સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧ કેમ કરવી જોઈએ?

૧ કેમ કરવી જોઈએ?

પ્રાર્થના

૧ કેમ કરવી જોઈએ?

બાઇબલમાં અમુક એવા વિષયો છે, જેના વિષે કોઈને પણ જાણવાનું મન થાય. એવો એક વિષય છે, પ્રાર્થના. આ વિષય પર પૂછાતા સાત સવાલોનો વિચાર કરો અને બાઇબલ એના વિષે શું શીખવે છે એ જાણો. આ લેખો ખાસ પ્રાર્થનાના વિષય પર તૈયાર કરવામાં આવ્યા છે. એ તમને હજી વધારે સારી રીતે પ્રાર્થના કરવા મદદ કરશે.

અલગ-અલગ ધર્મો ને સમાજના બધા લોકો જુદી જુદી રીતે પ્રાર્થના કરે છે. કોઈ એકલા તો કોઈ ભેગા મળીને. ઘણા લોકો મંદિર, મસ્જિદ, ચર્ચ કે યહુદી સભાસ્થાનોમાં જાય છે, જ્યારે કે ઘણા લોકો તીર્થયાત્રા કરે છે. અમુક લોકો પ્રાર્થના કરવા સાદડી, માળા, પ્રાર્થના ચક્રો, મૂર્તિઓ અને પ્રાર્થના-પોથી વાપરે છે. અથવા તો કાર્ડ પર પ્રાર્થના લખીને મંદિરમાં લટકાવે છે.

પ્રાર્થના આપણને પશુ-પંખી અને પ્રાણીઓ કરતાં અલગ પાડે છે. ખરું કે આપણામાં ને પ્રાણીઓમાં ઘણી સમાનતા છે. પ્રાણીઓની જેમ મનુષ્યને ખોરાક, પાણી ને હવાની જરૂર છે. બીજા પ્રાણીઓની જેમ મનુષ્ય પણ જન્મે છે, જીવે છે અને મરે છે. (સભાશિક્ષક ૩:૧૯) પરંતુ મનુષ્ય જ એવો છે જે પ્રાર્થના કરે છે. શા માટે?

સામાન્ય રીતે લોકો જેને પવિત્ર અને સનાતન માનતા હોય એને ભજવા પ્રાર્થના કરે છે. બાઇબલ જણાવે છે કે મનુષ્યોને ભક્તિ કરવાની ઇચ્છા સાથે ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. (સભાશિક્ષક ૩:૧૧) ઈસુએ પણ આમ કહ્યું હતું: “જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે.”—માત્થી ૫:૬.

આજે લોકો ભક્તિ કરવા મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જાય છે. મૂર્તિઓની કે ચીજવસ્તુઓની પૂજા કરે છે. પ્રાર્થના કરવામાં કલાકો વિતાવે છે. એ બતાવે છે કે તેઓને “ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે” એટલે કે તેઓ ઈશ્વરની ભક્તિ કરવા માગે છે. ભક્તિની તરસ છિપાવવા અમુક લોકો પોતાના પર જ અથવા બીજાઓ પર આધાર રાખે છે. પરંતુ શું તમને નથી લાગતું કે આ બાબતે મદદ કરવામાં મનુષ્ય મર્યાદિત છે? આપણે તો મામૂલી માણસ છીએ. આપણું જીવન ટૂંકું છે અને ભાવિનો લાંબો વિચાર કરતા નથી. તો પછી આપણને કોણ મદદ કરી શકે? એવું કોઈક જે બુદ્ધિશાળી, શક્તિશાળી અને અમર હોય. હવે સવાલ થાય કે આપણે શાના માટે પ્રાર્થના કરીએ છીએ?

શું તમને મનુષ્યની સમજ બહાર હોય, એવી કોઈ બાબતે પ્રશ્નોના જવાબ, માર્ગદર્શન કે સમજણ મેળવવાની કદીયે ઇચ્છા થઈ છે? શું કોઈ સગાં-વહાલાંના ગુજરી જવાથી દિલાસાની જરૂર પડી છે? કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે, શું ખરા માર્ગદર્શનની જરૂર પડી છે? અથવા અપરાધની લાગણીથી કચડાઈ ગયા હોવ ત્યારે, શું માફીની જરૂર પડી છે?

બાઇબલ પ્રમાણે, એ બધાય સંજોગો વ્યક્તિને પ્રાર્થના કરવા પ્રેરે છે. આ વિષયે બાઇબલ સૌથી ભરોસાપાત્ર પુસ્તક છે. એમાં ઘણા ઈશ્વરભક્તોની પ્રાર્થનાઓ છે. તેઓએ દિલાસો, માર્ગદર્શન, માફી અને મુશ્કેલ સવાલોના જવાબ મેળવવા માટે પ્રાર્થના કરી હતી.—ગીતશાસ્ત્ર ૨૩:૩; ૭૧:૨૧; દાનીયેલ ૯: ૪, ૫,૧૯; હબાક્કૂક ૧:૩.

ખરું કે એ ઈશ્વરભક્તોની પ્રાર્થનાઓ અલગ અલગ હતી, પણ તેઓ બધા જાણતા હતા કે કોને પ્રાર્થના કરવી. એટલે તેઓને ખાતરી હતી કે પોતાની પ્રાર્થનાનો જવાબ ચોક્કસ મળશે. આજે લોકો એ જાણતા નથી અથવા તો એ જાણવાની કંઈ પડી નથી. ચાલો જોઈએ કે આપણે કોને પ્રાર્થના કરવી જોઈએ. (w10-E 10/01)