સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૩. બીમારી

૩. બીમારી

૩. બીમારી

“રોગચાળો ફાટી નીકળશે.”—લૂક ૨૧:૧૧, કોમન લેંગ્વેજ.

● આફ્રિકાના એક દેશમાં નાગરિક યુદ્ધના લીધે લોકોની હાલત બહુ કફોડી હતી. એ દેશમાં બોન્ઝાલી નામનો માણસ આરોગ્ય ખાતાનો અધિકારી હતો. તે ખાણિયાની સારવાર કરતો હતો, જેઓને મારબર્ગ નામની જીવલેણ બીમારી થઈ હતી. * તેણે બીજા શહેરના અધિકારીઓ પાસે મદદ માટે ઘણી વિનંતી કરી હતી. છેવટે ચાર મહિના પછી તેને એ મદદ મળી, પણ ત્યાં સુધી તો બોન્ઝાલી મૃત્યુ પામ્યો. તે જે ખાણિયાની સારવાર કરતો હતો, તેઓ પાસેથી જ તેને મારબર્ગની બીમારી લાગી ગઈ.

આંકડા શું બતાવે છે? સૌથી વધારે જીવ લેતી બીમારીઓમાં ફેફસાંને લગતી બીમારી (જેમ કે ન્યુમોનિયા), ડાયેરિયા, એચ.આઈ.વી./એઇડ્‌સ, ટીબી અને મૅલેરિયા છે. ૨૦૦૪માં આ પાંચ બીમારીએ આશરે એક કરોડ સિત્તેર લાખ લોકોનો ભોગ લીધો. એ વરસમાં આ બીમારીઓને લીધે દર ત્રણ સેકન્ડે એક વ્યક્તિ મૃત્યુ પામતી હતી.

લોકો આવું કહે છે? વસ્તી વિસ્ફોટને લીધે વધારે લોકો બીમાર થાય છે. આમ, બીમારોની સંખ્યા વધતી જાય છે.

શું લોકોનું કહેવું ખરું છે? ખરું કે દુનિયાની આબાદી ખૂબ જ વધી ગઈ છે. પણ સાથે સાથે માણસોએ બીમારીને પારખવા અને એની સારવાર કરવામાં ઘણી પ્રગતિ કરી છે. જો એમ હોય, તો બીમારીની અસર મનુષ્ય પર ઓછી થવી જોઈએ. પણ એનાથી તો સાવ ઉલટું થઈ રહ્યું છે.

તમને શું લાગે છે? બાઇબલમાં જણાવ્યું હતું એ મુજબ શું લોકો બીમારીથી પીડાય છે?

ધરતીકંપ, દુકાળ અને બીમારીએ કરોડો લોકોનો ભોગ લીધો છે. પણ કરોડો એવા લોકો છે, જેઓને મનુષ્યના હાથે જ સહેવું પડે છે. એવા ઘણા લોકો છે જેઓના રક્ષક જ ભક્ષક બન્યા છે. ચાલો જોઈએ કે આ વિષે બાઇબલની ભવિષ્યવાણી શું કહે છે. (w11-E 05/01)

[ફુટનોટ]

^ મારબર્ગ હેમોરહાજીક ફીવર એક વાયરસ છે, જે ઇબોલા નામની બીમારી સાથે સંકળાયેલો છે.

[પાન ૬ પર બ્લર્બ]

‘સિંહ જેવા હિંસક પ્રાણી કોઈને જીવતું ખાઈ જાય એ બહુ જ ભયંકર છે. એવી જ રીતે કોઈ બીમારી વ્યક્તિને અંદરથી કોરી ખાય એ એટલું જ ભયંકર છે.આવું તો આખી દુનિયામાં જોવા મળે છે.’—માઇકલ ઓસ્ટેર્હોમ, ચેપી રોગ વૈજ્ઞાનિક.

[પાન ૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© William Daniels/Panos Pictures