સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જવાબ જાણવાથી શું કોઈ ફરક પડે છે?

જવાબ જાણવાથી શું કોઈ ફરક પડે છે?

જવાબ જાણવાથી શું કોઈ ફરક પડે છે?

“તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.”—યોહાન ૮:૩૨.

બાઇબલમાં ઈસુ વિષેનું સત્ય જોવા મળે છે. એ આપણને ઈસુ વિષેના ગૂંચવણભર્યાં અને ખોટા વિચારોમાંથી મુક્ત કરે છે. આપણે ઈસુ વિષે જે કંઈ માનતા હોઈએ, શું એનાથી કોઈ ફરક પડે છે? ચોક્કસ પડે છે. યહોવાને ફરક પડે છે. ઈસુને ફરક પડે છે. એટલે, આપણને પણ ફરક પડવો જોઈએ.

યહોવાને કેમ ફરક પડે છે? કેમ કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) યહોવા ચાહે છે કે આપણે સદા માટે સુખેથી જીવીએ. ઈસુએ કહ્યું: ‘ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો સૌથી વહાલો દીકરો આપ્યો. એ માટે કે જે કોઈ એ દીકરા પર વિશ્વાસ કરે, તે હંમેશ માટેનું જીવન મેળવે.’ (યોહાન ૩:૧૬) મનુષ્યના તારણ માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને ધરતી પર મોકલ્યા. ઈશ્વરનો મૂળ મકસદ હતો કે આપણે સદા માટે જીવીએ. (ઉત્પત્તિ ૧:૨૮) એ હેતુ ઈસુ દ્વારા સફળ થશે. જેઓ ઈસુ વિષે સત્ય શીખશે અને તેમના કહેવા પ્રમાણે જીવશે, તેઓને યહોવા કાયમ માટેનું જીવન આપશે.—રોમનો ૬:૨૩.

ઈસુને કેમ ફરક પડે છે? ઈસુને પણ મનુષ્યો માટે અપાર પ્રેમ છે. તેમણે સ્વાર્થ વગર રાજીખુશીથી આપણા માટે પોતાનું જીવન આપ્યું. (યોહાન ૧૫:૧૩) તે જાણતા હતા કે મનુષ્યોનો ઉદ્ધાર થાય એ માટે પોતે માર્ગ ખોલી રહ્યાં છે. (યોહાન ૧૪:૬) ઈસુ ચાહે છે કે પોતાની કુરબાનીમાંથી વધુ ને વધુ લોકો લાભ મેળવે. એટલે જ તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે આખી દુનિયામાં ઈશ્વરની ઇચ્છા અને મકસદ વિષે જણાવે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.

આપણને કેમ ફરક પડવો જોઈએ? તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે? મોટા ભાગના લોકો કહેશે કે ‘મારી તંદુરસ્તી અને મારું કુટુંબ.’ શું તમે ચાહો છો કે તમે અને તમારું કુટુંબ હંમેશા તંદુરસ્ત અને સુખી રહે? યહોવા ઈશ્વર આપણને ઈસુ દ્વારા નવી દુનિયામાં બીમારી, ઘડપણ અને મરણ વગરનું કાયમી જીવન આપવા ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ચોક્કસ તમે પણ એ જીવન મેળવવા ચાહશો! પણ, એ માટે તમારે કંઈ કરવું જોઈએ.

આ લેખની શરૂઆતમાં કલમ જણાવે છે કે “તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.” યહોવાનો મકસદ પૂરો કરવામાં ઈસુએ મોટો ભાગ ભજવ્યો છે. એ વિષેનું સત્ય આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરશે. એ આઝાદી મેળવવા તમારે “સત્ય” જાણવાની જરૂર છે. કેમ નહિ કે તમે પણ એ સત્ય વિષે વધારે શીખો. એમ કરવાથી તમને અને તમારા કુટુંબને લાભ થશે. યહોવાના સાક્ષીઓ તમને એ સત્ય વિષે શીખવા ખુશીથી મદદ કરશે. (w12-E 04/01)