સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાચી ઉપાસનાને ટેકો આપનારા

સાચી ઉપાસનાને ટેકો આપનારા

સાચી ઉપાસનાને ટેકો આપનારા

શું તમને યાદ છે કે પ્રાચીન યરૂશાલેમ શહેર માટે કોણ રડ્યું હતું? કદાચ તમે કહેશો કે એ તો ‘ઈસુ’ હતા. એ ખરું છે કે ઈસુ યરૂશાલેમ માટે રડ્યા હતા. (લુક ૧૯:૨૮, ૪૧) પરંતુ ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, બીજા એક ઈશ્વર ભક્ત પણ યરૂશાલેમ માટે રડ્યા હતા. તે નહેમ્યાહ હતા.​—⁠નહેમ્યાહ ૧:૩, ૪.

શા માટે નહેમ્યાહ યરૂશાલેમ માટે રડ્યા? યરૂશાલેમ અને એના લોકોના ભલા માટે તેમણે શું કર્યું હતું? આપણે તેમના દાખલામાંથી શું શીખી શકીએ? એ પ્રશ્નોના જવાબ મેળવતાં પહેલાં, ચાલો આપણે એ સમયમાં શું ચાલી રહ્યું હતું એના વિષે જોઈએ.

સાચી ઉપાસના માટે ઉત્સાહી

નહેમ્યાહ યરૂશાલેમના સૂબા હતા. એ પહેલાં તે ઈરાનના રાજાના શાસનમાં, સૂસા શહેરના ઉચ્ચ અધિકારી હતા. તે ત્યાં સુખચેનથી રહેતા હતા. તોપણ, તે યરૂશાલેમના પોતાના યહુદી ભાઈઓને ભૂલી ગયા ન હતા. એક વાર યરૂશાલેમથી કેટલાક માણસો સૂસા આવ્યા હતા. ત્યારે નહેમ્યાહે તરત જ તેઓ પાસે જઈને, ‘બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહુદીઓ જીવતા રહ્યા હતા, તેઓ વિષે તથા યરૂશાલેમ વિષે’ ખબર પૂછ્યા. (નહેમ્યાહ ૧:૨) તેઓએ કહ્યું કે, ‘તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે,’ અને યરૂશાલેમનો કોટ પણ ‘તૂટી ગયો છે.’ નહેમ્યાહે એ સાંભળ્યું ત્યારે, તે ‘બેસીને રડ્યા, અને કેટલાએક

દિવસ સુધી શોક કર્યો.’ પછી તેમણે યહોવાહ પરમેશ્વરને સાચા દિલથી પ્રાર્થના કરી. (નહેમ્યાહ ૧:૩-૧૧) શા માટે નહેમ્યાહ એટલા દુઃખી થઈ ગયા? કેમ કે જે યરૂશાલેમમાં એક સમયે યહોવાહની સાચી ઉપાસના કરવામાં આવતી હતી, એ હવે પડી ભાંગ્યું હતું. (૧ રાજાઓ ૧૧:૩૬) એટલું જ નહિ, એ શહેરનો કોટ પણ તૂટી ગયો હતો. એનાથી જોવા મળતું હતું કે એમાં રહેતા યહુદીઓ યહોવાહની ઉપાસનામાં સાવ ઠંડા પડી ગયા હતા.​—⁠નહેમ્યાહ ૧:૬, ૭.

નહેમ્યાહ યરૂશાલેમમાં રહેતા યહુદીઓની ખૂબ ચિંતા કરતા હતા. તેથી તેમણે તેઓને મદદ કરવા જરૂરી પગલાં લીધાં. ઈરાની રાજાએ નહેમ્યાહને કામમાંથી રજા આપી એટલે તરત જ તેમણે યરૂશાલેમની લાંબી મુસાફરીએ જવા તૈયારી કરી. (નહેમ્યાહ ૨:૫, ૬) તે યરૂશાલેમ શહેરના બાંધકામમાં પોતાની આવડત, શક્તિ અને સમયનો ઉપયોગ કરવા માગતા હતા. યરૂશાલેમમાં આવ્યા પછી, થોડા જ દિવસોમાં તેમણે શહેરનો કોટ બાંધવાની ગોઠવણ કરી દીધી.​—⁠નહેમ્યાહ ૨:૧૧-૧૮.

