સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણી સુંદર મજાની પૃથ્વી

આપણી સુંદર મજાની પૃથ્વી

આપણી સુંદર મજાની પૃથ્વી

તારાઓ પર સ્ટડી કરનાર ખગોળશાસ્ત્રીઓ જાણે છે કે આપણી પૃથ્વી વિશ્વમાં નાનકડા ટપકાં જેવી છે. આખા વિશ્વમાં પૃથ્વી પર જ યોગ્ય વાતાવરણ હોવાથી, એના સિવાય બીજે ક્યાંય જીવન નથી.

આપણે સુંદર પૃથ્વી પર ભરપૂર ખુશી લૂંટી શકીએ છીએ. કડકડતી ઠંડીમાં કૂણા કૂણા તાપની ગરમી કેવી સરસ લાગે! ઊગતા-આથમતા સૂરજને જોવાની કેવી મઝા આવે! પણ જો સૂર્ય ન હોત તો જીવન જ ન હોત.

સૂર્યમંડળ પૃથ્વી ને બીજા ગ્રહોનું બનેલું છે. એ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. શાને લીધે? ગુરુત્વાકર્ષણને લીધે. એનાથી સૂરજ સૂર્યમંડળના ગ્રહોને પોતાની તરફ ખેંચી રાખે છે. સ્કૂલમાં વિજ્ઞાન શીખવે છે તેમ આપણી મંદાકિની કે દૂધગંગાની વચ્ચે આપણું સૂર્યમંડળ આવેલું છે. એ સૂર્યમંડળ સંગીતની સીડીની જેમ કરોડો વર્ષોથી ગોળ ગોળ ફરે છે. આપણી આકાશગંગામાં સૂર્ય જેવા કેટલા તારા છે? સો અબજથી પણ વધારે!

વિશ્વમાં આપણી મંદાકિની જેવી હજારો આકાશગંગાનાં મોટાં ઝૂમખાં હોય છે. એ ગુરુત્વાકર્ષણથી બંધાયેલાં છે. આપણી મંદાકિની ૩૫ જેટલી આકાશગંગા કે તારામંડળનાં એક ઝૂમખામાં આવેલી છે. જો આપણી સૂર્યમાળા બીજા કોઈ મોટા ઝૂમખાંમાં હોત તો અનેક તકલીફો આવત. બે વૈજ્ઞાનિકોએ પોતાના પુસ્તકમાં કહ્યું કે આખા વિશ્વમાં પૃથ્વી સિવાય ‘જીવન ટકી શકે એવી કોઈ જગ્યા નથી.’​—⁠અજોડ ગ્રહ (અંગ્રેજી) ગીએરમો ગન્ઝાલેઝ અને જે વેસ્લી રીચાર્ડ્‌સ.

હવે સવાલ થાય કે પૃથ્વી પર જીવન આવ્યું ક્યાંથી? શું એ પોતાની મેળે આવ્યું હોઈ શકે? કે પછી એના કોઈ બનાવનાર છે?

ઘણા માને છે કે પૃથ્વીને એવી રીતે બનાવવામાં આવી, જેથી એના પર જીવન ટકી શકે. * સદીઓ પહેલાં એક ઈશ્વરભક્તે સૃષ્ટિની રચના વિષે ઈશ્વરને કહ્યું કે, “આકાશો, જે તારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરૂં છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે.” (ગીતશાસ્ત્ર ૮:૩, ૪) એ ઈશ્વરભક્ત માનતા હતા કે વિશ્વ ઈશ્વરના હાથની કમાલ છે. આજના વિજ્ઞાનયુગમાં શું એ માની શકાય? (w 07 2/15)

[Footnote]

^ બાઇબલમાં ગીતશાસ્ત્રનું આઠમું ભજન વાંચો.

[Box/Picture on page 3]

‘દૂરથી પૃથ્વી જાણે અંધારામાં ચમકતો આસમાની હીરો જોઈ લો!’​—પૃથ્વી એક ચમત્કાર, સાયન્સનો એક ચિત્રકોશ (અંગ્રેજી).

[Credit Line]

પૃથ્વી: U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA