સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારા નેતાની શોધ

સારા નેતાની શોધ

સારા નેતાની શોધ

બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય લીઓપોલ્ડ એમરીએ ઓલીવર ક્રોમવેલના પુસ્તકમાંથી ટાંકતા કહ્યું: ‘હું હાથ જોડીને કહું છું કે હવે તમે જાવ!’

એ શબ્દો લીઓપોલ્ડ એમરીએ બ્રિટિશ વડા પ્રધાન નેવીલ ચેમ્બરલેઈનને, મે ૭, ૧૯૪૦માં કહ્યા હતા. ત્રણ દિવસ પછી, ચેમ્બરલેઈને વડાપ્રધાનની ગાદી છોડી દીધી. પછી વિન્સ્ટન ચર્ચિલ નવા વડાપ્રધાન બન્યા. પણ ચેમ્બરલેઈને કેમ ગાદી છોડી દીધી? બીજું વિશ્વયુદ્ધ આઠેક મહિનાથી ચાલતું હતું. બ્રિટન અને બીજા અનેક મિત્રદેશો યુદ્ધે ચડ્યા હતા. પણ તેઓને સામે હાર જ દેખાતી હતી. તેથી, લીઓપોલ્ડ અને પાર્લામેન્ટના બીજા નેતાઓને લાગ્યું કે હવે તો કોઈ નવા વડાપ્રધાની જરૂર છે.

આજે આપણને પ્રમાણિક નેતાઓની જરૂર છે. દાખલા તરીકે, કુટુંબમાં સારી રીતે આગેવાની લેવાની જવાબદારી પિતાની છે. પિતા સારી રીતે આગેવાની લે, તો જ કુટુંબ ખુશ રહી શકે. એવી જ રીતે, લાખો લોકોની ખુશી માટે પ્રમાણિક નેતાઓની જરૂર છે. તેઓને માથે પણ ઘણી જવાબદારી આવી પડે છે. નેતાઓ જે કંઈ નિર્ણયો લે છે, એની અસર તેઓના દેશ પર પડે છે. અરે, અમુક નેતાઓના નિર્ણયો આખી દુનિયાને અસર કરે છે. આ તો કેટલી મોટી જવાબદારી!

અમુક દેશમાં દિવસે દિવસે નેતાઓ બદલાય છે. લોકોને એક સરકાર ન ગમે તો બીજી સરકારને દેશનું સુકાન સોંપે! અથવા એ નેતાનું ખૂન થઈ જાય અને નવા નેતા ગાદીએ બિરાજે છે. આજકાલ નેતાઓનું રાજ પલ દો પલ જ ચાલે છે. અરે, ઘણી વાર દેશની હાલત આંખના પલકારામાં બગડી જાય તો, જનતા નેતાઓ પર ગુસ્સે થઈ, તેઓને ધૂળ ચાટતા કરી દે છે. (પાન પાંચ પર “તરત જ અધિકાર ગુમાવ્યો” બૉક્સ જુઓ.) આ રીતે વર્ષોથી આપણે પ્રમાણિક નેતાઓને શોધીએ છીએ.

શું દુનિયા આમ ને આમ ચાલશે?

જ્યારે ચૂંટણી આવે, ત્યારે લોકો જાણે છે કે ભલે ગમે તેને વોટ આપીએ પણ તેમના દેશમાં કોઈ સારા નેતા નહિ આવે. પત્રકાર જેફ હિલે પણ આફ્રિકામાં એ જ જોયું. તેમણે કહ્યું: ‘ઘણા લોકોને તો વોટ આપવો પણ નથી ગમતું. તેઓ જાણે છે કે કોઈ પણ નેતાઓ તેમના દેશમાં સુધારો લાવી શકશે નહિ. આ જનતાને કોણ મદદ કરશે?’ યુનાઈટેડ સ્ટેટ્‌સના એક પત્રકારે કહ્યું: ‘મારું સપનું છે કે એક નેતા આવશે જે બધી તકલીફો દૂર કરશે. પણ હું જાણું છું કે એ સપનું જ રહેવાનું છે. એવા કોઈ નેતા નહિ આવે. આપણે તો જે છે એ ચલાવી લેવું પડશે.’

શું દુનિયામાં કોઈ સારો નેતા કદી નહિ આવે? કોણ જનતાનું દુઃખ હળવું કરશે? એક વ્યક્તિ છે, જે જનતાના હરેક દુઃખો હળવા કરશે. આગળ વાંચો અને જુઓ કે એ કોણ છે.

[પાન ૩ પર ચિત્રો]

ઉપર ડાબે, નેવિલ ચેમ્બરલેઈન

ઉપર જમણે, લીઓપોલ્ડ આમરી

ડાબે, વિન્સ્ટન ચર્ચિલ

[ક્રેડીટ લાઈન્સ]

ચેમ્બરલેઈન: Photo by Jimmy Sime/Central Press/Getty Images; એમરી: Photo by Kurt Hutton/Picture Post/Getty Images; ચર્ચિલ: The Trustees of the Imperial War Museum (MH 26392)