સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગવર્નિંગ બૉડીમાં બે નવા ભાઈઓ

ગવર્નિંગ બૉડીમાં બે નવા ભાઈઓ

ગવર્નિંગ બૉડીમાં બે નવા ભાઈઓ

એ બુધવાર ઑગસ્ટ ૨૪, ૨૦૦૫ની સવાર હતી. યુનાઈટેડ સ્ટેટ્‌સ અને કૅનેડાના બેથેલમાં ભાઈ-બહેનોએ વીડિયો પર એક ખુશીના સમાચાર સાંભળ્યા. સપ્ટેમ્બર ૧, ૨૦૦૫થી યહોવાહના સાક્ષીઓની ગવર્નિંગ બૉડીમાં બે નવા ભાઈઓનો વધારો થયો. એક ભાઈનું નામ જૅફરી ડબલ્યુ. જેક્સન છે. બીજા ભાઈનું નામ એન્થોની મોરીસ છે.

જૅફરીભાઈએ ફેબ્રુઆરી ૧૯૭૧માં રેગ્યુલર પાયોનિયરીંગ શરૂ કર્યું હતું. તે તાસ્મેનિયા ટાપુ પર હતા, જે ઑસ્ટ્રેલિયાનું એક રાજ્ય છે. જૂન ૧૯૭૪માં તેમણે જેનેટબહેન સાથે લગ્‍ન કર્યું. થોડા સમયમાં યહોવાહના આશીર્વાદથી તેઓ સ્પેશિયલ પાયોનિયર બન્યા. તેઓએ ૧૯૭૯થી ૨૦૦૩ સુધી મિશનરિ તરીકે સેવા કરી. તેઓ દક્ષિણ પૅસિફિકમાં ટુવાલુ, સેમોઆ અને ફિજીના ટાપુ પર હતા. એ વખતે તેઓએ અનેક બાઇબલ આધારિત પુસ્તક-પુસ્તિકાઓનું ભાષાંતર કરવામાં મદદ કરી. ૧૯૯૨થી જૅફરીભાઈ સેમોઆના બેથેલની બ્રાંચ કમિટીના મેમ્બર બન્યા. ૧૯૯૬થી તે ફિજીના બેથેલની બ્રાંચ કમિટીના મેમ્બર બન્યા. છેવટે ૨૦૦૩માં યુનાઈટેડ સ્ટેટ્‌સ બેથેલે જૅફ અને તેમની પત્નીને ત્યાં બોલાવ્યા. અહીં તેઓ જુદી જુદી ભાષાંતર ટીમોને (ટ્રાન્સલેશન સર્વિસીસ્‌ ડિપાર્ટમેન્ટને) મદદ કરવા ભાઈઓ સાથે કામ કરતા હતા. થોડો સમય પછી જૅફરીભાઈને ગવર્નિંગ બૉડી સાથે ટીચિંગ કમિટીમાં કામ કરવાનો આશીર્વાદ મળ્યો, જેઓ આપણને યહોવાહનું શિક્ષણ આપે છે.

જૅફરીભાઈની જેમ એન્થોનીભાઈએ ૧૯૭૧માં પાયોનિયરીંગ શરૂ કર્યું. તે અમેરિકામાં હતા. એ જ વર્ષે ડિસેમ્બરમાં તેમણે સુસનબહેન સાથે લગ્‍ન કર્યું. તેઓએ ચારેક વર્ષ સાથે પાયોનિયરીંગ કર્યું. પછી તેઓએ પાયોનિરીંગ બંધ કર્યું કેમ કે તેઓ મમ્મી-પપ્પા બનવાના હતા. એ છોકરાનું નામ જેસ્સી પાડ્યું. થોડા સમય પછી તેઓને બીજા છોકરાનો આશીર્વાદ મળ્યો. તેનું નામ પૉલ રાખ્યું. ૧૯૭૯માં એન્થોનીભાઈએ ફરીથી પાયોનિયરીંગ શરૂ કર્યું. જ્યારે બંને બાળકો સ્કૂલે જવા લાગ્યા, ત્યારે સુસનબહેને પણ ફરીથી પાયોનિયરીંગ શરૂ કર્યું. આખું કુટુંબ જ્યાં વધારે પ્રચાર કરવાની જરૂર હતી એવી જગ્યાએ ગયા. પહેલા તો તેઓ રોડ આઈલૅન્ડ નામના રાજ્યમાં ગયા. પછી તેઓ ઉત્તર કૅરોલાઈના ગયા. ત્યાં એન્થોનીભાઈ કોઈ કોઈ વખતે સરકીટ ઓવરસિયર તરીકે સેવા આપતા હતા. અહીં બંને છોકરાઓએ પણ પાયોનિયરીંગ શરૂ કર્યું. થોડો સમય જતા પૉલ અને જેસ્સી યુનાઈટેડ સ્ટેટ્‌સના બેથેલમાં કામ કરવા ગયા. એન્થોનીભાઈ ફુલ-ટાઇમ સરકીટ ઓવરસિયર બન્યા. ૨૦૦૨માં એન્થોનીભાઈ અને તેમના પત્નીને યુનાઈટેડ સ્ટેટ્‌સ બેથેલમાં બોલાવવામાં આવ્યા. ઑગસ્ટ પહેલીથી તેઓએ બેથેલ સેવા શરૂ કરી. એન્થોનીભાઈએ પૅટરસનમાં સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. પછીથી તેમને ગવર્નિંગ બૉડીના ભાઈઓ સાથે સર્વિસ કમિટીમાં સેવા કરવાનો આશીર્વાદ મળ્યો, જેઓ પ્રચાર કામની સંભાળ રાખે છે.

જૅફરીભાઈ અને એન્થોનીભાઈ ગવર્નિંગ બૉડીના આ ભાઈઓ સાથે કામ કરે છે: કેરી બાર્બર, જોન ઈ. બાર, શેમ્યુલ હર્ડ, સ્ટીવન લેટ, ગેરીટ લૉશ, થીઓડોર જારસ, ગાઈ પીઅર્સ, આલ્બર્ટ ડી. શ્રોડર, ડેવિડ સ્પ્લેન અને દાનીયેલ સીડલીક. (w06 3/15)