સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના રાજ્ય દ્વારા પૃથ્વી પર અનેક આશીર્વાદો

ઈશ્વરના રાજ્ય દ્વારા પૃથ્વી પર અનેક આશીર્વાદો

ઈશ્વરના રાજ્ય દ્વારા  પૃથ્વી પર અનેક આશીર્વાદો

પહેલી સદીથી આજ સુધી પરમેશ્વરે અમુક ખ્રિસ્તીઓને દત્તક લીધા છે. આ દત્તક લેવાને બાઇબલમાં નવો જન્મ પામવો કહેવાય છે. વ્યક્તિ નવો જન્મ પામે તો તે પરમેશ્વરના આકાશી રાજ્યમાં રાજ કરવા લાયક બને છે. (૨ તીમોથી ૨:૧૨) આ લોકો પૃથ્વી પર મરી જાય છે પછી આકાશમાં તેઓનું સજીવન થાય છે. (રૂમી ૬:૩-૫) પછી ઈસુ સાથે તેઓ આકાશમાંથી “પૃથ્વી પર રાજ” કરશે.—પ્રકટીકરણ ૫:૧૦; ૧૧:૧૫.

આ લોકોને આકાશમાં અમર જીવન મળશે. પણ જે લોકો નવો જન્મ પામ્યા ન હોય તેઓ વિષે શું? એવા લોકોને યહોવાહે બાઇબલમાં વચન આપ્યું છે કે તેઓને પૃથ્વી પર અમર જીવન મળશે. આ બતાવે છે કે યહોવાહે બે ગ્રૂપના લોકોને સરસ આશા આપી છે. એ બંને ગ્રૂપ વિષે પ્રેરિત યોહાને કહ્યું: ‘ઈસુ આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત છે; અને કેવળ આપણાં જ નહિ પણ આખા જગતનાં પાપનું તે પ્રાયશ્ચિત્ત છે.’ આ કલમમાં “આપણા” એ નવો જન્મ પામેલા લોકોને રજૂ કરે છે. અને “જગતનાં” એ પૃથ્વી પર રહેવાની આશા છે તેઓને રજૂ કરે છે. એટલે આ બતાવે છે કે ઈસુનું બલિદાન આ બંને ગ્રૂપના લોકો માટે હતું.—૧ યોહાન ૨:૨.

પ્રેરિત પાઊલે પણ લખ્યું: “સૃષ્ટિની ઉત્કંઠા દેવનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયાં કરે છે.” આ કલમમાં “સૃષ્ટિ” પૃથ્વી પર રહેવાની આશા છે તેઓને લાગુ પડે છે. ‘દેવનાં છોકરાં,’ નવો જન્મ પામ્યા છે તેઓને લાગુ પડે છે. (રૂમી ૮:૧૯-૨૧) આ કલમો પુરાવો આપે છે કે એક ગ્રૂપના લોકોને પૃથ્વી પર અમર જીવન મળશે. અને બીજા ગ્રૂપના લોકોને આકાશમાંથી પૃથ્વી પર રાજ કરવા મળશે. આકાશમાંથી રાજ કરશે તેઓ પૃથ્વી પરના લોકોને સુખ-શાંતિ આપશે. એટલે ઈસુએ શિષ્યોને આમ પ્રાર્થના કરવાનું શીખવ્યું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૧૦.

જૂના કરારમાં પણ સમજાવે છે કે આકાશમાંથી અમુક લોકો રાજ કરશે. અને પૃથ્વી પર ઘણા લોકોને અમર જીવન મળશે. યહોવાહે ઈબ્રાહીમને જણાવ્યું: ‘તારા વંશ દ્વારા પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમકે તેં મારું કહ્યું માન્યું છે.’—ઉત્પત્તિ ૨૨:૧૮.

આ કલમનો શું અર્થ થાય છે? બાઇબલનો અભ્યાસ કરીને જાણવા મળે છે કે “પૃથ્વીના સર્વ લોક” એ પૃથ્વી પર અમર જીવનની આશા છે તેઓને રજૂ કરે છે. “વંશ” એ ઈસુ અને તેમના સાથી રાજાઓને રજૂ કરે છે. પ્રેરિત પાઊલે પણ જણાવ્યું: “જો તમે ખ્રિસ્તના છો તો તમે ઈબ્રાહીમના વંશજ પણ છો.” (ગલાતી ૩:૧૬, ૨૯; કોમન લેંગ્વેજ) અને પૃથ્વી પર અમર જીવન મળશે તેઓ હંમેશા સુખ-શાંતિમાં જીવશે. દાઊદે ભાખ્યું હતું: ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; યશાયાહ ૪૫:૧૮; પ્રકટીકરણ ૨૧:૧-૫.

ખરું કે અમુક લોકોને જ ઈશ્વરના રાજ્યમાં આકાશમાંથી રાજ કરવાનો લહાવો મળે છે. એ રાજ્ય પૃથ્વી પર અનેક ફેરફારો કરશે જેનાથી સર્વ લોકોને પૃથ્વી પર અમર જીવન અને બીજા આશીર્વાદો મળશે. અમારી આશા છે કે તમે અને તમારું કુટુંબ આ રાજ્ય દ્વારા આવતા આશીર્વાદોનો આનંદ માણી શકો. (w09 4/1)

[પાન ૧૨ પર ચિત્ર]

લાખો લોકોને પૃથ્વી પર હંમેશા જીવવાનો આશીર્વાદ મળશે. તમે પણ એ આશીર્વાદ મેળવી શકો