સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘મારો ટાઇમ આવ્યો ન હતો’

‘મારો ટાઇમ આવ્યો ન હતો’

‘મારો ટાઇમ આવ્યો ન હતો’

એક ટ્રક કચરો ભરીને જતી હતી. ડ્રાઇવરે કંટ્રોલ ગુમાવતા એ ફૂટપાથ પર ચડી ગઈ. ફૂટપાથ પર ચાલતા એક યુગલ અને ૨૩ વર્ષના એક યુવાનને લપેટમાં લીધા. યુગલ ત્યાં જ મરણ પામ્યું. યુવાન બેહોશ થઈ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો અને જાણ્યું કે શું થયું, ત્યારે તેણે કહ્યું: “કંઈ ખબર જ પડતી નથી કે શું થઈ રહ્યું છે. હે ભગવાન, મદદ કર.” પછી તેણે કહ્યું કે ‘મારો ટાઇમ આવ્યો ન હતો, નહિ તો હુંયે ગયો હોત.’—ન્યૂ યૉર્ક શહેરના છાપાનો રિપોર્ટ.

કદાચ તમે પણ એવું સાંભળ્યું હશે. આવી આફતમાંથી કોઈ બચી જાય તો, લોકો કહેશે કે ‘એનો ટાઇમ આવ્યો નʼતો.’ અથવા ‘જેવી ભગવાનની મરજી!’ ઘણા પોતાના નસીબ, કિસ્મત કે ભાગ્યને દોષ આપશે. આ રીતે ઘણા લોકો માને છે કે ફક્ત મરણ કે એક્સિડન્ટ જ નહિ, પણ જીવનમાં જે કંઈ બને છે, એ પહેલેથી નક્કી થયેલું હોય છે. કોઈ એને બદલી શકતું નથી. આવી માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે.

દાખલા તરીકે, બાબેલોનના લોકો માનતા કે તારા અને ગ્રહો માનવીના જીવનનું ભાવિ ઘડે છે. એટલે તેઓ એના માર્ગદર્શન વગર કંઈ કરતા નહિ. ગ્રીક અને રૂમી લોકો નસીબની દેવીઓને ભજતા. તેઓના માનવા પ્રમાણે એ દેવીઓ બધાનું ભવિષ્ય નક્કી કરતી. એમાં મુખ્ય દેવો ઝિયુસ કે જ્યુપિટરનું પણ કંઈ ન ચાલતું.

એશિયાના હિંદુ અને બૌદ્ધ લોકો માને છે કે ગયા ભવનાં કર્યા આજે ભોગવવા પડે છે. આ ભવમાં જે કરીએ, એના પરથી આવતો જનમ નક્કી થશે. બીજા ધર્મો અને ઘણાં ચર્ચો પણ માને છે કે જીવનમાં જે કંઈ બને, એ પહેલેથી નક્કી થયું હોય છે.

આપણો યુગ આટલો આગળ પડતો હોવા છતાં, ઘણા લોકો જીવનમાં બનતા બનાવોને નસીબ પર છોડી દે છે. તેઓનું માનવું છે કે એ બદલી શકાય એમ નથી. શું તમે પણ એવું જ માનો છો? શું જન્મ-મરણ, જીવનમાં આવતા સુખ-દુઃખ પહેલેથી નક્કી કરેલા છે? ચાલો જોઈએ કે પવિત્ર શાસ્ત્ર શું શીખવે છે. (w09 3/1)

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

Ken Murray/New York Daily News