સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ

ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ

ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ

“તને ન્યાયીપણા પર પ્રીતિ છે.”—ગીત. ૪૫:૭.

૧. ‘ન્યાયીપણાને માર્ગે ચાલવા’ આપણને શામાંથી મદદ મળી શકે?

 યહોવાહ પોતાની શક્તિ અને બાઇબલ દ્વારા પોતાના ભક્તોને “ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.” (ગીત. ૨૩:૩) આપણે જાણે-અજાણે ભૂલો કરતા હોવાથી ઘણી વાર તેમના માર્ગથી ભટકી જઈએ છીએ. પછી તેમના ન્યાયીપણાના માર્ગે ફરવા સખત પ્રયત્ન કરવા પડે છે. એમ કરવા આપણને શામાંથી મદદ મળી શકે? યહોવાહની નજરમાં જે સારું હતું એ ઈસુએ કર્યું. આપણે પણ એમ કરવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૪૫:૭ વાંચો.

૨. ‘ન્યાયીપણાનો માર્ગ’ શું છે?

‘ન્યાયીપણાનો માર્ગ’ શું છે? એ ‘માર્ગ’ યહોવાહના ન્યાયી ધોરણોથી બનેલો છે. “ન્યાયીપણા” માટેના હિબ્રૂ અને ગ્રીક શબ્દનો અર્થ “ઇન્સાફ,” “વાજબીપણું” કે “પ્રમાણિકતા” પણ થઈ શકે. એ બતાવે છે કે યહોવાહના ભક્તોએ તેમના નૈતિક ધોરણોને વળગી રહેવું જોઈએ. કેમ કે ‘ન્યાયીપણું અને ઇન્સાફ યહોવાહના રાજ્યાસનનો પાયો છે.’ તેમના ભક્તો રાજીખુશીથી એ માર્ગ પર ચાલવા તેમનું માર્ગદર્શન લે છે.—ગીત. ૮૯:૧૪

૩. યહોવાહના ન્યાયીપણા વિષે આપણે ક્યાંથી શીખી શકીએ?

પૂરા દિલથી જો આપણે યહોવાહના ધોરણોને વળગી રહીશું તો તેમને આનંદ થશે. (પુન. ૩૨:૪) તેમના ધોરણોને આપણે બાઇબલમાંથી શીખી શકીએ. આપણે જેમ જેમ યહોવાહ વિષે શીખીશું તેમ તેમ તેમની સમીપ જઈશું. આમ તેમના ન્યાયીપણા પ્રત્યે આપણો પ્રેમ વધશે. (યાકૂ. ૪:૮) જીવનમાં અગત્યના નિર્ણયો લેવાના હોય ત્યારે, આપણે બાઇબલનું માર્ગદર્શન સ્વીકારવું જ જોઈએ.

ઈશ્વરનું ન્યાયીપણું શોધીએ

૪. ઈશ્વરનું ન્યાયીપણું શોધવામાં શાનો સમાવેશ થાય છે?

માથ્થી ૬:૩૩ વાંચો. ઈશ્વરના ન્યાયીપણાને શોધવાનો અર્થ ફક્ત એટલો જ નથી કે તેમના રાજ્યનો સંદેશો ફેલાવવા સમય વિતાવીએ. ઈશ્વર આપણી સેવા સ્વીકારે માટે શું કરવું જોઈએ? આપણે રોજબરોજના જીવનમાં જે કંઈ કરીએ એ ઈશ્વરના ઊંચા ધોરણો પ્રમાણે હોવું જોઈએ. યહોવાહનું ન્યાયીપણું શોધે છે તેઓએ શું કરવાની જરૂર છે? તેઓએ ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલો’ નવો સ્વભાવ કેળવવો જોઈએ.—એફે. ૪:૨૪.

૫. નિરાશ ન થઈએ માટે આપણને શામાંથી મદદ મળશે?

