સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર આ બધું જોતા નથી?

શું ઈશ્વર આ બધું જોતા નથી?

શું ઈશ્વર આ બધું જોતા નથી?

સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧: સવારે ૮:૪૬ વાગે એક વિમાન ન્યૂ યૉર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ સાથે અથડાયું. એ પછીની ૧૦૨ મિનિટોમાં બીજા અનેક આતંકવાદી હુમલા થયા. એમાં લગભગ ૩,૦૦૦ લોકો માર્યા ગયા.

ડિસેમ્બર ૨૬, ૨૦૦૪

હિંદ મહાસાગરમાં એક મોટો ભૂકંપ થયો. (૯.૦ રીચર્સ સ્કેલ) એનાથી દરિયાના રાક્ષસી મોજાંઓ ઊછળીને અગિયાર દેશોમાં જીવ લેવા પહોંચી ગયા. લગભગ પાંચ હજાર કિલોમીટર દૂર આવેલા આફ્રિકાને પણ એના છાંટા ઊડ્યા. એક જ દિવસમાં દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા અથવા લાપતા થયા હોવાનું મનાય છે. અને દસ લાખથી વધારે લોકો બેઘર બની ગયા.

ઑગસ્ટ ૧, ૨૦૦૯: ૪૨ વર્ષના પિતા પાંચેક વર્ષના દીકરા સાથે પૂર ઝડપે પાણીમાં એક મોટર બૉટ ચલાવી રહ્યા હતા. અચાનક તેઓ બૉટ ઊભી રાખવાની જગ્યાએ અથડાયાં. એમાં પિતા અકસ્માત સ્થળે જ મૃત્યુ પામ્યા. પણ તેમનો દીકરો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો ખાતો બીજા દિવસે મરણ પામ્યો. એક દુઃખી સગાંએ કહ્યું: ‘અમારી આશા હતી કે કોઈક રીતે તે ચમત્કારથી બચી જાય.’

આપણે સમાચારોમાં આતંકવાદી હુમલા કે કુદરતી આફતો વિષે ઘણું સાંભળીએ છીએ. અથવા આપણી સાથે કોઈ વાર કરૂણ ઘટના બને છે. એવું થાય ત્યારે, ઘણા વિચારવા લાગે છે કે “શું ઈશ્વર આ બધું જોતા નથી? તેમને આપણી કંઈ પડી નથી?” તમને પણ આવા સવાલ થયા હશે. પવિત્ર બાઇબલ આવા સવાલોના જવાબ આપે છે જેનાથી ખૂબ દિલાસો મળે છે. એ વિષે ચાલો આપણે જોઈએ. (w10-E 05/01)

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

© Dieter Telemans/Panos Pictures

PRAKASH SINGH/AFP/Getty Images

© Dieter Telemans/Panos Pictures