સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વર્ગમાં જવા વિષે લોકો શું માને છે?

સ્વર્ગમાં જવા વિષે લોકો શું માને છે?

સ્વર્ગમાં જવા વિષે લોકો શું માને છે?

દુનિયા ફરતે લાખો લોકો સ્વર્ગમાં જવાની આશા રાખે છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ અને અનેક પંથના ખ્રિસ્તીઓ પણ શીખવે છે કે સારી વ્યક્તિ મરી ગયા પછી સ્વર્ગમાં જાય છે. અરે, જેઓ કોઈ ધર્મમાં માનતા નથી તેઓ પણ સ્વર્ગમાં જવાની આશા રાખે છે. લોકો માને છે કે સ્વર્ગ એક સુંદર જગ્યા છે જ્યાં સુખ જ સુખ છે. ત્યાં દુઃખ-તકલીફોમાંથી મુક્તિ મળે છે. ગુજરી ગએલા સ્નેહીજનો પાછા મળે છે. જોકે બધાને સ્વર્ગમાં જવાની ઇચ્છા છે, પણ કોઈ મરવા ઇચ્છતું નથી. એવું કેમ?

ઈશ્વરે આપણામાં અમુક ઇચ્છા મૂકી છે. જેમ કે, બાળકને યુવાન થવાની ઇચ્છા છે. અને યુવાન વ્યક્તિ લગ્‍ન કરવાની ઇચ્છા રાખે છે. પણ જો ઈશ્વરે વ્યક્તિને મરણ પછી સ્વર્ગમાં જવા બનાવ્યા હોત, તો વ્યક્તિ મરવાની ઇચ્છા રાખત. પણ મોટાભાગના લોકોને મરવું નથી.

ઘણા ધર્મગુરુઓ શીખવે છે કે આપણે પૃથ્વી પર થોડા જ સમય માટે છીએ. આખરે તો આપણે બધાય સ્વર્ગમાં જવાના છે. દાખલા તરીકે, એક સમયના ઉચ્ચ હોદ્દાના પાદરીએ કહ્યું: ‘ઈશ્વરે આપણને પૃથ્વી પર નહિ પણ સ્વર્ગમાં જીવવા બનાવ્યા છે.’ (વૉશિંગ્ટન ડી.સીના થીઑડોર એડગર મૅકકેરિક) એવું જ કંઈ બીજા એક પાદરીએ પણ કહ્યું: ‘આપણા જીવનનો હેતુ ઈશ્વરની સ્તુતિ કરવાનો અને સ્વર્ગમાં જવાનો છે. આપણું ઘર સ્વર્ગ છે.’—અમેરિકાના ઈવેન્જલીકલ ખ્રિસ્તી સંસ્થાના અગાઉના પ્રમુખ.

જેઓ મરણ પછી સ્વર્ગમાં જવા વિષે માને છે તેઓની આશાનો કોઈ ખાસ આધાર નથી. ધાર્મિક લોકોના મંતવ્યોનો સર્વે કરનાર સંસ્થાના પ્રમુખ જ્યોર્જ બાર્ના કહે છે: ‘મરણ પછીના જીવન વિષે ઘણા લોકોની માન્યતા, અનેક ફિલ્મો, ગીતો અને નવલકથા પર આધારિત છે.’ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના એક પાદરીએ કહ્યું: ‘આપણે સ્વર્ગ વિષે એટલું જ જાણીએ છીએ કે ઈશ્વર ત્યાં રહે છે.’

જ્યારે કે બાઇબલ, સ્વર્ગ વિષે અમુક મહત્ત્વની વિગતો આપે છે. બાઇબલ પ્રમાણે સ્વર્ગ કેવું છે? શું ઈશ્વરે માણસને સ્વર્ગમાં જીવવા બનાવ્યો હતો? જો એમ હોય તો, ત્યાં તેઓ શું કરશે? (w10-E 02/01)

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

શા માટે ઘણાને સ્વર્ગમાં જવું છે પણ મરવું નથી?