સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

“આત્માથી” યહોવાહની ઉપાસના કરવાનો શું અર્થ થાય છે?

એક સમરૂની સ્ત્રી સૈખાર શહેર નજીક યાકૂબના કૂવામાંથી પાણી લેવા આવી હતી, જેને ઈસુ ખ્રિસ્તે સાક્ષી આપતા કહ્યું: “દેવ આત્મા છે; અને જેઓ તેને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.” (યોહાન ૪:૨૪) સાચી ઉપાસના “સત્યતાથી” અને યહોવાહ પરમેશ્વરે બાઇબલમાં તેમના વિષે તેમ જ તેમના હેતુઓ વિષે જે બતાવ્યું છે એના સુમેળમાં હોવી જોઈએ. આપણે ઉપરછલ્લી રીતે નહિ પણ પ્રેમથી, ઉત્સાહ અને પૂરા વિશ્વાસથી યહોવાહની સેવા કરવી જોઈએ. (તીતસ ૨:૧૪) તેમ છતાં, સંદર્ભ બતાવે છે કે ઈસુના કહ્યા મુજબ ‘દેવનું આત્માથી ભજન કરવાનો’ અર્થ પૂરા દિલથી યહોવાહની સેવા કરવી થાય છે.

ઈસુએ કૂવા પાસે સમરૂની સ્ત્રી સાથે એ ચર્ચા કરી ન હતી કે ઉપાસનામાં ઉત્સાહ હોવો જોઈએ કે નહિ. અરે, જૂઠી ઉપાસનામાં પણ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી શકે છે. પરંતુ, ઈસુએ બતાવ્યું કે પિતાની ઉપાસના સમરૂનના પહાડ પર કે યરૂશાલેમના મંદિર જેવાં સ્થળોએ થઈ શકે નહિ. એ પછી, ઈસુએ ઉપાસનાની એક નવી રીત બતાવી કે જે પરમેશ્વરના સાચા વ્યક્તિત્વ પર આધારિત છે. (યોહાન ૪:૨૧) તેમણે કહ્યું: “પરમેશ્વર એક આત્મિક વ્યક્તિ છે.” (યોહાન ૪:૨૪, ચાલ્સ બી. વિલ્યમ્સ) આમ, સાચા પરમેશ્વરને દૈહિક શરીર ન હોવાથી, આપણે તેમને જોઈ કે સ્પર્શી શકતા નથી. તેમની ઉપાસના કોઈ પહાડ પર કે મંદિરમાં કરવામાં આવતી નથી. તેથી, ઈસુ ઉપાસનાના એવા પાસાનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે જે દૃશ્ય બાબતો પર આધારિત નથી.

તદુપરાંત, સાચી સ્વીકાર્ય ઉપાસના પવિત્ર આત્મા, એટલે કે પરમેશ્વરના અદૃશ્ય સક્રિય બળના માર્ગદર્શન દ્વારા કરવી જોઈએ. પ્રેષિત પાઊલે લખ્યું કે “[પવિત્ર] આત્મા સર્વેને, હા, દેવના ઊંડા [વિચારો]ને પણ શોધે છે.” તે આગળ કહે છે: “અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છીએ; જેથી દેવે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ.” (૧ કોરીંથી ૨:૮-૧૨) પરમેશ્વરની સ્વીકાર્ય ઉપાસના કરવા માટે, આપણી પાસે તેમનો પવિત્ર આત્મા હોવો જ જોઈએ અને એ આપણને સતત માર્ગદર્શન આપતો હોવો જોઈએ. વધુમાં, આપણે પૂરા દિલથી અભ્યાસ કરીને તેમના શબ્દ, બાઇબલના સુમેળમાં જીવીએ અને આપણું વલણ તેમના પવિત્ર આત્માના સુમેળમાં રાખીએ એ મહત્ત્વનું છે.

[પાન ૨૮ પર ચિત્ર]

પરમેશ્વરની “આત્માથી તથા સત્યતાથી” ઉપાસના કરવી