સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની શક્તિ તારાઓમાં ચમકે છે!

ઈશ્વરની શક્તિ તારાઓમાં ચમકે છે!

ઈશ્વરની શક્તિ તારાઓમાં ચમકે છે!

‘તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્‍ન કર્યા છે? તે બળવાન હોવાથી પોતાના પરાક્રમથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.’—યશાયાહ ૪૦:૨૬.

આપણો સૂરજ એક મધ્યમ કદનો તારો છે. બીજા અનેક નાના-મોટા તારાઓ છે. સૂરજ આપણી પૃથ્વી કરતાં ૩ લાખ ૩૦ હજાર ગણો મોટો છે. તોયે અમુક તારા સૂરજ કરતાં પણ મોટા છે. જેમ કે વી૩૮૨ સીગ્‍ની સૂર્ય કરતાં ૨૭ ગણો મોટો છે!

એવી આગની કલ્પના કરો જેનાથી તમે ૧૫ કિલોમીટર દૂર હોવ તોપણ શેકાઈ જાવ. સૂરજ તો પૃથ્વીથી લગભગ ૧૫ કરોડ કિલોમીટર દૂર છે. તોયે ભરબપોરનો તાપ આપણાથી સહેવાતો નથી. પૃથ્વી પર જીવન ટકાવવા સૂર્યની કેટલી શક્તિ જરૂરી છે? જો સૂર્યની કુલ શક્તિના એક અબજ ભાગ પાડીએ તો એના એક ભાગનો લગભગ અડધો ટકો!

સૂર્યમાંથી કેટલી શક્તિ કે ઊર્જા ઉત્પન્‍ન થાય છે? વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, એટલી ઊર્જા ઉત્પન્‍ન થાય છે કે પૃથ્વી જેવા કરોડોને કરોડો (૩૧ ટ્રિલિયન) ગ્રહોને એ ટકાવી શકે. એ સમજવું અઘરું લાગી શકે. ચાલો એક દાખલો લઈએ. સૂરજમાંથી પેદા થતી ફક્ત એક સેકંડની ઊર્જા ભેગી કરો તો, અમેરિકાના લોકોને “૯૦ લાખ વર્ષો સુધી ચાલે.”—સ્પેસ વેધર પ્રીડીક્શન સેન્ટરની વેબસાઇટ.

સૂરજના કેન્દ્રમાંથી બેસુમાર ગરમી ઉત્પન્‍ન થાય છે. એ જાણે કે ધગધગતી અણુભઠ્ઠી છે. સૂરજનું કેન્દ્ર એવું તો ઘટ્ટ છે કે એમાં પેદા થતી ઊર્જાને સપાટી પર આવતા લાખો વર્ષ લાગે છે. ઉપર જણાવેલી વેબસાઇટ કહે છે: “આજે સૂરજ ગરમી પેદા કરવાનું બંધ કરે તોપણ, એની અસર આપણને પાંચેક કરોડ વર્ષ પછી પડે.”

જે તારા આપણે જોઈ શકીએ છીએ, એ પણ સૂરજની જેમ ઊર્જા પેદા કરે છે. સાયન્ટિસ્ટની ગણતરી પ્રમાણે વિશ્વમાં ગણ્યા ગણાય નહિ એટલા બધા તારા છે.

એ ક્યાંથી આવ્યા? ઘણાનું માનવું છે કે ૧૪ અબજ વર્ષ પહેલાં જબરજસ્ત વિસ્ફોટ થયો હતો. તેઓ જાણતા નથી કે કેમ અને કઈ રીતે એ વિસ્ફોટ થયો હતો.

બાઇબલ કહે છે કે શરૂઆતમાં “દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.” (ઉત્પત્તિ ૧:૧) જબરજસ્ત તારાઓથી ભરેલું વિશ્વ બનાવનાર જરૂર “બળવાન” છે.—યશાયાહ ૪૦:૨૬.

બીજી કઈ રીતે ઈશ્વર શક્તિ વાપરે છે?

યહોવાહ પોતાના ભક્તોને મદદ કરવા પણ શક્તિ વાપરે છે. પાઊલનો દાખલો લઈએ. તે બીજાઓને ઈશ્વર વિષે શીખવતા હતા. તેમણે સખત વિરોધ સહન કર્યો. એ કઈ રીતે કરી શક્યા? તેમણે કહ્યું કે પોતાની શક્તિથી નહિ, પણ ‘ઈશ્વરના બળથી.’—૨ કોરીંથી ૪:૭-૯, કોમન લૅંગ્વેજ.

યહોવાહ પોતાના દુશ્મનોનો નાશ કરવા પણ શક્તિ વાપરે છે. સદોમ-ગમોરાહ અને નુહના જમાનામાં દુષ્ટ લોકોનો ઈશ્વરે નાશ કર્યો હતો. એ જણાવ્યા પછી ઈસુએ કહ્યું કે યહોવાહ ફરીથી સર્વ દુષ્ટોનો નાશ કરશે.—માત્થી ૨૪:૩, ૩૭-૩૯; લુક ૧૭:૨૬-૩૦.

ઈશ્વર વિષે તમને કેવું લાગે છે?

સદીઓ પહેલાં ઈસ્રાએલના રાજા દાઊદે તારાઓનો વિચાર કર્યો. તેમણે ઈશ્વરને કહ્યું, ‘આકાશો, જે તારા હાથનાં કામ છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરૂં છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે, કે તું તેને યાદ કરે? અને મનુષ્ય કોણ, કે તું તેની સંભાળ લે?’—ગીતશાસ્ત્ર ૮:૩, ૪.

આખા વિશ્વની આગળ આપણે તો રેતીના કણ જેટલા પણ નથી. તોયે આપણે ઈશ્વરની અપાર શક્તિની મદદ લઈ શકીએ. એક ભક્તે ઈશ્વર વિષે કહ્યું, ‘નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો થાકી જશે, અને જુવાનો ઠોકર ખાશે જ; પણ યહોવાહની વાટ જોનાર શક્તિ પામશે; તેઓ ગરૂડની પેઠે પાંખો ફેલાવશે; તેઓ દોડશે, ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને કમજોર થશે નહિ.’—યશાયાહ ૪૦:૨૯-૩૧.

તમે ઈશ્વરની ભક્તિ કરશો તો તે તમને પણ શક્તિ આપશે. એ માટે ઈશ્વરને પ્રાર્થના કરો. (લુક ૧૧:૧૩) પછી ઈશ્વરના સાથથી તમે ગમે એવી તકલીફો સહી શકશો. ઈશ્વરના માર્ગે ચાલતા રહેવા હિંમત મળશે.—ફિલિપી ૪:૧૩. (w08 5/1)

[Blurb on page 7]

ઈશ્વરની શક્તિથી

તેમના માર્ગે ચાલી શકશો

[Picture on page 7]

ડાબે ઉપર: વર્લપુલ આકાશગંગા; ડાબે નીચે: દેવયાની આકાશગંગા; ઉપર વચ્ચેનું: તારાનો ઝૂમખો પ્લેઆડેસ; જમણે: મૃગમંડળ

[Picture on page 7]

સૂર્ય પૃથ્વીથી ત્રણ લાખ ત્રીસ હજાર ગણો મોટો છે

[Picture on page 7]

પ્લેઆડેસ: NASA, ESA and AURA/Caltech; બાકીના બીજા: National Optical Astronomy Observatories