સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક યાદગાર દિવસ

એક યાદગાર દિવસ

એક યાદગાર દિવસ

એદિવસે, શું બન્યું હતું જેના લીધે આપણું જીવન બદલાય ગયું? ‘દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) પણ યહોવાહ પરમેશ્વરે શા માટે પોતાનો એકનો એક દીકરો આપ્યો? બાઇબલ આનો જવાબ આપે છે કે ઈસુ, ‘સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યા છે.’ (માત્થી ૨૦:૨૮) ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ ખંડણી તરીકે આપી દીધો. એટલે કે તેમણે આપણને પાપ અને મરણમાંથી છોડાવવાની કિંમત ચૂકવી. ખરેખર યહોવાહ અને ઈસુનો આપણા માટે કેટલો બધો પ્રેમ!

આ દિવસથી આપણા જીવનમાં આશાનું કિરણ ફેલાયું. એના લીધે જ આપણે સુખી જીવનની આશા રાખી શકીએ છીએ. ઈસુને જે હેતુથી પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા, તે તેમણે એ દિવસે પૂરો કર્યો. એટલે જ, વધસ્થંભે જડાયેલા ઈસુએ છેલ્લો શ્વાસ લેતા કહ્યું: “સંપૂર્ણ થયું.”—યોહાન ૧૯:૩૦.

વળી, એ દિવસે ઈસુએ પોતાના શિષ્યોને એવું કંઈક શીખવ્યું, જે તેઓને જગતનો સામનો કરવા મદદ કરે છે. પોતાના મરણના થોડા કલાકો પહેલાં જ, તેમણે શિષ્યોને એ ખાસ શિક્ષણ આપ્યું. એ શું હતું? એમાંથી આપણે શું શીખી શકીએ? ચાલો આપણે હવે પછીના લેખમાંથી એ વાંચીએ.