નહેમ્યાહે કોટ બાંધવાનું વિશાળ કામ અનેક કુટુંબોને સોંપ્યું, જે તેઓએ એક થઈને પૂરું કર્યું હતું. * ચાલીસથી વધારે જુદા જુદા ગ્રૂપોને એ બાંધકામ વહેંચી દેવામાં આવ્યું હતું. દરેક કુટુંબે કોટનો અમુક ભાગ બાંધવાનો હતો. કુટુંબોમાં મા-બાપ અને બાળકોએ પણ બાંધકામમાં ભાગ લીધો હતો. એનું કેવું પરિણામ આવ્યું? નાના-મોટા બધાએ ભેગા મળીને કામ કર્યું હોવાથી, અશક્ય લાગતા આ બાંધકામને તેઓ સહેલાઈથી પૂરું કરી શક્યા. (નહેમ્યાહ ૩:૧૧, ૧૨, ૧૯, ૨૦) ફક્ત બે જ મહિનામાં તેઓએ શહેરનો આખો કોટ બાંધી લીધો હતો! પછી નહેમ્યાહે લખ્યું કે, ‘આ કામ અમારા દેવથી થએલું છે એવું’ તેમના શત્રુઓએ પણ કબૂલ્યું હતું.​—⁠નહેમ્યાહ ૬:૧૫, ૧૬.

આપણા માટે સરસ નમૂનો બેસાડ્યો

નહેમ્યાહે યહોવાહની સેવામાં પોતાની આવડત અને સમય જ નહિ, પણ પોતાનાથી બનતું બધું જ આપ્યું હતું. તેમણે પૈસા આપીને યહુદી ભાઈઓને ગુલામીમાંથી છોડાવ્યા હતા. અરે, તે તેઓને વગર વ્યાજે પૈસા પણ આપતા હતા. તે પોતે સૂબા હતા તોપણ, અગાઉના સૂબાઓની જેમ યહુદીઓ પાસેથી હકનો પગાર માગીને તેઓ પર “બોજો” બન્યા નહિ. વળી તેમણે પોતાનું ઘર પણ બધા માટે ખૂલ્લું રાખ્યું હતું. તેમની સાથે ‘દરરોજ દોઢસો યહુદીઓ તથા વિદેશી અધિકારીઓ જમતા.’ નહેમ્યાહ પોતાને ખર્ચે તેઓ માટે દરરોજ “એક ગોધો, છ વીણી કાઢેલા ઘેટા, અને મુરઘાં” પૂરાં પાડતા હતા. એટલું જ નહિ, તે દર દસ દિવસે પોતાને ખર્ચે તેઓને જાતજાતનો “દ્રાક્ષારસ” પીરસતા હતા.​—⁠નહેમ્યાહ ૫:૮, ૧૦, ૧૪-૧૮.

યહોવાહના સેવકો માટે નહેમ્યાહે ઉદારતાનો કેવો સારો નમૂનો બેસાડ્યો! તેમણે યહોવાહની ઉપાસનાને આગળ વધારવા માટે રાજીખુશીથી પોતાની ધનદોલતનો ઉપયોગ કર્યો. તેથી તેમણે યહોવાહને પ્રાર્થનામાં કહ્યું: ‘હે મારા દેવ, એ લોકોને સારૂં મેં જે જે કર્યું છે એ માટે મારું સ્મરણ કર.’ (નહેમ્યાહ ૫:૧૯) હા, યહોવાહ તેમને જરૂર યાદ રાખશે.​—⁠હેબ્રી ૬:૧૦.

