સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ના, એ સાચું નથી!’

‘ના, એ સાચું નથી!’

‘ના, એ સાચું નથી!’

જુલાઈ ૧૭, ૨૦૦૭ની મંગળવારની સાંજ. સાતેક વાગ્યાનો સમય. બ્રાઝિલના સાઓ પાઊલોના ઍરપોર્ટ પર પ્લેન રન-વે પર અટકવાને બદલે, મેઇન રોડ ઓળંગીને ગોદામમાં અથડાયું. ૨૦૦ માણસો માર્યા ગયા!

આવું બ્રાઝિલમાં કદીયે થયું ન હતું. ક્લોડેટ નામની સ્ત્રીનો ૨૬ વર્ષનો દીકરો રેનાટો એ જ પ્લેનમાં હતો. ઑક્ટોબરમાં તો તેના લગ્‍ન થવાના હતા. ક્લોડેટે આ ન્યૂઝ ટીવીમાં સાંભળ્યા ત્યારે, પલભર તો તેનું દિલ ધબકારો ચૂકી ગયું. તેમણે ઘણી વાર રેનાટોને મોબાઇલ પર રીંગ મારી, પણ કોઈ જવાબ નહિ. તે ઢગલો થઈને બેસી પડી ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

હવે એન્તજેનો વિચાર કરો. જેની સાથે તેના લગ્‍ન થવાના હતા, એ છોકરાને જાન્યુઆરી ૧૯૮૬માં ઍક્સિડન્ટ થયો. તે ગુજરી ગયો. એ જાણીને એન્તજેની હાલત ખરાબ થઈ ગઈ. તે સુધ-બુધ ખોઈ બેઠી. તેણે કહ્યું કે ‘મને એ માનવામાં જ ન આવ્યું. એવું લાગ્યું કે ખરાબ સપનું છે. હું જાગીશ ત્યારે હકીકત જુદી જ હશે. હું બેચેન બની ગઈ, મારો જીવ ગભરાવા લાગ્યો.’ એ પછી એન્તજે ત્રણ વર્ષ ડિપ્રેશ રહી. એને ૨૦ વર્ષ વીતી ગયાં. એનો વિચાર કરતા આજેય તે ધ્રૂજી ઊઠે છે.

કોઈ ગુજરી જાય, એનું દુઃખ સહેવું કઠણ છે. ભલે પછી એ ઍક્સિડન્ટમાં કે બીમારીથી કે ઘડપણને લીધે ગુજરી જાય. નાન્સીની મમ્મી વર્ષોથી બીમાર હતાં. ૨૦૦૨માં તે ગુજરી ગયાં. નાન્સીને એવો આઘાત લાગ્યો કે તે હૉસ્પિટલના ફ્લૉર પર જ ઢગલો થઈ ગઈ. તેની દુનિયા વેરવિખેર થઈ ગઈ. એને પાંચ વર્ષ વીતી ગયાં. તોયે આજે પણ નાન્સીને તેની મમ્મી યાદ આવે ત્યારે, તે રડી પડે છે.

ડૉક્ટર હૉલી જી. પ્રીગરસને કહ્યું, “પોતાના ગુજરી ગયેલાને કોઈ કદીયે ભૂલતું નથી. બસ, તેમની જુદાઈ સહીને જીવતા શીખી જઈએ છીએ.” જો તમારું કોઈ સગું-વહાલું ગુજરી ગયું હોય તો આવા સવાલ થઈ શકે: ‘શું રડવા કે ડિપ્રેશ થવા જેવી લાગણીઓ નોર્મલ છે? હું કઈ રીતે એ સહી શકું? હું ફરી તેમને મળી શકીશ?’ હવે પછીના લેખમાં એના જવાબ મળશે. (w 08 7/1)

[Picture on page 3]

EVERTON DE FREITAS/AFP/Getty Images