ઈશ્વરના ન્યાયી ધોરણો પ્રમાણે ચાલવા ઘણી મહેનત માંગી લે છે. એમ કરવાથી આપણી નબળાઈઓને લીધે કદાચ હતાશ કે નિરાશ પણ થઈ જવાય. આપણને નબળી બનાવતી બાબતો સામે ટકી રહેવા અને ન્યાયીપણાને વળગી રહેવા શું મદદ કરી શકે? (નીતિ. ૨૪:૧૦) આપણે “શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને” યહોવાહને નિયમિત રીતે પ્રાર્થના કરવી જોઈએ. (હેબ્રી ૧૦:૧૯-૨૨) આપણે ઈસુ ખ્રિસ્તના બલિદાન અને પ્રમુખયાજક તરીકેના તેમના કામો પર પૂરો ભરોસો રાખવો જોઈએ, પછી ભલે આપણે પૃથ્વી પર કે સ્વર્ગમાં જીવવાની આશા ધરાવતા હોઈએ. (રૂમી ૫:૮; હેબ્રી ૪:૧૪-૧૬) ઈસુ ખ્રિસ્તે વહેવડાવેલું લોહી કેટલું અગત્યનું છે. એ વિષે વૉચટાવર મૅગેઝિનના પ્રથમ અંકમાં ઉદાહરણથી સમજાવવામાં આવ્યું હતું. (૧ યોહા. ૧:૬, ૭) એમાં આમ લખ્યું હતું: “કોઈ કિરમજી રંગની વસ્તુને લાલ કાચમાંથી જોવામાં આવે તો તે સફેદ દેખાય એ હકીકત છે. એવી જ રીતે યહોવાહ આપણા પાપને ઈસુના લોહી દ્વારા જુએ છે ત્યારે એ સફેદ દેખાય છે.” (જુલાઈ ૧૮૭૯, પાન ૬) યહોવાહે ખંડણી ચૂકવવા માટે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપ્યું. એ કેટલીક અદ્‍ભૂત ગોઠવણ કહેવાય!—યશા. ૧:૧૮.

શ્રદ્ધાના હથિયાર તપાસીએ

૬. આપણી શ્રદ્ધાના હથિયારો તપાસીએ એ કેમ મહત્ત્વનું છે?

આપણે હંમેશાં “ન્યાયીપણાનું બખતર” પહેરી રાખવું જોઈએ. એ શ્રદ્ધા ટકાવી રાખવાના હથિયારોમાંનું એક મહત્ત્વનું હથિયાર છે. (એફે. ૬:૧૧, ૧૪) આપણે ભલે વર્ષોથી કે હમણાં જ સત્યમાં આવ્યા હોઈએ, તોય દરરોજ આપણી શ્રદ્ધાના હથિયારો તપાસવા ઘણું જ મહત્ત્વનું છે. શા માટે? કારણ કે શેતાન અને તેના દુષ્ટ દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે. (પ્રકટી. ૧૨:૭-૧૨) એટલે શેતાન ખૂબ જ ગુસ્સામાં છે અને તે જાણે છે કે તેની પાસે હવે બહુ સમય નથી. તેથી તે ઈશ્વરના ભક્તોને નિશાન બનાવે છે. શું આપણે ‘ન્યાયીપણાના બખતરની’ કદર કરીએ છીએ?

૭. આપણને ‘ન્યાયીપણાના બખતરની’ કદર હશે તો કેવી રીતે વર્તીશું?

આપણે જાણીએ છીએ કે બખતર હૃદયનું રક્ષણ કરે છે. આપણે અપૂર્ણ હોવાથી આપણું દિલ ખોટી બાબતો કરવા માટે દોરી જાય છે. (યિર્મે. ૧૭:૯) તેથી એ અગત્યનું છે કે હૃદયને શિષ્ત આપીએ અને ઈશ્વરના ધોરણો પ્રમાણે કેળવીએ. (ઉત. ૮:૨૧) જો આપણે ‘ન્યાયી પણાના બખતરના’ મહત્ત્વની કદર કરતા હોઈશું, તો ઈશ્વર ધિક્કારે છે એવું મનોરંજન જોઈશું નહિ. તદુપરાંત આપણે ખોટા કામ વિષે વિચારીશું નહિ. ઘણો બધો સમય ટીવી જોવા પાછળ વેડફીશું નહિ. એના બદલે યહોવાહને ગમતી બાબતો કરવા માટે મહેનત કરીશું. તેથી જો અજાણતા પણ ખોટા વિચારે ચડી જઈએ, તો યહોવાહની મદદથી પાછા તેમના માર્ગે આવી શકીશું.—નીતિવચનો ૨૪:૧૬ વાંચો.

