શકે, કેમ કે એમાં બહુવચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી ૨ પીતર ૨:૨૨ તેમણે મૂળ હેબ્રી ભાષાના નીતિવચનો ૨૬:૧૧માંથી ટાંકી હોય શકે. આમ, પીતરે નોંધ્યું કે ‘આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ [બહુવચન] તથા નવી પૃથ્વીની વાટ જોઈએ છીએ.’

પરંતુ પ્રકટીકરણ ૨૧:૧માં થોડો ફરક છે. જોકે પ્રેષિત યોહાન અહીં સેપ્ટઆજીંટમાંથી યશાયાહ ૬૫:૧૭ના શબ્દો ટાંકતા હતા જેમાં “આકાશ” માટેનો ગ્રીક શબ્દ એકવચનમાં જોવા મળે છે. તેથી, યોહાને લખ્યું: “મેં નવું આકાશ [એકવચન] તથા નવી પૃથ્વી જોયાં: કેમકે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે.”

આ વ્યાકરણની માહિતી ભાષાંતર સાથે સંકળાયેલી છે. એનાથી એ જાણવા મળે છે કે “નવું આકાશ” કે “નવાં આકાશ”માં કંઈ ફરક નથી. બંનેનો અર્થ સરખો જ થાય છે.

[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Stars: Frank Zullo