સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુજરી ગયેલાનું દુઃખ કઈ રીતે સહેવું?

ગુજરી ગયેલાનું દુઃખ કઈ રીતે સહેવું?

ગુજરી ગયેલાનું દુઃખ કઈ રીતે સહેવું?

‘યાકૂબના સર્વ દીકરા તથા તેમની સર્વ દીકરીઓ તેમને દિલાસો દેવાને ઊઠ્યાં; પણ તેમણે દિલાસો પામવાને ના પાડી અને કહ્યું, કે હું શોક કરતો કરતો મારા દીકરાની પાસે જઈશ; અને તે તેને સારૂ રડ્યો.’—ઉત્પત્તિ ૩૭:૩૫.

ઈશ્વરભક્ત યાકૂબ આજથી હજારો વર્ષ પહેલાં થઈ ગયા. દીકરાના મોતથી દુઃખી દુઃખી થઈ ગયા. તેમને લાગ્યું કે મરતા સુધી તે શોક કર્યા કરશે. આવા સંજોગોમાં આપણને પણ એવું લાગી શકે. શું એનો અર્થ એમ થાય કે ઈશ્વર પરથી આપણી શ્રદ્ધા ડગી ગઈ છે? ના, એવું નથી!

બાઇબલ જણાવે છે કે યાકૂબને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. તેમના પિતા ઇસ્હાક અને દાદા ઈબ્રાહીમને પણ એવી જ શ્રદ્ધા હતી. (હેબ્રી ૧૧:૮, ૯, ૧૩) એક વખતે યાકૂબે આશીર્વાદ પામવા સ્વર્ગદૂત સાથે આખી રાત કુસ્તી કરી. (ઉત્પત્તિ ૩૨:૨૪-૩૦) યાકૂબના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? ઈશ્વર સાથે પાકો નાતો હોય, તોપણ કોઈ ગુજરી જાય ત્યારે આપણને દુઃખ થાય છે. આઘાત લાગે છે. એમાં કંઈ ખોટું નથી.

કોઈ ગુજરી જાય ત્યારે . . .

એવા વખતે આપણું હૈયું વીંધાઈ જાય છે. બધા જુદી જુદી રીતે શોક કરીએ છીએ. લિઓનાર્ડો ૧૪ વર્ષનો હતો ત્યારે અચાનક તેના પપ્પા ઑફ થઈ ગયા. તેની માસીએ એ સમાચાર આપ્યા. પહેલા તો તે માનવા તૈયાર જ ન હતો. ફ્યુનરલ વખતે પણ એ હકીકત તે સ્વીકારી ન શક્યો. છએક મહિના સુધી તે રડી ન શક્યો. ઘણી વાર તે પપ્પાના આવવાની રાહ જોતો બેસી રહેતો. આવું તો વરસ સુધી ચાલ્યું. આખરે તેણે એ કડવી હકીકત માનવી પડી. તેને લાગ્યું કે ‘દુનિયામાં મારું કોઈ જ નથી.’ ઘરમાં એકલો પડતો ત્યારે તેને પપ્પાની યાદ બહુ સતાવતી. તે રડી પડતો.

લિઓનાર્ડોનો અનુભવ બતાવે છે કે ગુજરી ગયેલાની જુદાઈનો કડવો ઘૂંટડો ગળે ઉતારવો સહેલો નથી. પણ દરરોજ મનને મનાવીને જીવવું પડે છે. જેમ કોઈ ઘા રૂઝાતા વાર લાગે, તેમ દિલ પર પડેલો આ ઘા રૂઝાતા વર્ષો પણ લાગે.

વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેમની ખોટ સાલે છે. પણ એવી લાગણીઓ દિલમાં જ રાખવી ન જોઈએ. નહિતર આપણને જ નુકસાન થશે. પણ આપણે કઈ રીતે દુઃખ હળવું કરીને જીવી શકીએ? ચાલો જોઈએ. *

દુઃખ હળવું કરવું

ઘણાને કદાચ બીજા સાથે વાત કરવાથી સારું લાગે. ઈશ્વરભક્ત અયૂબનો દાખલો લઈએ. તેમનાં દસેય બાળકો અચાનક ગુજરી ગયાં. તેમના પર બીજી અનેક આફતો આવી પડી. અયૂબે કહ્યું: ‘હું જિંદગીથી કંટાળી ગયો છું; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ; મારા જીવની વેદનાએ હું બોલીશ.’ (અયૂબ ૧:૨, ૧૮, ૧૯; ૧૦:૧) અયૂબે દિલની વાત કરીને “છૂટે મોઢે વિલાપ” કર્યો.

પાઊલ નામના એક ભાઈની મમ્મી ગુજરી ગયાં ત્યારે તેમણે કહ્યું: ‘મારું દુઃખ સહેવા હું બીજા સાથે વાતો કરતો.’ મિત્રો સાથે વાત કરવાથી દિલનો ભાર હળવો થાય છે. (નીતિવચનો ૧૭:૧૭) યાનબેનનો દાખલો લઈએ. તેમની મમ્મી ઑફ થઈ ગયા પછી, તેમણે મંડળના ભાઈ-બહેનોને પોતાને ઘેર વધારે આવતા રહેવા જણાવ્યું. તે કહે છે કે ‘હું વાત કરીને દિલનો ભાર હળવો કરી શકી.’ કદાચ તમને પણ એમ કરવાથી સારું લાગી શકે.

અમુક લોકો પોતાની લાગણીઓ લખી લઈને દુઃખ હળવું કરે છે. ઈશ્વરભક્તો શાઊલ અને યોનાથાન ગુજરી ગયા ત્યારે, દાઊદે શોક ગીત રચ્યું. એ આપણે બાઇબલમાં વાંચી શકીએ છીએ.—૨ શમૂએલ ૧:૧૭-૨૭.

અમુક વ્યક્તિ રડીને દિલનો ભાર ઠાલવે છે. બાઇબલ કહે છે કે “દરેક બાબતને માટે” સમય છે. અરે, ‘રડવાનો પણ વખત હોય છે.’ (સભાશિક્ષક ૩:૧,) બાઇબલ એવા અનેક લોકો વિષે જણાવે છે, જેઓ ખુલ્લેઆમ રડ્યા હતા. (ઉત્પત્તિ ૨૩:૨; ૨ શમૂએલ ૧:૧૧, ૧૨) ઈસુ પોતાના જિગરી દોસ્ત લાજરસની કબર પાસે પહોંચ્યા ત્યારે ‘રડી પડ્યા.’ (યોહાન ૧૧:૩૩, ૩૫) આપણે પણ લોકો સામે રડી પડીએ તો શરમાવું ન જોઈએ.

આવા કઠિન સંજોગો સહન કરવા મુશ્કેલ છે. કદાચ એમાંથી બહાર આવવા ઘણો સમય લાગે પણ ખરો. એવા વખતે લાગણીઓ સુનામી જેવી હોય છે, જેને આપણે રોકી શકતા નથી. જો રડી પડાય તો કંઈ ખોટું નથી. એ નોર્મલ છે. એનાથી દિલના ઘા રૂઝાશે.

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

બાઇબલ કહે છે, ‘તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.’ (યાકૂબ ૪:૮) એમ કરવા પ્રાર્થના જેવું બીજું કંઈ જ નથી. “તારો બોજો [ઈશ્વર] યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) યહોવાહ ‘આશાભંગ થએલાઓની પાસે છે, અને નમ્ર લોકોને તે તારે છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) મિત્ર સાથે વાત કરવાથી દિલ હળવું થાય છે. યહોવાહ આગળ દિલ ઠાલવવાથી હજુયે વધારે મદદ મળશે!—૨ થેસ્સાલોનીકી ૨:૧૬, ૧૭.