૮. ‘વિશ્વાસની ઢાલ’ હોવી કેમ જરૂરી છે?

‘વિશ્વાસની ઢાલ’ પણ શ્રદ્ધાના હથિયારોમાંની એક છે. એ આપણને ‘શેતાનના બળતા ભાલાઓ હોલવવા’ મદદ કરે છે. (એફે. ૬:૧૬) યહોવાહ પર પૂરા દિલથી શ્રદ્ધા અને પ્રેમ રાખીશું તો, ઈમાનદારીથી જીવી શકીશું. તેમ જ, જીવનના માર્ગે ચાલી શકીશું. યહોવાહ માટેનો પ્રેમ વધશે તેમ તેમના ન્યાયીપણા માટેની કદર વધશે. આપણા અંત:કરણ વિષે શું? એ આપણને ન્યાયીપણાને ચાહવા કેવી રીતે મદદ કરી શકે?

સારું અંત:કરણ કેળવીએ

૯. શુદ્ધ અંત:કરણ જાળવી રાખવાથી કયો લાભ થાય છે?

આપણે બાપ્તિસ્મા સમયે યહોવાહ પાસે “શુદ્ધ હૃદય” કે અંત:કરણ માંગ્યું હતું. (૧ પીત. ૩:૨૧) આપણને ઈસુએ આપેલી ખંડણીમાં શ્રદ્ધા છે, જે આપણા પાપો ઢાંકી દે છે. એ કારણે આપણે શુદ્ધ થઈને ઈશ્વરની આગળ ઊભા રહી શકીએ છીએ. એ માટે શુદ્ધ અંત:કરણ જાળવવું ઘણું અગત્યનું છે. જો કોઈ બાબત કરતા આપણું દિલ રોકે કે ડંખે તો, આ સાબિતી છે કે એ બહેર મારી ગયું નથી. એનાથી જોવા મળે છે કે એ યહોવાહના માર્ગમાં ચાલી રહ્યું છે. (૧ તીમો. ૪:૨) ઈશ્વરના ન્યાયીપણાને ચાહે છે તેઓ માટે પણ અંત:કરણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

૧૦, ૧૧. (ક) બાઇબલના શિક્ષણ પ્રમાણે અંતઃકરણ કેળવવું કેમ મહત્ત્વનું છે? દાખલો આપી સમજાવો. (ખ) શા માટે ન્યાયીપણા માટેનો પ્રેમ આપણને ખુશી આપે છે?

૧૦ કંઈક ખોટું કરીએ ત્યારે આપણું દિલ ડંખે છે. એક યુવકનો અનુભવ જોઈએ. તે ‘ન્યાયીપણાના માર્ગથી’ ભટકી ગયો હતો. પોર્નોગ્રાફી અને ડ્રગ્સનો (મેરીજુઆનાનો) બંધાણી બની ગયો હતો. તે સભામાં જતો ત્યારે તેનું મન ડંખતું. પ્રચારમાં જતો ત્યારે ઢોંગી હોવાની લાગણી અનુભવતો. તેથી સભામાં અને પ્રચારમાં જવાનું તેણે બંધ કરી દીધું. તે કહે છે: “હું જાણતો ન હતો કે મારું અંત:કરણ મને દોષિત ઠરાવશે. એવી રીતે મેં ચાર વર્ષ કાઢ્યાં.” જ્યારે તેણે સત્યમાં પાછા ફરવાનું વિચાર્યું ત્યારે તેને લાગ્યું કે ‘યહોવાહ મારી પ્રાર્થના નહિ સાંભળે.’ તોપણ તેણે યહોવાહ પાસે માફી માગી, એની દસેક મિનિટ પછી તેની મમ્મી તેને મળવા આવી. તેમણે તેને ફરીથી સભાઓમાં આવવાનું ઉત્તેજન આપ્યું. તેણે સભામાં જઈને એક વડીલને પોતાની સ્ટડી લેવા જણાવ્યું. સમય જતાં તે બાપ્તિસ્મા પામ્યો. યહોવાહે તેનું જીવન બચાવ્યું માટે તેમનો આભારી છે.

