સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૬: પ્રતિમા અને મૂર્તિપૂજાને ઈશ્વર સ્વીકારે છે

૬: પ્રતિમા અને મૂર્તિપૂજાને ઈશ્વર સ્વીકારે છે

૬: પ્રતિમા અને મૂર્તિપૂજાને ઈશ્વર સ્વીકારે છે

આ માન્યતા ક્યાંથી આવી? ‘પહેલી-બીજી સદીમાં ખ્રિસ્તીઓ મૂર્તિપૂજા કરતા ન હતા. પણ ચોથી-પાંચમી સદીથી ચર્ચોમાં મૂર્તિઓ રાખવા લાગ્યા. તેઓ માનતા હતા કે ભાષણો અને પુસ્તકો કરતાં મૂર્તિઓમાંથી લોકો ખ્રિસ્તી ધર્મ વિષે વધારે શીખી શકશે.’—મિકલ્ટિંટોક અને સ્ટ્રોંગે લખેલા સાઇક્લોપીડિયા ઑફ બિબલિકલ, થીઓલોજિકલ, ઍન્ડ ઈકલિસિઆસતિકલ લિટરેચર, ગ્રંથ ૪, પાન ૫૦૩ અને ૫૦૪.

બાઇબલ શું કહે છે? “તું તારે સારૂ કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર.” (નિર્ગમન ૨૦:૪, ૫) પ્રેરિત યોહાને પહેલી સદીના ખ્રિસ્તીઓને લખ્યું હતું: “મારાં બાળકો, સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો.”—૧ યોહાન ૫:૨૧.

ચર્ચો એવો દાવો કરે છે કે મૂર્તિઓ દ્વારા ઈશ્વર વ્યક્તિની પ્રાર્થના સ્વીકારે છે. તેમ જ, ઈશ્વરને માન આપી શકે છે. ધી એન્સાઇક્લોપીડિયા ઑફ રિલિજન જણાવે છે: ‘પહેલા મૂર્તિઓનો ઉપયોગ, શીખવવા માટે અને ચર્ચને સજાવવા માટે થતો હતો. પણ સમય જતા મૂર્તિઓની ઉપાસના થવા લાગી. ઑરથોડોક્શ ચર્ચમાં મૂર્તિઓ અને ફોટાઓનો ઉપયોગ થવા લાગ્યો.’ પ્રબોધક યશાયાહે ખરું જ કહ્યું છે કે “તમે દેવને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેનો મુકાબલો કરશો?”—યશાયાહ ૪૦:૧૮. (w09 11/01)

બાઇબલની આ કલમો સરખાવી જુઓ: યશાયાહ ૪૪:૧૩-૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૫, ૨૬; ૧૭:૨૯; ૨ કોરીંથી ૫:૭

હકીકત:

ઈશ્વર કોઈ પણ પ્રકારની મૂર્તિ કે પ્રતિમાને મંજૂરી આપતા નથી

ખોટી માન્યતાઓને છોડી દો અને સત્ય સ્વીકારો

આ ખોટી માન્યતાઓની ચર્ચા પરથી તમને શું લાગે છે? શું આજે પણ ચર્ચ આવું જ શીખવે છે? આવી “કલ્પેલી કહાણીઓ” બાઇબલના સત્યને ખોટું સાબિત કરી શકશે નહિ. બાઇબલનું સત્ય સાદું અને દિલાસો આપનારું છે.—૨ પીતર ૧:૧૬.

તેથી, ખુલ્લું મન રાખો. તમને જે શીખવવામાં આવે છે એને બાઇબલના સત્ય સાથે સરખાવતા જરાય અચકાતા નહિ. (યોહાન ૧૭:૧૭) એમ કરશો તો, તમારા કિસ્સામાં પણ આ વચન સાચું પડશે: “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”—યોહાન ૮:૩૨.

[પાન ૯ પર ક્રેડીટ લાઈન]

Pictorial Archive (Near Eastern History) Est.