સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨. ખુલ્લા મને વાંચો

૨. ખુલ્લા મને વાંચો

તમે કેવી રીતે બાઇબલ સમજી શકો?

૨. ખુલ્લા મને વાંચો

શું કદી એવું બન્યું છે કે તમે જે વ્યક્તિને મળ્યા નથી, એના વિષે તમારા મિત્રએ કંઈ ખરાબ કીધું હોય? તમે જ્યારે એ વ્યક્તિને મળશો, ત્યારે તમારા મિત્રના શબ્દો યાદ આવશે. કદાચ તમારા મનમાં મિત્રની વાત એટલી ઠસી ગઈ હશે કે પેલી વ્યક્તિમાં કંઈ સારું જોઈ નહિ શકો. આવું જ બાઇબલ વિષે પણ બની શકે છે.

જો આપણે ખુલ્લા મને બાઇબલ ન વાંચીએ તો શું થઈ શકે? પહેલી સદીના યહુદીઓએ ખુલ્લા મને શાસ્ત્ર ન વાંચ્યું, એટલે પાઊલે લખ્યું: ‘હું તેઓ વિષે સાક્ષી પૂરૂં છું, કે ઈશ્વર ઉપર તેઓની શ્રદ્ધા છે ખરી, પણ તે ખરા જ્ઞાન વગરની છે.’—રૂમી ૧૦:૨.

પહેલી સદીમાં અમુક યહુદીઓ હેબ્રી શાસ્ત્રવચનોમાં આપેલા વિચારો સ્વીકારવા તૈયાર ન હતા. જેમ કે હેબ્રી શાસ્ત્રવચનોમાં જણાવ્યું કે મસીહ કોણ હશે. એમાં મસીહ વિષે જે જે લખાયું, એ બધું જ ઈસુમાં પૂરું થયું. જે ભવિષ્યવાણીઓ મસીહ વિષે કરવામાં આવી હતી, એ પણ ઈસુમાં પૂરી થઈ. આટલી બધી સાબિતી હોવા છતાં, એ યહુદીઓએ ઈશ્વરે આપેલી ભવિષ્યવાણી માની નહિ. તેઓનાં મનમાં પહેલેથી જ ખોટા વિચારો ઠસી ગયા હતા.

તેઓના દાખલામાંથી શું શીખી શકીએ? એ જ કે બાઇબલ વાંચવા ખુલ્લું મન રાખીએ. જો આપણા મનમાં બાઇબલ વિષે કોઈ ખોટા વિચારો હશે, તો એના લીધે પણ બાઇબલ સમજી નહિ શકીએ.

દાખલા તરીકે, ધર્મો પર સ્ટડી કરનાર અમેરિકાના એક પ્રોફેસર બાઇબલ વિષે આમ જણાવે છે: “એમાં ઈશ્વરના નહિ, પણ માણસના વિચારો છે અને એ લખનાર પણ માણસો જ છે. એટલે એમાં આપેલા ઘણા વિચારો એકબીજાથી અલગ છે. જીવન કેવી રીતે જીવવું, એ વિષે સાચું માર્ગદર્શન આપતા નથી.” જો પ્રોફેસરે કહ્યા પ્રમાણે બાઇબલ માણસે લખ્યું હોય, તો બાઇબલ વાંચો કે ન વાંચો કંઈ ફરક ન પડે. જો વાંચો તો તમને જે સારું લાગે એ કરો અને જે સારું ન લાગે એ જવા દો.

આપણે આવી કોઈ પણ માન્યતા માની ન લેવી જોઈએ, કેમ કે બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે ખુલ્લા મનથી એ વાંચવું જોઈએ. પાઊલના સમયના બેરીઆના લોકો ‘પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો સ્વીકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રમાં શોધ કરતા હતા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) એ લોકોની જેમ જ આપણે બાઇબલ વિષેની કોઈ ગેરસમજ હોય તો દૂર કરવી જોઈએ. ખુલ્લા મને બાઇબલ વાંચવું જોઈએ. આ રીતે આપણે ઈશ્વરના સંદેશામાં રહેલું અનમોલ સત્ય જાણી શકીશું. (w09 7/1)