સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકરાગિતા ધરાવતો પુસ્તક સંગ્રહ

એકરાગિતા ધરાવતો પુસ્તક સંગ્રહ

એકરાગિતા ધરાવતો પુસ્તક સંગ્રહ

‘ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર શક્તિની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યાં.’—૨ પીતર ૧:૨૧.

બાઇબલ કઈ રીતે જુદું પડે છે? પહેલાંના સમયના અહેવાલો ભલે એક જ સમયમાં નોંધવામાં આવ્યા હોય, તોપણ ઘણી વાર એકબીજાથી જુદા પડે છે. જુદી જુદી વ્યક્તિઓએ, અલગ જગ્યાએ, અલગ સમયે લખેલાં પુસ્તકો ભાગ્યે જ સુમેળમાં હોય છે. તેમ છતાં, બાઇબલ દાવો કરે છે કે એનાં બધાં ૬૬ પુસ્તકોનો સંદેશો એક જ છે; એ એકરાગિતામાં છે, કેમ કે એને લખાવનાર એક જ છે.—૨ તીમોથી ૩:૧૬.

એક દાખલો: ઈસવીસન પૂર્વે સોળમી સદીમાં, મુસા નામે એક ભરવાડ હતા. તેમણે બાઇબલના પહેલા પુસ્તકમાં લખ્યું કે “સંતાન” મનુષ્યોને બચાવવા આવશે. એ પુસ્તકમાં પછીથી ભાખવામાં આવ્યું કે એ સંતાન ઇબ્રાહીમ, ઇસહાક અને યાકૂબના વંશમાં આવશે. (ઉત્પત્તિ ૩:૧૫; ૨૨:૧૭, ૧૮; ૨૬:૨૪; ૨૮:૧૪) પાંચસો વર્ષ પછી, નાથાન પ્રબોધકે જણાવ્યું કે એ સંતાન દાઊદના રાજવી વંશમાંથી હશે. (૨ શમૂએલ ૭:૧૨) એના એક હજાર વર્ષ પછી, પ્રેરિત પાઊલે સમજાવ્યું કે ઈસુ અને તેમણે પસંદ કરેલા શિષ્યોનું આ સંતાન બનશે. (રોમનો ૧:૧-૪; ગલાતી ૩:૧૬, ૨૯) છેવટે ઈ.સ. પહેલી સદીના અંતમાં, બાઇબલના છેલ્લા પુસ્તકમાં ભાખવામાં આવ્યું કે સંતાનના સભ્યો ઈસુ વિષેની સાક્ષી પૃથ્વી પર આપશે. એમાં એવું પણ જણાવ્યું હતું કે સંતાનના બધા જ સભ્યોને સ્વર્ગમાં સજીવન કરવામાં આવશે અને તેઓ ઈસુ સાથે હજાર વર્ષ રાજ કરશે. તેઓ શેતાનનો નાશ કરશે અને માનવજાતને બચાવશે.—પ્રકટીકરણ ૧૨:૧૭; ૨૦:૬-૧૦.

બાઇબલ ટીકાકારો શું કહે છે? બાઇબલનાં ૬૬ પુસ્તકોની ઝીણવટભરી તપાસ કર્યાં પછી, લુઇસ ગોસેને નવાઈ પામતા આમ લખ્યું: “આ પુસ્તકમાં પ્રભાવિત કરતી એકરાગિતા જોવા મળે છે. ઘણા લેખકો દ્વારા પંદરસો વર્ષના સમયગાળામાં એ લખાયું. તેઓ જાણે એ મકસદ સમજી ગયા હોય તેમ, એના તરફ સતત આગળ વધતા ગયા. એ મકસદ હતો ઈશ્વરના દીકરા દ્વારા આખી દુનિયાને બચાવવાનો ઇતિહાસ.”—થીઓપનીયસ્ટીસંપૂર્ણ રીતે પ્રેરણા પામેલા પવિત્ર શાસ્ત્રવચનો (અંગ્રેજી).

તમને શું લાગે છે? શું તમે આશા રાખશો કે ૧,૫૦૦ વર્ષના સમયગાળામાં ૪૦ અલગ અલગ પુરુષોએ લખેલું એક પુસ્તક પૂરેપૂરું સુમેળમાં હોય? કે પછી બાઇબલ અજોડ છે? (w12-E 06/01)

[પાન ૭ પર બ્લર્બ]

‘આ લખાણોને ભેગા કરીએ ત્યારે, એનું એક પુસ્તક બને છે. દુનિયાનું કોઈ પણ સાહિત્ય એની સરખામણી કરી શકે નહિ. અરે, એની નજીક પણ આવી શકે નહિ!’—જૂના કરારની સમસ્યાઓ (અંગ્રેજી), જેમ્સ ઓર