સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે?

નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે?

નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે?

ઘણા પાદરીઓ માને છે કે નવો જન્મ પામવો જરૂરી છે. તેઓ પોતાની માન્યતા સાચી ઠરાવવા ઈસુના શબ્દો વાપરે છે: “તમારે નવો જન્મ પામવો જોઈએ.” (યોહાન ૩:૭) આમ પાદરીઓ શીખવે છે કે વ્યક્તિ ઈસુમાં વિશ્વાસ રાખે અને અમુક બીજા પગલાં ભરે તો જ નવો જન્મ પામી શકે. એનાથી લાગે છે કે નવો જન્મ પામવો વ્યક્તિના હાથમાં છે. પણ શું ઈસુ એમ જ કહેવા માંગતા હતા?

આપણે ઈસુના શબ્દો ધ્યાન આપીએ તો, તેમણે એવું ન કહ્યું કે વ્યક્તિ ચાહે ત્યારે નવો જન્મ લઈ શકે. મૂળ ગ્રીક ભાષામાં નવા જન્મનો અર્થ, “ઉપરથી જન્મ પામવો” થાય છે. “ઉપરથી” શબ્દ બતાવે છે કે નવો જન્મ ‘આકાશમાંથી’ કે ‘પિતા’ તરફથી થાય છે. * (યોહાન ૧૯:૧૧; યાકૂબ ૧:૧૭) ખરેખર, પરમેશ્વર જ  નવો જન્મ આપી શકે છે.—૧ યોહાન ૩:૯.

“ઉપરથી” શબ્દ બતાવે છે કે નવો જન્મ લેવો વ્યક્તિના હાથમાં નથી પણ પરમેશ્વરના હાથમાં છે. જેમ કે, બાળકના જન્મ પાછળ માતા-પિતાનો હાથ હોય છે. એ જ રીતે, આપણા આકાશી પિતા નવો જન્મ આપી શકે છે. (યોહાન ૧:૧૩) એટલે જ પીતરે કહ્યું: ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને પરમેશ્વરે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે.’—૧ પીતર ૧:૩ કોમન લેંગ્વેજ.

શું ઈસુએ આજ્ઞા આપી હતી?

નવો જન્મ પામવો ઈશ્વરના હાથમાં છે તો શા માટે ઈસુએ કહ્યું કે ‘તમારે નવો જન્મ પામવો જોઈએ?’ આ સવાલને લીધે અમુકને એ આજ્ઞા લાગે છે. પણ હંમેશા યાદ રાખવું જોઈએ કે ઈસુએ કદી એવી આજ્ઞા આપી નથી જે વ્યક્તિ પાળી ન શકે. તો પછી, આ શબ્દોને આપણે કેવી રીતે સમજવા જોઈએ?

એ સમજવા આપણે મૂળ ગ્રીક ભાષામાં ઈસુએ શું કહ્યું એ જોવું પડે. ઈસુએ કહ્યું કે ‘ઉપરથી નવો જન્મ પામવો જરૂરી છે.’ આ બતાવે છે એ આજ્ઞા નથી પણ જરૂરિયાત છે.—યોહાન ૩:૭, મોર્ડન યંગ્સ લીટરલ ટ્રાન્સલેશન.

એ વધારે સમજવા એક દાખલો લઈએ. ભારતમાં એક પરદેશીને જમીન ખરીદવી હોય તો તે સરકાર પાસે જમીન માંગશે. પણ સરકાર જણાવશે કે એના માટે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. અહીંયા સરકાર તેને આજ્ઞા કરતી નથી, પણ જરૂરિયાત બતાવે છે. એ જ રીતે ઈસુએ કહ્યું કે ‘દેવના રાજ્યમાં જવા નવો જન્મ પામવો’ જોઈએ તો, એ આજ્ઞા ન હતી પણ જરૂરિયાત હતી.

ખરું કે, વ્યક્તિ નવો જન્મ પામે તો દેવના રાજ્યમાં જઈ શકે છે. પણ ખરેખર એનો અર્થ શું થાય? નવો જન્મ પામવાનો મકસદ શું છે? એના જવાબ મેળવીશું તો, નવા જન્મ પામવા વિષેની માન્યતાની વધારે સમજણ મળશે. (w09 4/1)

[ફુટનોટ્‌સ]

^ અમુક બાઇબલમાં જેમ કે ગુજરાતી કોમન લેંગ્વેજમાં, યોહાન ૩:૭નું આ રીતે ભાષાંતર થયું છે, “તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ.”

[પાન ૬ પર બ્લર્બ]

નવો જન્મ પામવો અને બાળકના જન્મમાં શું સરખું છે?