૧૧ યહોવાહની નજરે ખરું કરવાથી આપણને કેટલો આનંદ મળે છે! જેમ આપણે ન્યાયીપણાને ચાહવાનું અને એને કેળવવાનું શીખીશું, તેમ ઈશ્વરને ગમતી બાબતો કરવામાં આપણો આનંદ વધશે. વિચાર કરો કે બહુ જ જલદી સર્વ લોકો ઈશ્વર જેવા ગુણો બતાવશે અને પોતાના દિલમાં ખરો આનંદ અનુભવશે. તેથી ચાલો આપણે પોતાના દિલમાં ન્યાયીપણા માટે પ્રેમ કેળવીએ જેથી યહોવાહને આનંદ થાય.—નીતિ. ૨૩:૧૫, ૧૬.

૧૨, ૧૩. આપણે અંતરને કેવી રીતે કેળવી શકીએ?

૧૨ આપણે અંતરને કેવી રીતે કેળવી શકીએ? એ માટે બાઇબલ અને આપણા બીજા પુસ્તકો વાંચીએ ત્યારે એના પર મનન કરીએ. એમ કરવા બાઇબલ પણ ઉત્તેજન આપે છે: “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે.” (નીતિ. ૧૫:૨૮) અમુક પ્રકારનો નોકરી-ધંધો કરવો કે નહિ એ વિષે ચોક્કસ જાણતા ન હોઈએ તો, શું કરવું જોઈએ? ચાલો જોઈએ કે બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે મદદ કરે છે. જો અમુક નોકરી-ધંધો બાઇબલ શિક્ષણની વિરુદ્ધ હોય, તો આપણામાંના મોટા ભાગના વિશ્વાસુ અને શાણા ચાકરના માર્ગદર્શન પ્રમાણે નિર્ણય લઈશું. પણ અમુક નોકરી-ધંધો કરવો કે નહિ એ વિષે આપણા પુસ્તકોમાં કંઈ જણાવ્યું ન હોય તો શું કરીશું? પ્રાર્થનાપૂર્વક બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરીશું. * તેમ જ, બીજાને ઠોકર ન લાગે એવા સિદ્ધાંત પણ હંમેશાં યાદ રાખીશું. (૧ કોરીં. ૧૦:૩૧-૩૩) ખાસ કરીને યહોવાહ સાથેનો આપણો નાતો ખતરામાં હોય ત્યારે પણ એવા સિદ્ધાંતો યાદ રાખવા જોઈએ. જો આપણે સાચા દિલથી યહોવાહને ઈશ્વર માનતા હોઈશું, તો નોકરી-ધંધો શરૂ કરતાં પહેલાં વિચારીશું: ‘જો હું આ નોકરી-ધંધો કરીશ, તો શું એનાથી યહોવાહ દુઃખી થશે?’—ગીત. ૭૮:૪૦, ૪૧.

૧૩ આપણે ચોકીબુરજ કે મંડળ બાઇબલ અભ્યાસની તૈયારી કરતા હોઈએ ત્યારે, એની માહિતી પર વિચાર કરવો જોઈએ. ઘણી વાર આપણે ફકરામાંથી ફટાફટ જવાબ શોધીને લીટી દોરીએ છીએ અને બીજો ફકરો વાંચવા લાગીએ છીએ. જો આપણે એવું કરીશું, તો ન્યાયીપણા માટે આપણો પ્રેમ વધશે જ નહિ. તેમ જ આપણું અંત:કરણ બૂઠું થઈ જશે. ઈશ્વરના ન્યાયીપણા માટે આપણને ઊંડો પ્રેમ હશે તો, મન મૂકીને સભાની તૈયારી કરીશું અને બાઇબલમાંથી જે કંઈ વાંચીએ એના પર વિચાર કરીશું. પૂરા દિલથી ઈશ્વરના ન્યાયીપણા માટે પ્રેમ કેળવવા મહેનત માંગી લે છે.

