સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ પંથના છે?

શું યહોવાહના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ પંથના છે?

વાચકો તરફથી પ્રશ્ન

શું યહોવાહના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ પંથના છે?

ના, યહોવાહના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ નથી. શા માટે?

પ્રોટેસ્ટંટ પંથની શરૂઆત ૧૬⁠મી સદીમાં થઈ જ્યારે અમુકને રોમન કૅથલિક ચર્ચમાં સુધારા કરવા હતા. આ સુધારકો માર્ટિન લ્યૂથરનાં અનુયાયીઓ હતા. ૧૫૨૯⁠માં સ્પિયિર શહેરમાં તેઓએ એક ખાસ સભા ભરી હતી. એ પછીથી એવા સુધારકો “પ્રોટેસ્ટંટ” ખ્રિસ્તીઓ તરીકે ઓળખાયા. ત્યારથી એ શબ્દ એવા લોકો માટે વપરાય છે જેઓ સુધારવાદીઓને ટેકો આપે છે. એક ડિક્શનરી પ્રમાણે ‘પ્રોટેસ્ટંટ’ ખ્રિસ્તીઓ આવું માને છે: ‘બાઇબલમાં જ સત્ય છે. વિશ્વાસથી ઈશ્વરની કૃપા મળે છે. ચર્ચના દરેક સભ્યો પાદરી છે. ખ્રિસ્તી માન્યતામાં થએલા સુધારાને વળગી રહે છે. પણ તેઓ માનતા નથી કે પોપ પાસે સર્વ સત્તા છે.’—મિરીઅમ-વેબસ્ટર્સ કલીજીએટ ડિક્શનરી, ૧૧મો ગ્રંથ.

પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓની જેમ યહોવાહના સાક્ષીઓ માનતા નથી કે પોપ પાસે સર્વ સત્તા છે. પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ અને યહોવાહના સાક્ષીઓ બાઇબલને મહત્ત્વનું ગણે છે. તેમ છતાં, તેઓ પ્રોટેસ્ટંટ પંથ કરતાં ઘણી રીતે અલગ છે. ધ એન્સાયક્લોપેડિયા ઑફ રિલીજન કહે છે કે યહોવાહના સાક્ષીઓ ‘અજોડ’ છે. ચાલો જોઈએ કે કઈ ત્રણ રીતોએ તેઓ અજોડ છે.

પહેલું, પ્રોટેસ્ટંટ પંથ કૅથલિક લોકોની અમુક માન્યતાનો નકાર કરે છે. તેમ છતાં, જેઓ વર્ષો પહેલાં કૅથલિકની માન્યતામાં સુધારો લાવ્યા તેઓ અમુક માન્યતાને વળગી રહ્યા. જેમ કે ત્રૈક્ય, નરક, અમર આત્મા. જ્યારે કે યહોવાહના સાક્ષીઓ માને છે કે એવી માન્યતાઓ બાઇબલની વિરુદ્ધ છે. તેમ જ, એવી માન્યતાઓ ઈશ્વરને બદનામ કરે છે.

બીજું, પ્રોટેસ્ટંટ પંથ ખાસ કરીને કૅથલિક પંથનો વિરોધ કરે છે. જ્યારે કે યહોવાહના સાક્ષીઓ કોઈ એક ખાસ પંથનો વિરોધ કરતા નથી. તેઓ જે જાહેર કરે છે એ લોકોના ભલા માટે છે. તેઓ બાઇબલની આ સલાહ પાળે છે: “પ્રભુના દાસે વિખવાદ કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ; ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ.” (૨ તીમોથી ૨:૨૪, ૨૫) યહોવાહના સાક્ષીઓ બાઇબલના શિક્ષણ અને બીજા ધર્મના શિક્ષણ વચ્ચેનો ફરક બતાવે છે. પણ તેઓનો ધ્યેય એ નથી કે બીજા ધાર્મિક પંથોમાં સુધારો લાવે. એને બદલે તેઓ નમ્ર દિલના લોકોને ઈશ્વરનું અને બાઇબલનું જ્ઞાન મેળવવા મદદ કરે છે. (કોલોસી ૧:૯, ૧૦) જ્યારે કોઈ વ્યક્તિ યહોવાહના સાક્ષીઓની માન્યતાનો વિરોધ કરે ત્યારે તેઓ ઝઘડો કે વિખવાદ નથી કરતા.—૨ તીમોથી ૨:૨૩.

ત્રીજું, પ્રેટેસ્ટંટમાં મોટી ચળવળોને લીધે તેઓમાં બીજા ઘણા પંથો શરૂ થયા છે. જ્યારે કે યહોવાહના સાક્ષીઓમાં એકતા છે. બાઇબલ શિક્ષણની વાત આવે ત્યારે ૨૩૦થી વધારે દેશોમાં બધા સાક્ષીઓ ‘એક સરખી વાત’ કરે છે. તેઓમાં કોઈ પંથ નથી. તેઓ પ્રેરિત પાઊલની સલાહ પ્રમાણે ‘એક જ મનના તથા એક જ મતના થઈને’ પૂરી એકતા રાખે છે. (૧ કોરીંથી ૧:૧૦) તેઓ એકબીજા વચ્ચે ‘શાંતિના બંધનમાં ઐક્ય રાખવાને યત્ન કરે’ છે.—એફેસી ૪:૩. (w09-E 11/01)