આજે નહેમ્યાહની જેમ સેવા કરનારા

નહેમ્યાહની જેમ આજે યહોવાહના સેવકોમાં પણ એકબીજા માટે એવો જ પ્રેમભાવ અને ઉત્સાહ જોવા મળે છે. તેઓ યહોવાહની સેવામાં રાજીખુશીથી બધું જ કરવા તૈયાર છે. આપણા ખ્રિસ્તી ભાઈબહેનો દુઃખમાં આવી પડ્યા છે એવી ખબર પડે છે ત્યારે, આપણે તેઓની ચિંતા કરવા લાગીએ છીએ. (રૂમીઓને પત્ર ૧૨:૧૫) આવા સંજોગોમાં આપણે પણ નહેમ્યાહની જેમ આપણા ખ્રિસ્તી ભાઈબહેનો માટે યહોવાહને પ્રાર્થના કરીએ છીએ: “આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે, અને તારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ.”​—⁠નહેમ્યાહ ૧:૧૧; કોલોસી ૪:⁠૨.

આપણા ભાઈબહેનોને યહોવાહની સેવા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. ગરીબી અને બીજી બાબતોને લીધે પણ તેઓએ ઘણાં દુઃખો સહેવા પડે છે. આવા સમયે આપણે તેઓની ખાલી ચિંતા જ કરતા નથી, પણ તેઓને મદદ કરવાની આપણામાં ભાવના જાગી ઊઠે છે. નહેમ્યાહની જેમ આજે ઘણા ભાઈબહેનો સુખચેનવાળું જીવન છોડીને, જ્યાં ભાઈઓને મદદની જરૂર છે એવા વિસ્તારોમાં રહેવા જાય છે. ઘણી વાર નવા વિસ્તારમાં રહેવું સહેલું હોતું નથી તોપણ, તેઓ ત્યાંના ખ્રિસ્તી ભાઈબહેનો સાથે એક થઈને યહોવાહની સેવા કરે છે. આ રીતે જેઓ યહોવાહની સેવા કરવા ઘણી બાબતો જતી કરે છે તેઓ ખરેખર પ્રશંસાપાત્ર છે.

આપણા વિસ્તારમાં ભલું કરીએ

એ ખરું છે કે આપણે બધા જ બીજા દેશોમાં જઈને સેવા આપી શકતા નથી. પરંતુ આપણે આપણા વિસ્તારમાં થતી સાચી ઉપાસનાને ટેકો આપી શકીએ. નહેમ્યાહના પુસ્તકમાં આપણને અમુક એવા કુટુંબો વિષે જાણવા મળે છે જેઓએ કોટ બાંધવામાં ભાગ લીધો હતો. નહેમ્યાહે એ વિષે શું લખ્યું એની નોંધ લો: ‘હરૂમાફનો પુત્ર યદાયાહ પોતાના ઘરની સામે મરામત કરતો હતો. બિન્યામીન તથા હાશ્શૂબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી અનાન્યાહના પુત્ર માઅસેયાહનો પુત્ર અઝાર્યાહ તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો.’ (નહેમ્યાહ ૩:૧૦, ૨૩, ૨૮-૩૦) એ પુરુષો અને તેઓના કુટુંબોએ પોતાના ઘર નજીક, કોટનું બાંધકામ કરીને સાચી ઉપાસનામાં મોટો ટેકો આપ્યો હતો.

આજે પણ આપણામાંના ઘણા પોતાના વિસ્તારમાં થતી સાચી ઉપાસનાને અનેક રીતોએ ટેકો આપે છે. જેમ કે, આપણે બધા યહોવાહના રાજ્યનો પ્રચાર કરવામાં ભાગ લઈએ છીએ, જે સૌથી મહત્ત્વનું કાર્ય છે. કદાચ આપણે સભા માટે હૉલ બાંધવામાં કે આફતો આવે ત્યારે બીજાઓને મદદ કરવામાં પણ ટેકો આપતા હોઈશું. આપણે આ બાંધકામ કે રાહત કાર્યોમાં ભાગ ન લઈ શકતા હોય તોપણ, પૈસા અને દાનોથી ટેકો આપવા આપણે હંમેશાં તૈયાર રહીએ છીએ. આ રીતે આપણે પણ નહેમ્યાહની જેમ પૂરા દિલથી યહોવાહની સાચી ઉપાસના માટે ઉત્સાહ બતાવીએ છીએ.​—⁠“દાન આપવા વિષે શું યાદ રાખવું જોઈએ?” બૉક્સ જુઓ.