ન્યાયીપણાની ભૂખ અને તરસ કેળવીએ

૧૪. યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત આપણી પાસેથી કેવી સેવા ચાહે છે?

૧૪ યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત ચાહે છે કે આપણે રાજીખુશીથી સેવા કરીએ. કેવી બાબતથી આપણા આનંદમાં વધારો થઈ શકે? ઈશ્વરના ન્યાયીપણા માટેના પ્રેમથી! ઈસુએ પણ પહાડ પરના ઉપદેશમાં આમ કહ્યું હતું: “જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે; કેમ કે તેઓ ધરાશે.” (માથ. ૫:૬) જેઓ ઈશ્વરના ન્યાયીપણા માટે પ્રેમ કેળવવા માંગે છે, તેઓ માટે એ શબ્દો કેટલા મહત્ત્વના છે!

૧૫, ૧૬. ઈશ્વરના જ્ઞાન માટેની ભૂખ અને તરસ કઈ રીતે છીપાશે?

૧૫ આજે આખી દુનિયા શેતાનના હાથમાં છે. (૧ યોહા. ૫:૧૯) કોઈ પણ દેશનું છાપું જોઈએ તો, એમાં ખૂન-ખરાબી અને જુલમ વિષે વધારે સમાચાર જોવા મળે છે. પહેલાં એવું ભાગ્યે જ સાંભળવા મળતું. ન્યાયી માણસ સમજી નથી શકતો કે મનુષ્ય એકબીજા સાથે કેમ જુલમથી વર્તે છે. (સભા. ૮:૯) યહોવાહ પરના પ્રેમને લીધે આપણે જાણીએ છીએ કે ફક્ત તે જ ન્યાયીપણા વિષેની આપણી ભૂખ અને તરસ મિટાવી શકે છે. તે બહુ જલદી દુષ્ટ લોકોનો નાશ કરશે. પછી ન્યાયીપણાના ચાહકોને કદીએ દુઃખ તકલીફ કે દુષ્ટ લોકોનો જુલમ સહેવો નહિ પડે. (૨ પીત. ૨:૭, ૮) એવું બનશે ત્યારે કેટલી મજા આવશે!

૧૬ આપણે યહોવાહના ભક્તો છીએ અને ઈસુના પગલે ચાલીએ છીએ. એટલે આપણે જાણીએ છીએ કે ઈશ્વરના ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા છે એવા લોકો “ધરાશે.” તેઓ યહોવાહની ગોઠવણ પ્રમાણે નવા આકાશ અને નવી પૃથ્વી, જેમાં ચારેબાજુ ફક્ત ‘ન્યાયીપણું હશે’ એનાથી સંતોષ પામશે. (૨ પીત. ૩:૧૩) આજે શેતાનની દુનિયામાં ઈશ્વરનું ન્યાયીપણું જોવા મળતું નથી. એનાથી આપણને આઘાત ન લાગવો જોઈએ. તેમ જ, આપણે નિરાશ થવાની જરૂર નથી. (સભા. ૫:૮) સર્વોપરી યહોવાહ જાણે છે કે દુનિયામાં શું ચાલે છે. તેથી ન્યાય ચાહનારાઓને તે બહુ જલદી દુઃખી હાલતમાંથી છોડાવશે.

ન્યાયીપણાને ચાહવાથી આવતા લાભો

૧૭. ઈશ્વરના ન્યાયીપણાને ચાહવાથી કયા લાભો થાય છે?

