સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૃથ્વીને ફક્ત પરમેશ્વર જ બચાવશે

પૃથ્વીને ફક્ત પરમેશ્વર જ બચાવશે

પૃથ્વીને ફક્ત પરમેશ્વર જ બચાવશે

એડગર મિથેલ નામના અવકાશયાત્રીએ આકાશમાંથી પૃથ્વીને જોતા કહ્યું, ‘ચળકાટ મારતો ભૂરો રત્ન!’

માણસનું જીવન ટકાવી રાખવા પરમેશ્વરે પૃથ્વીને સુંદર રીતે બનાવી છે. એટલે જ્યારે પૃથ્વી બનાવી ત્યારે સ્વર્ગદૂતોએ “હર્ષનાદ” કર્યો. (અયૂબ ૩૮:૭) આ સુંદર ગ્રહને યહોવાહે કેવી રીતે બનાવ્યો એ વિષે થોડું પણ જાણીશું તો આપણને પણ આનંદ થશે. પૃથ્વી પર જીવસૃષ્ટિ ટકી રહે એ માટે ઘણી જટિલ પ્રક્રિયાઓ થાય છે. એમાં સૌથી મહત્ત્વની અને જાણીતી પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ (ફોટોસિન્થેસિસ) છે. એમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોકસાઇડનો ઉપયોગ કરે છે. ઑક્સિજનને વાતાવરણમાં છોડે છે. જીવન ટકાવી રાખવા ઑક્સિજન ખૂબ જ જરૂરી છે.

બાઇબલ જણાવે છે કે ઈશ્વરે માણસને પૃથ્વીને સાચવવાની જવાબદારી સોંપી હતી. (ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫) માણસે પૃથ્વીનું પર્યાવરણ અને એની સુંદરતા જાળવી રાખવાની હતી. એ જવાબદારી ઉપાડવી કે નહિ એ તેની પોતાની મરજી હતી, કેમ કે પરમેશ્વરે માણસને સ્વતંત્રતા આપી છે. પણ માણસે એનો ખોટી રીતે ઉપયોગ કર્યો અને સ્વાર્થ માટે પૃથ્વીનો નાશ કરે છે.

પૃથ્વીને કેવી કેવી રીતે નુકસાન થયું છે? (૧) જંગલોનો નાશ થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવા લાગ્યું. એના લીધે ઋતુઓમાં મોટા મોટા ફેરફાર થવા લાગ્યા. (૨) વધારે પડતી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી જંતુઓ નષ્ટ થવા લાગ્યા. એના કારણે પાકને પરાગરજ ન મળવાથી એની વૃદ્ધિ અટકી ગઈ. (૩) સમુદ્ર અને નદીઓમાં હદ ઉપરાંત માછલીઓ પકડવાથી અને એમાં કૅમિકલ વગેરેનો કચરો નાખવાથી માછલીઓ મરવા લાગી છે. (૪) સ્વાર્થને લીધે માણસે કુદરતી સંપત્તિને શોષી લીધી છે. આવનાર પેઢી માટે કશું જ રાખ્યું નથી. એટલું જ નહિ આના લીધે ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા ઊભી થઈ છે. અમુક વૈજ્ઞાનિકો માને છે કે ગ્લોબલ વૉર્મિંગને લીધે ઉત્તર અને દક્ષિણ ઘ્રુવનો બરફ પીગળવા લાગ્યો છે.

કુદરતી આફતોમાં વધારો થવાથી ઘણા લોકો માને છે કે પરમેશ્વર બદલો લઈ રહ્યા છે. પણ યાદ રાખીએ કે પૃથ્વીને સંભાળવાની જવાબદારી સોંપીને યહોવાહે આપણને એક લહાવો આપ્યો છે. (ઉત્પત્તિ ૧:૨૬-૨૯) જોકે હાલના બનાવો પરથી જોવા મળે છે કે માણસોને પૃથ્વીની કોઈ પડી જ નથી. પોતાની સ્વાર્થી ઇચ્છાઓ પૂરી કરવા તેઓએ પૃથ્વીને બગાડી મૂકી છે. એના વિષે બાઇબલ પહેલેથી જ જણાવે છે કે માણસો ‘પૃથ્વીનો નાશ કરશે.’—પ્રકટીકરણ ૧૧:૧૮.

માણસો પૃથ્વીનો નાશ કરે એ પહેલાં ઈશ્વર પગલાં લેશે. * (માત્થી ૨૪:૪૪) બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે સર્વશક્તિમાન પરમેશ્વર યહોવાહ પૃથ્વીને બગાડનાર દુષ્ટ લોકોનો નાશ કરશે. (સફાન્યાહ ૧:૧૪; પ્રકટીકરણ ૧૯:૧૧-૧૫) સાચે જ ઈશ્વર પૃથ્વીને બચાવી લેશે. (w09 1/1)

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી જાગતા રહો! પુસ્તિકા જુઓ.