આજે આખી દુનિયામાં લોકો સત્ય શીખી રહ્યા છે. તેથી, મોટા પ્રમાણમાં પુસ્તકો છાપવાની જરૂર છે. તેમ જ, મંડળોને ટેકો આપવા અને કુદરતી આફતોમાં ફસાઈ ગયેલા ભાઈબહેનોને રાહત પૂરી પાડવા માટે પુષ્કળ પૈસાની જરૂર પડે છે. કદાચ એ માટે જરૂરી ખર્ચને પહોંચી વળવું મહામુશ્કેલ લાગી શકે. એમ તો યરૂશાલેમનો મોટો કોટ બાંધવાનું કામ પણ અશક્ય લાગતું હતું! (નહેમ્યાહ ૪:૧૦) પરંતુ ઘણા કુટુંબો રાજીખુશીથી એ કામ ઉપાડી લેવા તૈયાર હતા. તેથી, તેઓને એ કામ વહેંચી આપવામાં આવ્યું ત્યારે, તેઓ સહેલાઈથી એ પૂરું કરી શક્યા. એવી જ રીતે આજે પણ આપણી પાસે પ્રચાર કાર્ય સાથે જોડાયેલા અનેક કામો છે, જે પૂરા કરવા ઘણા પૈસાની જરૂર છે. જો આપણે એમાં પૂરા દિલથી ટેકો આપીશું તો, સહેલાઈથી એને પહોંચી વળીશું.

“દાન આપવાની કેટલીક રીતો” બૉક્સ બતાવે છે કે આપણે દાનો આપીને કે બીજી અનેક રીતોએ પ્રચાર કાર્યને ટેકો આપી શકીએ છીએ. ગયા વર્ષે ઘણા યહોવાહના સાક્ષીઓએ રાજીખુશીથી એમ જ કર્યું હતું. જો તમે પણ એમ કર્યું હોય તો, યહોવાહના સાક્ષીઓનું નિયામક જૂથ તમારો ઉપકાર કદી ભૂલશે નહિ. એનાથી પણ મહત્ત્વનું તો, આજે યહોવાહે આખી દુનિયામાં તેમનો સંદેશો ફેલાવવા આપણામાં ઉત્સાહ જગાડ્યો છે. શું એ માટે આપણે તેમનો ઉપકાર ન માનવો જોઈએ? યહોવાહ વર્ષોથી આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે. તેમણે વર્ષોથી એ કાર્યમાં જે રીતે આપણને માર્ગદર્શન આપ્યું છે એના પર મનન કરીએ છીએ ત્યારે, આપણે પણ નહેમ્યાહની જેમ પોકારી ઊઠીએ છીએ: “મારા દેવની કૃપાદૃષ્ટિ મારા પર હતી.”​—⁠નહેમ્યાહ ૨:૧૮.

[ફુટનોટ]

^ નહેમ્યાહ ૩:૫ જણાવે છે કે અમુક આગળ પડતા યહુદી “અમીરોએ” તેઓને એ કામમાં મદદ કરી ન હતી. જોકે એવા તો અમુક જ હતા. નહેમ્યાહ ૩:૧, ૮, ૯, ૩૨ જણાવે છે કે એ કામમાં યાજકો, સોની, અત્તર બનાવનારાઓ, સૂબા અને વેપારીઓએ પણ ટેકો આપ્યો હતો.

[પાન ૨૮, ૨૯ પર બોક્સ⁄ચિત્રો]

દાન આપવાની કેટલીક રીતો

આખા જગતમાં પ્રચાર માટે દાન

ઘણા લોકો નિયમિત રીતે અમુક રકમ અલગ રાખે છે અને મંડળમાં “જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે પ્રદાન—માત્થી ૨૪:૧૪” લેબલવાળી પેટીમાં મૂકે છે.