૧૭ ગીતશાસ્ત્ર ૧૪૬:૮માં એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં ગાયું: “યહોવાહ ન્યાયીઓ પર પ્રીતિ રાખે છે.” આ બતાવે છે કે ઈશ્વરના ન્યાયીપણાના માર્ગે ચાલવાથી કેટલો લાભ થાય છે! યહોવાહ વિશ્વના માલિક છે. તેમના ન્યાયીપણા માટે પ્રેમ હોવાથી તે આપણને ચાહે છે. આપણને પૂરો ભરોસો છે કે તેમના રાજ્યને જીવનમાં પહેલું રાખીશું તો, તે આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડશે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫; નીતિવચનો ૧૦:૩ વાંચો.) પછી આખી ધરતી પર ન્યાયીપણાના ચાહકો વસશે. તેઓ ત્યાં ખરો આનંદ માણશે. (નીતિ. ૧૩:૨૨) યહોવાહના મોટા ભાગના ભક્તો ઈમાનદાર હોવાથી, તેઓ સુંદર ધરતી પર અમર જીવનનો આશીર્વાદ પામશે. આજે પણ જેઓ ઈશ્વરના ન્યાયીપણા પ્રમાણે જીવે છે, તેઓ મનની શાંતિ અનુભવે છે. તેમ જ તેઓના કુટુંબ અને મંડળમાં પ્રેમ અને સંપ વધે છે.—ફિલિ. ૪:૬, ૭.

૧૮. યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ છીએ તેમ શું કરવું જોઈએ?

૧૮ યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ છીએ તેમ આપણે પ્રમાણિક રીતે જીવવું જોઈએ. (સફા. ૨:૨, ૩) એ માટે પોતાના દિલનું રક્ષણ કરવા “ન્યાયી પણાનું બખતર” બરાબર પહેરીએ. તેમ જ, શુદ્ધ અંતર જાળવી રાખવા સખત મહેનત કરીએ. એમ કરવાથી પોતાને અને યહોવાહના દિલને પણ આનંદ થશે.—નીતિ. ૨૭:૧૧.

૧૯. આપણે શું કરવાની દિલમાં ગાંઠ વાળવી જોઈએ? હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૯ “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળ. ૧૬:૯) આજની મારા-મારી અને ખૂન-ખરાબીથી ભરેલી દુનિયામાં યહોવાહના માર્ગે ચાલવા આ શબ્દો આપણને કેટલું ઉત્તેજન આપે છે. ખરું કે આપણે આ માર્ગે ચાલીએ છીએ એ દુનિયાના લોકોને મૂર્ખતા લાગે, કેમ કે તેઓ યહોવાહથી વિખૂટા પડી ગયા છે. તોપણ યહોવાહના માર્ગે ચાલવાથી આપણ ને ખૂબ જ લાભ થાય છે. (યશા. ૪૮:૧૭; ૧ પીત. ૪:૪) તેથી ચાલો પૂરા દિલથી ઈશ્વરના ન્યાયીપણાને વળગી રહીએ, એમાં સંતોષ માણીએ અને ઇમાનદારીથી જીવીએ. તદુપરાંત દુષ્ટ કામોને ધિક્કારીએ. એનો શું અર્થ થાય એ હવે પછીના લેખમાં જોઈશું. (w11-E 02/15)

[ફુટનોટ્‌]

^ નોકરી-ધંધા માટે બાઇબલના કયા સિદ્ધાંતો યાદ રાખવા એ વિષે એપ્રિલ ૧૫, ૧૯૯૯નું ચોકીબુરજ પાન ૨૮-૩૦, જુઓ.

તમે શું જવાબ આપશો?

• ઈશ્વરના ન્યાયીપણાને ચાહવા આપણે કેમ ઈસુના બલિદાનની કદર કરવી જોઈએ?

• “ન્યાયીપણાનું બખતર” પહેરવું આપણી માટે કેમ મહત્ત્વનું છે?

• આપણે કેવી રીતે અંતઃકરણ કેળવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

બાઇબલથી કેળવાયેલું અંતર નોકરી-ધંધો પસંદ કરવા મદદ કરશે