સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું કોઈએ તમને અંધારામાં રાખ્યા છે?

શું કોઈએ તમને અંધારામાં રાખ્યા છે?

શું કોઈએ તમને અંધારામાં રાખ્યા છે?

તમે જેના પર ભરોસો મૂકતા હોવ એ જો તમારી સાથે જૂઠું બોલે, તો તમને કેવું લાગશે? તમને કદાચ વિશ્વાસઘાતની લાગણી થાય, ગુસ્સો પણ આવે. અરે, તમારા વિષે જૂઠું ફેલાવ્યું છે, એટલે શરમ પણ આવે. જૂઠું બોલવાને લીધે તો દોસ્તી અને લગ્‍નો પણ તૂટી ગયા છે. જૂઠું બોલીને લોકો કરોડો રૂપિયા પડાવી લે છે.

માની લો કે તમે ઈશ્વર વિષે જે શીખ્યા છો એ જૂઠું હોય, તો તમને કેવું લાગશે? જો તમે ધાર્મિક હોવ તો તમને પણ ચર્ચમાં જનાર આ બે વ્યક્તિઓ જેવું લાગી શકે:

• ડીઆન નામની બહેન કહે છે: “ચર્ચ મને દગો દેશે, એવું મેં જરાય વિચાર્યું ન હતું.”

• લુઈસ નામનો ભાઈ કહે છે: “મને છેતરવામાં આવ્યો છે એવી જાણ થઈ ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો. મારી બધી આશાઓ અને ધ્યેયો પર જાણે પાણી ફરી વળ્યું.”

તમને કદાચ થશે કે એવું તો શક્ય જ નથી કે ઈશ્વર વિષે મને જૂઠું શીખવવામાં આવ્યું હોય. તમને ઈશ્વર વિષે કદાચ કોઈ ભરોસાપાત્ર વ્યક્તિએ શીખવ્યું હશે. જેમ કે તમારા માતા-પિતા, પાદરી, ધર્મગુરુ કે પછી કોઈ ગાઢ દોસ્તે. તેઓમાંથી કોઈ પણ તમારું ખરાબ ઇચ્છતું નહિ હોય. તમે આખી જિંદગી કોઈ માન્યતામાં ભરોસો મૂક્યો હશે. પણ શું તમે સહમત નહિ થાવ કે ખૂબ જ જાણીતી માન્યતાઓ પણ ખોટી હોઈ શકે? અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેંક્લિન ડી. રુઝવેલ્ટે એ હકીકત જણાવતા કહ્યું: ‘અસત્યને વારંવાર કહેવાથી એ સત્ય બની જતું નથી.’

તમે કઈ રીતે પારખી શકો કે ઈશ્વર વિષે તમને અંધારામાં રાખવામાં આવ્યા નથી? ઈસુએ એક વખત ઈશ્વરને પ્રાર્થનામાં કહ્યું: “તારું વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) હા, બાઇબલમાંથી આપણે ઈશ્વર વિષે સત્ય પારખી શકીએ છીએ.

ચાલો હવે જોઈએ કે ઈશ્વર વિષે ફેલાવવામાં આવેલા પાંચ જૂઠાણાં વિષે બાઇબલ શું કહે છે. એ વિષે હકીકત જાણવાથી તમારા જીવનમાં ચોક્કસ સુધારો થશે. (w11-E 10/01)