સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખના દિવસો જલદી જ આવશે!

સુખના દિવસો જલદી જ આવશે!

સુખના દિવસો જલદી જ આવશે!

‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

શું તમને ઉપર જણાવેલી ભવિષ્યવાણી પૂરી થતાં જોવી ગમશે? તમે કહેશો, જરૂર! એવું જ બનશે એનો આપણી પાસે ચોક્કસ પુરાવો છે.

આગળના લેખોમાં આપણે અમુક બાઇબલ ભવિષ્યવાણીઓ જોઈ ગયા. એનાથી સ્પષ્ટ દેખાય આવે છે કે આપણે આ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) ઈશ્વરે બાઇબલ લેખકોને એ બનાવો વિષે લખવા જણાવ્યું હતું, જેથી આપણને આશા મળે. (રૂમી ૧૫:૪) એ પૂરાં થતાં વચનો સાબિતી આપે છે કે મુશ્કેલ સંજોગોનો જલદી જ અંત આવશે.

પછી શું બનશે? ઈશ્વરનું રાજ્ય મનુષ્ય પર રાજ કરશે. (માત્થી ૬:૯, ૧૦) એ વખતે પૃથ્વી કેવી હશે? વિચાર કરો કે એના વિષે બાઇબલ શું કહે છે:

ભૂખમરો દૂર કરવામાં આવશે. બધી બાજુ પુષ્કળ ખોરાક મળશે. “પર્વતોના શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

બીમારી દૂર થશે. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪.

ધરતીને એકદમ સુંદર બનાવવામાં આવશે. “અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે.” —યશાયાહ ૩૫:૧.

આ તો ફક્ત અમુક જ ભવિષ્યવાણીઓ છે, જે જલદી પૂરી થવાની છે. કેમ નહિ કે તમે યહોવાહના સાક્ષીઓને પૂછો કે તેઓ કેમ ખાતરીથી કહી શકે કે નજીકમાં સારા દિવસો આવશે! (w11-E 05/01)