સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું જીવનમાં કદી સુખ-શાંતિ આવશે?

શું જીવનમાં કદી સુખ-શાંતિ આવશે?

શું જીવનમાં કદી સુખ-શાંતિ આવશે?

શા માટે એ જાણવું જોઈએ? જવાબ માટે ચાલો એક દાખલો લઈએ. ધારો કે જીવન દુઃખોથી ભરેલું છે. તેથી અમુકને લાગશે કે “ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.” (૧ કોરીંથી ૧૫:૩૨) એ કારણે ઘણી વાર લોકો દારૂડિયા અને ખાઉધરા બને છે. એવા લોકોને કદીયે જીવનમાં સંતોષ નહિ મળે.

ઘણા માને છે કે માણસનું રાજ ચાલશે ત્યાં સુધી જીવન દુઃખોથી ભરેલું રહેશે. આજે લોકો હવા, પાણી ને જમીન બગાડી રહ્યાં છે. સરકારો ન્યુક્લિઅર બૉમ્બ બનાવે છે. આતંકવાદ વધી રહ્યો છે. અબજો લોકો ગરીબી અને બીમારીથી પીડાય છે. પણ આપણે ગભરાવાની જરૂર નથી. આપણા માટે ચોક્કસ સોનેરી દિવસો આવવાના છે.

આપણે કેવી રીતે એ કહી શકીએ? ઈશ્વર જાણે છે કે આવતી કાલ કેવી હશે. તેમણે બાઇબલમાં કહ્યું કે “આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું.” (યશાયાહ ૪૬:૧૦) જીવનમાં કેવી સુખ-શાંતિ હશે એ વિષે ચાલો આપણે જોઈએ.

બાઇબલ શું કહે છે?

ઈશ્વરે કહ્યું કે “જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો” છે. (પ્રકટીકરણ ૧૧:૧૮) એટલે જાણીજોઈને પૃથ્વી બગાડે છે, તેઓનો ઈશ્વર નાશ કરશે. પછી ઈશ્વર માણસજાત માટે પોતાની ઇચ્છા પૂરી કરશે. એટલે તે પૃથ્વીને સુંદર બનાવશે. (ઉત્પત્તિ ૧:૨૬-૩૧; ૨:૮, ૯; માત્થી ૬:૯, ૧૦) હવે બાઇબલની અમુક કલમો આપી છે. એ વાંચો. એનાથી આપણને શીખવા મળશે કે જલદી જ ઈશ્વર કેવાં પગલાં ભરશે.

ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯. “યહોવાહનાં કૃત્યો જુઓ, તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્‍નિથી બાળી નાખે છે.”

યશાયાહ ૩૫:૫, ૬. “આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે; . . . અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.”

યશાયાહ ૬૫:૨૧, ૨૨. “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમ કે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.”

દાનીયેલ ૨:૪૪. ‘એ રાજાઓના સમયમાં સ્વર્ગમાં ઈશ્વર એક રાજ્ય શરૂ કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજ્યનો વિનાશ કરશે અને તે સદા રહેશે.’કોમન લેંગ્વેજ.

યોહાન ૫:૨૮, ૨૯. ‘એથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવી વેળા આવે છે કે જેઓ મરી ગયા છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. અને સજીવન થશે.’

પ્રકટીકરણ ૨૧:૩, ૪. ‘ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ, શોક કે રૂદન કે દુઃખ ફરીથી આવશે નહિ. પ્રથમની વાતો જતી રહેલી છે.’

બાઇબલના સંદેશાથી આપણા જીવનમાં સંતોષ મળે છે

ઉપરની કલમો વાંચીને આપણને કદાચ લાગે કે એવા ફેરફારો કદીયે નહિ થાય. એ તો મોટાં મોટાં સપનાં છે. પણ ઈશ્વરે એ વચન આપ્યું છે, કોઈ માણસોએ નહિ. અને ઈશ્વર ‘કદી જૂઠું બોલતા નથી.’—તીતસ ૧:૨.

આજે દુનિયામાં યુદ્ધો ચાલે છે. લોકો ગરીબ છે. બીમારીથી પીડાય છે. મોટી ઉંમરને લીધે ઘણાનું જીવન તકલીફોથી ભરેલું છે. તોપણ આપણે ઈશ્વરનાં વચનો પર પૂરો ભરોસો રાખી શકીએ કે તે જલદી જ પૃથ્વી પર સારા ફેરફાર લાવશે. આપણે તેમના નીતિ-નિયમો પ્રમાણે જીવવું જોઈએ. એનાથી મનની શાંતિ મળશે. જીવનમાં સંતોષ મળશે.

આપણે ઈશ્વરનાં વચનો પર ભરોસો રાખવા સાથે ‘મનનું પૂરેપૂરું બદલાણ પણ કરવું જોઈએ.’ ત્યાર પછી જ આપણે ‘ઈશ્વરની ઇચ્છા પારખી શકીશું.’ (રૂમી ૧૨:૨) એ માટે અમે તમને બાઇબલમાંથી વધારે શીખવાનું ઉત્તેજન આપીએ છીએ. (w08 2/1)

[પાન ૮, ૯ પર ચિત્રો]

જીવનમાં કેવી સુખ-શાંતિ આવશે એ વિષે પવિત્ર બાઇબલ શું જણાવે છે?

યશાયાહ ૩૫:૫

યશાયાહ ૩૫:૬

યોહાન ૫:૨૮,૨૯