સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિર્ણય લેવો—કંઈ રમત વાત નથી

નિર્ણય લેવો—કંઈ રમત વાત નથી

નિર્ણય લેવો—કંઈ રમત વાત નથી

લગભગ ૨૦૦ વર્ષ પહેલાં, નેપોલિયન બોનેપારટે કહ્યું કે “ખરો નિર્ણય લેવો કંઈ રમત વાત નથી. જે વ્યક્તિ ખરો નિર્ણય લઈ શકે તે બહુ હોશિયાર કહેવાય.” આજે મોટા ભાગે લોકો પોતાના જીવનની ગાડી પોતે જ ચલાવવા ચાહે છે. તેમ છતાં, પોતે લીધેલો નિર્ણય ખરો છે કે ખોટો એ કહેવું અઘરું છે.

દરરોજ આપણે નાના-મોટા નિર્ણયો લઈએ છીએ. દાખલા તરીકે, આપણે શું પહેરીશું, શું ખાઈશું, વગેરેની પસંદગી કરીએ છીએ. ઘણી વાર, જ્યારે આપણે આવી નાની-નાની પસંદગી કરીએ, ત્યારે આપણે બહુ વિચાર કે ચિંતા કરતા નથી કે આપણો નિર્ણય ખરો છે કે ખોટો.

પરંતુ, જીવનમાં બીજા ઘણા મહત્ત્વના નિર્ણયો પણ લેવા પડે છે. દાખલા તરીકે, યુવાનોએ નક્કી કરવું પડે છે કે તેઓ કેટલું ભણશે? પછી કેવી નોકરી કરશે? લગ્‍ન કરશે કે કુંવારા રહેશે? કોઈ લગ્‍ન કરવાની પસંદગી કરે તો, પહેલા તેણે વિચારવું જોઈએ કે, ‘શું હું લગ્‍નની જવાબદારી ઉપાડવા તૈયાર છું? હું મારા જીવન સાથી તરીકે કેવી વ્યક્તિને પસંદ કરીશ?’ આવી પસંદગી પણ સહેલી નથી, કેમ કે તે આખા જીવનને અસર કરે છે.

આપણે જીવનમાં મહત્ત્વના નિર્ણયો લેવાના આવે ત્યારે, આપણે સમજી વિચારીને પગલું ભરવું જોઈએ. એનાથી ક્યાં તો આપણું જીવન સુખી થઈ શકે અથવા દુઃખી થઈ શકે. અમુક લોકો માને છે કે તેઓને નિર્ણય લેવા કોઈની મદદની જરૂર નથી. શું આપણું વલણ એવું હોવું જોઈએ? એ માટે ચાલો આપણે બીજો લેખ વાંચીએ.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

નેપોલિયન: From the book The Pictorial History of the World