સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મારા વચનમાં રહો”

“મારા વચનમાં રહો”

“મારા વચનમાં રહો”

“જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો; અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”—યોહાન ૮:૩૧, ૩૨.

એનો શું અર્થ થાય: ઈસુનું “વચન” એટલે તેમનું શિક્ષણ જે તેમને સ્વર્ગમાંના પિતા તરફથી મળ્યું હતું. ઈસુએ કહ્યું: ‘મારે શું કહેવું અને મારે શું બોલવું, એ વિષે પિતાએ જેમણે મને મોકલ્યો છે, તેમણે મને આજ્ઞા આપી છે.’ (યોહાન ૧૨:૪૯) ઈસુએ પોતાના પિતા યહોવા ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે કહ્યું કે ‘તમારું વચન સત્ય છે.’ તેમણે પોતાના શિક્ષણને ટેકો આપવા વારંવાર શાસ્ત્રનો ઉપયોગ કર્યો. (યોહાન ૧૭:૧૭; માત્થી ૪:૪, ૭, ૧૦) તેથી સાચા ખ્રિસ્તીઓ ‘ઈશ્વરના વચનમાં રહે’ છે. એનો અર્થ થાય કે તેઓ ઈશ્વરના વચન બાઇબલને “સત્ય” તરીકે સ્વીકારે છે. તેઓ એના આધારે જ પોતાની માન્યતા અને રીતભાત રાખે છે.

પહેલાંના ખ્રિસ્તીઓએ એમ કઈ રીતે કર્યું હતું: ઈસુને શાસ્ત્ર માટે ખૂબ જ માન હતું. એવું જ માન બાઇબલના કેટલાક પુસ્તકો લખનાર પ્રેરિત પાઊલને પણ હતું. તેમણે લખ્યું કે ‘પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. એ આપણને અતિ ઉપયોગી છે.’ (૨ તીમોથી ૩:૧૬, IBSI) સાથી ખ્રિસ્તીઓને શીખવતા વ્યક્તિઓએ ‘સત્યના વચનોને દૃઢતાથી વળગી રહેવાનું હતું.’ (તીતસ ૧:૭, ૯) શરૂઆતના ખ્રિસ્તીઓએ “ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે” એનો નકાર કર્યો.—કોલોસી ૨:૮.

આજે એ પ્રમાણે કોણ કરે છે? કૅથલિક ચર્ચની માન્યતા શીખવતું એક પુસ્તક આમ જણાવે છે: ‘જે કંઈ શિક્ષણ આપવામાં આવે છે, એની ખાતરી કૅથલિક ચર્ચ ફક્ત પવિત્ર શાસ્ત્રને આધારે જ કરતું નથી, એ ચર્ચના રિવાજોને આધારે પણ કરે છે. એટલે પવિત્ર શાસ્ત્ર અને રિવાજોને વફાદારીથી અને માનથી સ્વીકારવા જોઈએ.’ મૅકલીન્સ નામના એક મૅગેઝિનના લેખમાં કૅનેડાના ટોરન્ટો શહેરની એક ધાર્મિક સેવિકાએ કહ્યું: ‘આજે અમારી પાસે ઘણા જોરદાર વિચારો છે. પરંતુ એને જ્યારે ઈસુ અને શાસ્ત્ર સાથે જોડવા પડે છે, ત્યારે અમારા વિચારો નબળા પડી જાય છે.’

ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા યહોવાના સાક્ષીઓ વિષે આમ જણાવે છે: ‘તેઓની માન્યતા અને સંસ્કારો ફક્ત બાઇબલને આધારે હોય છે.’ તાજેતરમાં કૅનેડામાં એક યહોવાના સાક્ષી બહેન ઘરે ઘરે સંદેશો જણાવતા હતા. તે હજી તો પોતાની ઓળખ ઘરમાલિકને આપવા જતા હતાં, ત્યાં જ ઘરમાલિકે બહેનના હાથમાં રહેલા બાઇબલ તરફ ઇશારો કરતા કહ્યું કે ‘હું જાણું છું કે તમે લોકો કોણ છો.’ (w12-E 03/01)