સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૫. પૃથ્વીનો બગાડ

૫. પૃથ્વીનો બગાડ

૫. પૃથ્વીનો બગાડ

‘પૃથ્વીનો નાશ કરનારાનો પરમેશ્વર નાશ કરશે.’—પ્રકટીકરણ ૧૧:૧૮.

● નાઇજીરિયાના નોર નામના ગામડામાં પીરી નામનો એક માણસ, તાડી ઉતારવાનું કામ કરે છે. તેનો ધંધો સાવ ચોપટ થઈ ગયો, જ્યારે નજીકમાં આવેલા નાઈજરના મુખ ત્રિકોણ (ડેલ્ટા) પ્રદેશમાં મોટા પ્રમાણમાં ખનિજ તેલ ઢોળાયું. પીરી કહે છે, ‘એને લીધે અમારું પીવાનું પાણી પ્રદૂષિત થઈ ગયું. માછલીઓ મરી ગઈ. અમારા શરીરની ચામડી ખરાબ થઈ ગઈ. હું સાવ બેકાર બની ગયો.’

આંકડા શું બતાવે છે? અમુક નિષ્ણાતોના અંદાજ પ્રમાણે પાંસઠ લાખ ટન કચરો દર વર્ષે સમુદ્રમાં ઠલવાય છે. એ કચરામાં આશરે પચાસ ટકા પ્લાસ્ટિક હોય છે. એ પ્લાસ્ટિકનો પૂરેપૂરો નાશ થતા સદીઓ લાગે છે. પ્રદૂષણની સાથે સાથે મનુષ્યો પૃથ્વીના તત્વોનું નિકંદન કાઢી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે મનુષ્ય એક વર્ષમાં જે તત્ત્વો વાપરી નાખે છે, એને પાછા પેદા કરતા પૃથ્વીને એક વરસ અને પાંચ મહિના લાગે છે. ઑસ્ટ્રેલિયાનું ન્યૂઝ પેપર સીડની મૉર્નિંગ હેરોલ્ડ જણાવે છે, ‘જે હદે વસ્તી વધી રહી છે અને પૃથ્વીના તત્ત્વો વપરાય રહ્યા છે, એ જોતા લાગે છે કે ૨,૦૩૫ સુધીમાં લોકોને જીવતા રહેવા બીજી એક પૃથ્વીની જરૂર પડશે.’

લોકો આવું કહે છે: મનુષ્ય હોશિયાર છે અને આ મુશ્કેલીનો હલ લાવી શકે છે. પૃથ્વીનો નાશ થતો અટકાવી શકે છે.

શું લોકોનું કહેવું ખરું છે? ઘણી મહેનતુ વ્યક્તિઓ અને સંસ્થાઓએ આ વિષય પર લોકોને જાગૃત કર્યા છે. તેમ છતાં પૃથ્વી પર પ્રદૂષણ વધતું જાય છે.

તમને શું લાગે છે? શું તમને લાગે છે કે ઈશ્વરે વચન આપ્યું એ મુજબ પૃથ્વીને બચાવવાની જરૂર છે?

આ પાંચ ભવિષ્યવાણીઓ ઉપરાંત, બાઇબલ બીજી એક સારી ભવિષ્યવાણી વિષે જણાવે છે. એ વિષે ચાલો છઠ્ઠી ભવિષ્યવાણી જોઈએ. (w11-E 05/01)

[પાન ૮ પર બ્લર્બ]

‘મારી પાસે એકદમ સુંદર લીલીછમ જમીન હતી, પણ હવે એ ઉકરડો બની ગઈ છે.’—એરિન ટેમ્બર, ૨૦૧૦માં મૅક્સિકોના અખાતમાં જે ખનિજ તેલ ઢોળાયું એની અસરને લીધે અમેરિકાના ખાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ આમ જણાવ્યું.

[પાન ૮ પર બૉક્સ]

આજની હાલત માટે શું ઈશ્વર જવાબદાર છે?

આજની ખરાબ પરિસ્થિતિ વિષે બાઇબલમાં પહેલેથી ભાખવામાં આવ્યું હતું. એનો અર્થ શું એવો થાય કે આજની હાલત માટે ઈશ્વર જવાબદાર છે? શું તે આપણા પર દુઃખ-તકલીફો લાવે છે? આવા પ્રશ્નોના જવાબ તમે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૧૧માં મેળવી શકો છો. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

U.S. Coast Guard photo