સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નુહ અને પ્રલય વાર્તા નહિ, પણ હકીકત!

નુહ અને પ્રલય વાર્તા નહિ, પણ હકીકત!

નુહ અને પ્રલય વાર્તા નહિ, પણ હકીકત!

શું તમને એવું ગમે કે બધા લોકો હળી-મળીને રહે? કોઈ લડાઈ, ગુના કે જુલમ ન હોય? એમ હોય તો, પહેલાના જમાનાના આ બનાવ વિષે જાણવાનું તમને ગમશે. નુહ નામે એક ઈશ્વરભક્ત હતા. ઈશ્વરના કહેવા પ્રમાણે તેમણે એક વહાણ બાંધ્યું. આખી દુનિયા પર પ્રલય આવ્યો ત્યારે, તે પોતાના કુટુંબ સાથે બચી ગયા. બધા દુષ્ટ લોકો નાશ પામ્યા.

આખી દુનિયામાં લોકો જુદી જુદી રીતે નુહના પ્રલય વિષે જણાવે છે. બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક, અધ્યાય ૬-૯ એ વિષે જણાવે છે. કુરાન પણ એ વિષે જણાવે છે. હિંદુ માન્યતા પ્રમાણે, ઈશ્વરે મનુને વહાણ બાંધવાનું કહ્યું, જેથી બીજા સાત ઋષિઓ સાથે તે પ્રલયમાંથી બચી જાય. તો પછી સવાલ એ થાય કે શું નુહના જમાનામાં સાચે જ પ્રલય આવ્યો હતો? કે પછી એ બોધ આપતી એક વાર્તા જ છે? ઘણા પંડિતો અને વૈજ્ઞાનિકોએ એના વિષે સદીઓથી ચર્ચા કરી છે. જોકે બાઇબલ એ બનાવ વિષે કોઈ શંકા રહેવા દેતું નથી. એ કહે છે કે નુહના જમાનાનો પ્રલય વાર્તા નહિ પણ હકીકત છે.

બાઇબલ જણાવે છે કે પ્રલય કઈ તારીખે, કયા મહિનામાં અને કયા વર્ષે આવ્યો. અરે, એ પણ જણાવે છે કે પાણી ઊતર્યાં ત્યારે, નુહનું વહાણ ક્યાં જઈને અટક્યું. વહાણ વિષેની વિગતવાર માહિતી પણ જણાવવામાં આવી છે. એની રચના, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ને એમાં કેવો માલ વાપર્યો વગેરે. જ્યારે કે પ્રલયની બીજી બધી વાર્તાઓમાં આવી વિગતો નથી હોતી.

બાઇબલમાં એવી બે વંશાવળીઓ છે, જે પુરાવો આપે છે કે નુહ હકીકતમાં જીવી ગયા છે. (૧ કાળવૃત્તાંત ૧:૪; લુક ૩:૩૬) એ માહિતી ઈશ્વરભક્ત એઝરા અને લુકે ઝીણવટથી શોધ કરીને લખી. લુક તો ઈસુની વંશાવળી છેક નુહ સુધી લઈ ગયા.

યશાયાહ, હઝકીએલ, પાઊલ અને પીતર બધા ઈશ્વરભક્તોએ પ્રલય વિષે વાત કરી.—યશાયાહ ૫૪:૯; હઝકીએલ ૧૪:૧૪, ૨૦; હેબ્રી ૧૧:૭; ૧ પીતર ૩:૧૯, ૨૦; ૨ પીતર ૨:૫.

ઈસુએ પણ કહ્યું: ‘જેમ નુહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નુહ વહાણમાં ગયો અને જલપ્રલયે આવીને બધાનો નાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવાતા હતા.’ (લુક ૧૭:૨૬, ૨૭) જો એમ થયું જ ન હોય, તો ‘માણસના દીકરાના દિવસો’ વિષે ઈસુએ જે કહ્યું, એ પણ નકામું જ કહેવાય!

પીતરે કહ્યું કે “ઠઠ્ઠા કરનારા” બાઇબલની વાત હસી કાઢશે. તેમણે લખ્યું: ‘તેઓ જાણીજોઈને ભૂલી જાય છે કે નુહના સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું.’ શું આપણે પણ એ હકીકત ભૂલી જવી જોઈએ? ના, કેમ કે પીતરે કહ્યું: ‘હમણાંનાં આકાશ અને પૃથ્વી ન્યાયના દિવસ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી, બાળવાને સારૂ તૈયાર રાખેલાં છે.’—૨ પીતર ૩:૩-૭.

ઈશ્વર ફરીથી દુષ્ટ જગતનો નાશ કરશે, ચોક્કસ કરશે! એમાંથી તે ઈશ્વરભક્તોને બચાવશે. આપણે નુહના પગલે ચાલીશું તો, દુષ્ટ લોકોનો નાશ થશે ત્યારે બચી જઈશું. ઈશ્વરની નવી દુનિયામાં સુખેથી રહીશું! (w08 6/1)