આપણે આગળ પાઊલભાઈની વાત કરી. તેમણે કહ્યું, ‘મારું આ દુઃખ સહેવાતું નહિ ત્યારે હું ઘૂંટણે પડીને કહેતો કે “પ્લીઝ યહોવાહ મને મદદ કરો!”’ તે માને છે કે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી. તમે પણ એમ કરશો તો, “સર્વ દિલાસાનો દેવ” તમને હિંમત અને શક્તિ આપશે.—૨ કોરીંથી ૧:૩, ૪; રૂમી ૧૨:૧૨.

ગુજરી ગયેલા જીવતા થશે

બાઇબલ શીખવે છે કે ગુજરી ગયેલા પાછા ઊઠશે. * ઈસુએ કહ્યું, ‘જે મારા પર વિશ્વાસ કરે છે તે મરી જાય તો પણ જીવતો થશે.’ (યોહાન ૧૧:૨૫) તે પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ગુજરી ગયેલા અમુકને જીવતા કર્યા હતા. બાર વર્ષની એક છોકરીને પણ જીવતી કરી, જેનાં માબાપનો આનંદ સમાતો ન હતો. (માર્ક ૫:૪૨) ઈસુ અત્યારે સ્વર્ગમાં યહોવાહના રાજ્યના રાજા છે. થોડા જ વખતમાં તે ગુજરી ગયેલાને સ્વર્ગ જેવી ધરતી પર જીવતા કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫; ૨ પીતર ૩:૧૩) ગુજરી ગયેલાં સગાં-વહાલાંને આપણે ફરીથી મળીશું, એનો વિચાર કરો!

આપણે અગાઉ ક્લોડેટની વાત કરી, જેમનો દીકરો રેનાટો પ્લેન ઍક્સિડન્ટમાં ગુજરી ગયો. ક્લોડેટ તેનો ફોટો ફ્રિજ પર રાખે છે. ફોટો જોઈને તે વિચારે છે: ‘જલદી જ આપણે ફરી મળીશું.’ લિઓનાર્ડોનું પણ સપનું છે કે તેના પિતાને ફરીથી મળશે. યહોવાહના ભક્તોનું પણ એ જ સપનું છે કે ગુજરી ગયેલા જલદી જ જીવતા કરાશે. એના વિષે શીખવાથી તમને પણ દિલાસો મળશે. (w 08 7/1)

[ફુટનોટ્‌સ]

^ બાળકને મરણ વિષે કઈ રીતે સમજાવવું? એના વિષે વધુ જાણવા ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે? પુસ્તિકા પાન ૨૫ જુઓ. યહોવાહના સાક્ષીઓની પુસ્તિકા.

^ એ વિષે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું સાતમું પ્રકરણ જુઓ. યહોવાહના સાક્ષીઓનું પુસ્તક.

[પાન ૫ પર ચિત્ર]

તમારા દુઃખ વિષે વાત કરવાથી દિલ હળવું થશે

[પાન ૬ પર ચિત્ર]

પોતાની લાગણીઓ લખી લેવાથી દુઃખ હળવું થશે

[પાન ૬ પર ચિત્ર]

બાઇબલ વાંચીએ, દિલાસો મેળવીએ

[પાન ૮, ૯ પર ચિત્ર]

ગુજરી ગયેલા ઈશ્વરભક્તોને ઈસુ જલદી જ જીવતા કરશે

[પાન ૭ પર બોક્સ]

યહોવાહ ‘દિલાસાના ઈશ્વર’ છે

યહોવાહ ‘કરુણાના પિતા અને દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ કરીએ.’—૨ કોરીંથી ૧:૩.

આ કલમ બતાવે છે કે યહોવાહ પોતાના ભક્તોને કોઈ પણ દુઃખ-તકલીફમાં દિલાસો આપે છે. અમુક વાર તે મંડળના ભાઈ-બહેનો દ્વારા એમ કરે છે.