દર મહિને મંડળોને જે દાન મળે છે એ રકમ, તેઓના દેશની યહોવાહના સાક્ષીઓની ઑફીસને કે બ્રુકલિન, ન્યૂયૉર્કમાં આવેલી હૅડ ઑફીસને મોકલવામાં આવે છે. તમે પણ તમારી મરજી પ્રમાણે Treasurer’s Office, Watch Tower Bible and Tract Society of Pennsylvania, 25 Columbia Heights, Brooklyn, New York 11201-2483, કે તમારા દેશમાં આવેલી ઑફીસને દાન મોકલી શકો છો. તમે ઘરેણાં કે એના જેવી બીજી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. તમે આવી કોઈ વસ્તુ આપતા હોવ ત્યારે, એ લખીને જણાવો કે તમે એ ધર્માદામાં આપો છો.

શરતી-દાન ગોઠવણ

ખાસ ગોઠવણ દ્વારા પણ પૈસા આપી શકાય, જેમાં દાન આપનારને પૈસાની જરૂર હોય ત્યારે, તે પોતાના પૈસા પાછા મેળવી શકે છે. વધુ માહિતી માટે, કૃપા કરીને ઉપર જણાવેલા સરનામા પર ટ્રેઝરરની ઑફિસનો સંપર્ક કરો.

દાન આપવાની બીજી રીતો

દાનો અને શરતી દાનો આપવા ઉપરાંત, આખી દુનિયામાં પરમેશ્વરના રાજ્યના પ્રચાર કાર્ય માટે દાન આપવાની અનેક રીતો છે. એમાં નીચે જણાવેલી કેટલીક રીતોનો સમાવેશ થાય છે:

વીમો: જીવન વીમાની પોલિસીમાં કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે વૉચ ટાવર સોસાયટીનું નામ આપી શકાય.

બૅંક ખાતાઓ: બૅંકમાં મૂકેલા પૈસા, ફિક્સ્ડ ડિપોઝિટના સર્ટિફિકેટ, અથવા બૅંકમાં જમા થતા પેન્શનના પૈસા વૉચ ટાવર સોસાયટી માટે ટ્રસ્ટમાં મૂકી શકાય, જેથી તમારા મરણ પછી એ સોસાયટીને મળે. અથવા, મરણ પછી એ વૉચ ટાવર સોસાયટીને મળે એવી ગોઠવણ કરી શકાય. એ માટે તમે બૅંકને અગાઉથી જરૂરી માહિતી આપી શકો.

શેર અને બૉન્ડ્‌સ: શેર અને બૉન્ડ્‌સ પણ વૉચ ટાવર સોસાયટીને દાનમાં આપી શકાય.

જમીન કે મિલકત: વેચાણ થઈ શકે એવી જમીન કે મિલકત વૉચ ટાવર સોસાયટીને દાન કરી શકાય છે. દાન કરનાર પોતે જીવે ત્યાં સુધી એમાં રહી શકે. તમારી કોઈ પણ મિલકત તમારા દેશની ઑફિસને નામે કરતાં પહેલાં વૉચ ટાવર સોસાયટીને જણાવો.

વાર્ષિકી ગોઠવણ: આ ગોઠવણ હેઠળ, તમે તમારા પૈસા કે મિલકત વૉચટાવર સોસાયટીને નામે કરી શકો. પછી, આ ગોઠવણ પ્રમાણે તમે અથવા તમે જેને નિયુક્ત કરો એ વ્યક્તિ જીવનભર દર વર્ષે અમુક રકમ મેળવશે. જે વર્ષથી તમે આ ગોઠવણ શરૂ કરો ત્યારથી, દેશના નિયમ પ્રમાણે તમને આવકવેરામાં અમુક લાભ મળશે.

વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, કાયદેસર તૈયાર કરેલા વસિયતનામાથી વૉચ ટાવર સોસાયટીને નામે કરી શકાય. અથવા અમુક કિસ્સાઓમાં ટ્રસ્ટ દ્વારા વૉચટાવર સોસાયટીને આપી શકાય જેથી, સોસાયટી સરકારી ગોઠવણ પ્રમાણે કર નિવારી શકે.

