સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?

નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?

નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?

યોહાન ૩:૧-૧૨માં ઈસુએ, નિકોદમસને કહ્યું કે નવો જન્મ પામવો જરૂરી છે. ચાલો જોઈએ કે ઈસુએ તેમને કેવી રીતે સમજાવ્યું.

ઈસુએ કહ્યું: “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી.” (યોહાન ૩:૩) અહીંયા ‘પામ્યું ન હોય’ અને ‘જઈ શકતું નથી’ બતાવે છે કે દેવના રાજ્યમાં જવા નવો જન્મ પામવો ખૂબ જરૂરી છે. એ વધારે સમજવા, માની લો કે કોઈ વ્યક્તિ કહે કે ‘સૂર્ય ન હોય ત્યાં સુધી અજવાળું થઈ શકતું નથી.’ અહીંયા તે કહેવા માંગે છે કે અજવાળું થવા માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. એ જ રીતે ઈસુ પણ કહેવા માંગતા હતા કે દેવના રાજ્યમાં જવા નવો જન્મ પામવો ખૂબ જરૂરી છે.

પછી યોહાન ૩:૭માં ઈસુએ કહ્યું: “તમારે નવો જન્મ પામવો જોઈએ.” અહીં ઈસુ સાફ બતાવે છે કે ‘દેવના રાજ્યમાં જવા’ નવો જન્મ પામવો ખૂબ મહત્ત્વનું છે.—યોહાન ૩:૫.

આ બે કલમમાં ઈસુએ ચોખવટ કરી કે નવો જન્મ પામ્યા વગર દેવના રાજ્યમાં જઈ શકાતું નથી. તેથી આ વિષેની પૂરેપૂરી સમજણ લેવી દરેક ખ્રિસ્તીની જવાબદારી છે. એ સમજવા ચાલો જોઈએ કે નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે? (w09 4/1)

[પાન ૫ પર બ્લર્બ]

‘સૂર્ય ન હોય ત્યાં સુધી અજવાળું થઈ શકતું નથી’