લીઓનાર્ડોની આપણે આગળ વાત કરી, જેના પપ્પા ગુજરી ગયા હતા. તેને હિંમત અને દિલાસો આપતો એક અનુભવ યાદ આવે છે. એક દિવસ તે ઘરે આવ્યો ત્યારે એકદમ યાદ આવ્યું કે ‘પપ્પા તો ઘરે આવવાના નથી.’ તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. ઘરની પાસે આવેલા પાર્કમાં જઈને બેન્ચ પર બેઠો. રડતો જ રહ્યો. તેણે યહોવાહને પ્રાર્થના કરી. તરત જ એક વેન ઊભી રહી. એના ડ્રાઇવર મંડળના એક ભાઈ હતા. તે કશુંક ડિલિવરી કરવા જતા હતા, પણ ખોટા રસ્તા પર આવી ગયા. તેમને જોઈને લીઓનાર્ડોને દિલાસો મળ્યો.

બીજા એક ભાઈનો અનુભવ લઈએ. તેમની પત્ની ગુજરી ગયાં પછી તેમને સૂનું સૂનું લાગતું હતું. એક વાર તે બહુ નિરાશ હતા. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી. હજુ તો પ્રાર્થના કરતા હતા, એવામાં ફોનની રીંગ વાગી. એ તેમની પૌત્રીનો ફોન હતો. ભાઈએ કહ્યું, ‘ફોન પર વાત કરીને મને હિંમત મળી. હું માનું છું કે એ મારી પ્રાર્થનાનો જવાબ હતો.’

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

બીજાને દિલાસો આપીએ

‘ઈશ્વર સર્વ દુઃખોમાં દિલાસો આપે છે, જેથી કોઈ ગમે તેવાં દુઃખમાં હોય તેઓને આપણે દિલાસો આપીએ.’–૨ કોરીંથી ૧:૪.

યહોવાહના ઘણા ભક્તોએ એવો દિલાસો અનુભવ્યો છે. સમય જતા તેઓ પણ બીજાને દિલાસો આપી શક્યા છે.

ક્લોડેટ બહેનનો દાખલો લઈએ, જેમનો દીકરો પ્લેન ઍક્સિડન્ટમાં ગુજરી ગયો. એ પહેલાં, તે એક સ્ત્રીને બાઇબલમાંથી શીખવતા હતા. તે સ્ત્રીનો દીકરો લોહીની બીમારીથી (લ્યૂકેમિયાથી) ગુજરી ગયો હતો. તેને થયું કે ‘મારું દુઃખ ક્લોડેટ કદી સમજશે નહિ.’ પણ ક્લોડેટે દીકરો ગુમાવ્યા પછી, પેલી સ્ત્રી જોવા ગઈ કે તેને હજુ ભગવાનમાં શ્રદ્ધા છે કે નહિ. ક્લોડેટની અડગ શ્રદ્ધા જોઈને તે નવાઈ પામી. તે હવે મન મૂકીને ક્લોડેટ સાથે બાઇબલમાંથી શીખે છે અને દિલાસો પામે છે.

લીઓનાર્ડોના પપ્પા ગુજરી ગયા પછી તે સાઇન લૅંગ્વેજ શીખવા લાગ્યો. તે બહેરા-મૂંગાને બાઇબલમાંથી દિલાસો આપે છે. લીઓનાર્ડો કહે છે: ‘બીજાને ઈશ્વર વિષે શીખવવાથી મને પોતાનું દુઃખ સહેવા મદદ મળી છે. તોપણ અમુક વાર હું ઉદાસ થઈ જાઉં છું. હમણાં મારી એક બાઇબલ સ્ટડીએ બાપ્તિસ્મા લીધું, એનાથી મને બેહદ આનંદ થયો. ઘણા સમય પછી મારા જીવનમાં ખુશીની લહેર આવી.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.