આપણે જોયું તેમ, દાન આપવાની અનેક રીતો છે અને તમે દાન આપવા માગતા હોવ તો, એ માટે અગાઉથી તૈયારી કરવી જોઈએ. આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ રાજ્યનો જે પ્રચાર કરી રહ્યા છે એને દાનોથી ટેકો આપવા ઇચ્છતા લોકો માટે, અંગ્રેજી અને સ્પેનિશમાં એક પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. એનું નામ ચૅરીટેબલ પ્લાનીંગ ટુ બેનીફીટ કિંગડમ સર્વિસ વર્લ્ડવાઈડ છે. ઘણા લોકોએ પૂછ્યું હતું કે ભેટો, વસિયત અને ટ્રસ્ટથી તેઓને દાન કરવું હોય તો તેઓએ શું કરવું જોઈએ, એના જવાબમાં આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. એમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જમીન, મિલકત કે પૈસા દાનમાં આપવાથી કઈ રીતે કરમાં લાભ મળી શકે. એ પુસ્તિકા બીજી અનેક રીતો જણાવે છે કે તમે હમણાં કઈ રીતે દાન કરી શકો અથવા મરણ પછી વસિયત દ્વારા કઈ રીતે સંસ્થાને પૈસા કે મિલકતો દાનમાં આપી શકો. તમે આ પુસ્તિકા ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસને પત્ર લખીને મંગાવી શકો.

ઘણા લોકોએ આ પુસ્તિકા વાંચીને ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસ સાથે ચર્ચા કર્યા પછી, આખી દુનિયામાં ચાલતા પ્રચાર કાર્ય માટે દાનો આપીને મદદ કરી શક્યા છે. એમ કરવાથી તેઓને કરમાં પણ લાભો મળ્યા છે. તમે આવી કોઈ ગોઠવણોનો લાભ લઈને દાન કરવા ઇચ્છતા હોવ તો, નીચે આપેલા સરનામા પર પત્ર કે ટેલિફોન દ્વારા ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસનો સંપર્ક સાધો અથવા તમારા દેશની યહોવાહના સાક્ષીઓની ઑફિસને લખી જણાવો. ત્યાર બાદ, તેઓના માર્ગદર્શન હેઠળ ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસને એને લગતા દસ્તાવેજોની ઝેરોક્સ નકલ મોકલો.

Charitable Planning Office

Watch Tower Bible and Tract Society of Pennsylvania

100 Watchtower Drive,

Patterson, New York 12563-9204

Telephone: (845) 306-0707

[પાન ૩૦ પર બોક્સ]

દાન આપવા વિષે શું યાદ રાખવું જોઈએ?

પ્રેષિત પાઊલે કોરીંથી મંડળને લખેલા પત્રમાં, દાન આપતી વખતે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવા ઉત્તેજન આપ્યું હતું. તેમણે લખ્યું: “દર અઠવાડીઆને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકવું.” (૧ કોરીંથી ૧૬:૨) આ કલમમાં પાઊલ બે બાબતો બતાવે છે: (૧) આપણે અગાઉથી દાન આપવા માટે કંઈક રાખી મૂકવું. (૨) આપણે પોતાની “કમાણી પ્રમાણે” આપવું. બીજી રીતે કહીએ તો, આપણે રાજીખુશીથી પોતાના ગજા પ્રમાણે દાન આપવું જોઈએ. તેથી, જો આપણે ઓછું કમાતા હોઈએ અને થોડું જ દાન આપી શકતા હોય તોપણ, યહોવાહ એની ખૂબ જ કદર કરે છે. (લુક ૨૧:૧-૪) (૩) ત્રીજી બાબત પાઊલ ૨ કોરીંથી ૯:૭માં બતાવે છેઃ “દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.” આ કલમમાં પાઊલ બતાવે છે કે આપણે રાજીખુશીથી દાન આપવું જોઈએ.

[પાન ૨૬ પર ચિત્રો]

નહેમ્યાહે સાચી ઉપાસના માટે ખરો પ્રેમ અને ઉત્સાહ બતાવ્યો

[પાન ૩૦ પર ચિત્રો]

આપણે રાજીખુશીથી જે દાનો આપીએ છીએ એનો છાપકામમાં, કુદરતી આફતોના સમયે રાહત કામોમાં, રાજ્યગૃહો બાંધવામાં અને બીજી અનેક રીતે ભાઈઓને ટેકો આપવા ઉપયોગ કરવામાં આવે છે