સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું નામ શું છે?

ઈશ્વરનું નામ શું છે?

ઈશ્વરનું નામ શું છે?

લોકો કહે છે:

▪ “ઈશ્વર એટલે ઈશ્વર. તેમને કોઈ નામ નથી.”

▪ “ઈશ્વર એક, નામ અનેક.”

ઈસુએ શું કહ્યું?

▪ ઈસુ માનતા હતા કે ઈશ્વરને નામ છે. એક જ નામ છે. તેમણે શિષ્યોને કહ્યું: “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ.”—માત્થી ૬:૯.

▪ ઈસુએ સર્વને ઈશ્વરનું નામ જણાવ્યું. તેમણે પ્રાર્થનામાં ઈશ્વરને કહ્યું: “મેં તેઓને તારૂં નામ જણાવ્યું છે, અને જણાવીશ; જેથી જે પ્રેમથી તેં મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.”—યોહાન ૧૭:૨૬.

ઈશ્વરને તેમના નામથી ઈસુ ઓળખતા. ઈસુએ લોકોને કહ્યું: “તમે કહેશો, કે પ્રભુને [યહોવાહને] નામે જે આવે છે તેને ધન્ય છે, ત્યાં સુધી તમે મને ફરી જોનાર નથી.”—લુક ૧૩:૩૫; ગીતશાસ્ત્ર ૧૧૮:૨૬. *

ઈશ્વર પોતાનું નામ જણાવતા કહે છે: “હું યહોવાહ છું; એ જ મારૂં નામ છે.” * (યશાયાહ ૪૨:૮) ઈશ્વરે પહેલી વાર ઇન્સાનને પોતાનું નામ હિબ્રૂ ભાષામાં જણાવ્યું હતું. એ પ્રમાણે ગુજરાતીમાં આપણે ‘યહોવાહ’ કહીએ છીએ. મૂળ બાઇબલ લખાણોમાં એ નામ હજારો વખત જોવા મળે છે. બાઇબલમાં બીજા કોઈ નામ કરતાં એ સૌથી વધારે વખત મળી આવે છે.

ઈશ્વરના નામ વિષે લોકોને પૂછીએ તો, ઘણા કહેશે: ‘ઈશ્વર એક, નામ અનેક.’ અથવા તો ‘ઈશ્વર એટલે ભગવાન. ઈશ્વર કહો, અલ્લાહ કહો, બધું એક જ.’ પણ જો પૂછીએ કે ચૂંટણીમાં કોણ જીત્યું? એના જવાબમાં કોઈ એક વ્યક્તિનું નામ કહેશે, અનેક નામ નહિ. તેમ જ એમ પણ નહિ કહે કે ‘નેતા’ જીત્યા. ‘ઈશ્વર’ અને ‘નેતા’ તો એક ખિતાબ છે, નામ નહિ.

ઈશ્વરે પોતાનું નામ જણાવ્યું, જેથી ઇન્સાન તેમને સારી રીતે ઓળખી શકે. દાખલા તરીકે, કોઈ માણસને સંજોગ મુજબ કોઈ સર કહેશે, બૉસ કહેશે, પપ્પા કહેશે કે પછી દાદા કહેશે. એ બતાવે છે કે સંજોગ પ્રમાણે તે માણસ કેવું કામ કરે છે. પણ તે માણસનું નામ તેની પૂરી ઓળખ આપે છે. એવી જ રીતે ઈશ્વર, ભગવાન, સરજનહાર, એ બધા ખિતાબો બતાવે છે કે તે કેવું કામ કરે છે. પણ ઈશ્વરનું નામ, યહોવાહ આપણને તેમની પૂરી ઓળખ આપે છે. તે કેવા છે એ યાદ અપાવે છે. જો આપણે ઈશ્વરનું ખરું નામ જાણતા ન હોઈએ, તો કઈ રીતે તેમને ઓળખી શકીએ?

ઈશ્વરનું નામ જાણવું જ પૂરતું નથી, એ નામ વાપરવું પણ જોઈએ. બાઇબલ કહે છે: “જે કોઈ પ્રભુને [યહોવાહને] નામે વિનંતી કરશે તે તારણ પામશે.”—રૂમી ૧૦:૧૩; યોએલ ૨:૩૨. (w09 2/1)

[ફુટનોટ્‌સ]

^ અહીં ઈસુ ગીતશાસ્ત્ર ૧૧૮:૨૬માંના શબ્દો જણાવે છે, જેમાં ‘પ્રભુ’ માટે યહોવાહ નામ વપરાયું છે.

^ એ નામનો અર્થ જાણવા યહોવાહના સાક્ષીઓનું પુસ્તક, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પાન ૧૯૫-૧૯૭ જુઓ. એ સમજાવશે કે કેમ અમુક બાઇબલમાં એ નામ નથી.

[પાન ૬ પર બ્લર્બ]

કોઈ માણસને સંજોગ મુજબ કોઈ સર, બૉસ, પપ્પા કે પછી દાદા કહેશે. પણ તે માણસનું નામ તેની પૂરી ઓળખ આપે છે