સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તે દહાડો અથવા ઘડી તમે જાણતા નથી”

“તે દહાડો અથવા ઘડી તમે જાણતા નથી”

“માટે તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી.”—માથ. ૨૫:૧૩.

૧-૩. (ક) ઈસુ ખ્રિસ્તે આપેલાં બે દૃષ્ટાંતો કેવા દાખલાઓથી સમજી શકાય? (ખ) આપણે કેવા સવાલોના જવાબ આપવાની જરૂર છે?

 કલ્પના કરો કે એક મોટો અધિકારી અગત્યની સભામાં જવા માટે તમારી ગાડીમાં તેને મૂકી જવાનું કહે છે. તેને લેવા જાવ એની થોડી મિનિટો પહેલાં, તમને ખ્યાલ આવે છે કે ગાડીમાં પૂરતું પેટ્રોલ નથી. તમારે ઝડપથી એ લેવા જવું પડે એમ છે. તમે પેટ્રોલ પૂરાવવા જાવ છો ત્યારે અધિકારી આવે છે. તે આમતેમ જુએ છે પણ તમે દેખાતા નથી. તેમને મોડા પડવું પોસાય એમ નથી એટલે તે બીજા કોઈની મદદ લે છે. થોડી વારમાં, તમે પાછા આવો છો અને ખબર પડે છે કે અધિકારી તમારા વગર જતા રહ્યા છે. તમને કેવું લાગશે?

હવે કલ્પના કરો કે તમે અધિકારી છો અને ત્રણ યોગ્ય વ્યક્તિઓને પસંદ કરીને મહત્ત્વનું કામ સોંપો છો. તમે કામ વિષે સમજાવો છો અને ત્રણેય ખુશીથી એ કરવા તૈયાર થઈ જાય છે. પણ થોડા સમય પછી જ્યારે તમે પાછા આવો છો, ત્યારે તમને જાણ થાય છે કે એમાંની ફક્ત બે વ્યક્તિઓએ જ પોતાનું કામ કર્યું છે. અધૂરામાં પૂરું, જેણે કામ નથી કર્યું તે બહાનાં કાઢી રહી છે. હકીકતમાં તો, તેણે કામ કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો. તમને કેવું લાગશે?

આપણે જોયેલા દાખલાઓ, કુમારિકાઓ અને તાલંતનાં જે દૃષ્ટાંતો ઈસુ ખ્રિસ્તે આપ્યાં હતાં એના જેવા છે. એનાથી તેમણે સમજાવ્યું હતું કે અંતના સમયે શા માટે અમુક અભિષિક્ત ખ્રિસ્તીઓ વિશ્વાસુ અને બુદ્ધિમાન સાબિત થશે, જ્યારે કે અમુક નહિ થાય. * (માથ. ૨૫:૧-૩૦) પોતાની વાત પર ભાર મૂકવા તેમણે આમ કહ્યું: “માટે તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી.” ઈસુ એ સમય વિષે જણાવી રહ્યા હતા, જ્યારે શેતાનની દુનિયા પર તે ઈશ્વરનો ન્યાયચુકાદો લાવશે. (માથ. ૨૫:૧૩) આપણે એ સલાહ આજે લાગુ પાડી શકીએ છીએ. ઈસુએ ઉત્તેજન આપ્યું હતું તેમ, આપણે જાગતા રહીને કઈ રીતે ફાયદો મેળવી શકીએ? કોણે સાબિત કર્યું છે કે તેઓ બચવા માટે તૈયાર છે? જાગતા રહેવા આપણે હમણાં શું કરવું જ જોઈએ?

જાગતા રહીને ફાયદો મેળવો

૪. ‘જાગતા રહેવાનો’ અર્થ વારંવાર ઘડિયાળ જોવી એવો કેમ થતો નથી?

અમુક પ્રવૃત્તિઓમાં આપણે સમયને વળગી રહેવું પડે છે. જેમ કે, ફેક્ટરીમાં કામ કરવું, ડૉક્ટર પાસે જવું, બસ કે ટ્રેન પકડવી. જ્યારે કે બીજી કેટલીક પ્રવૃત્તિઓમાં વારંવાર સમય જોવો ધ્યાન ભટકાવી શકે, અરે જોખમ વધારી શકે. જેમ કે, આગને કાબૂમાં લેવી અથવા આફત સમયે બચાવ કાર્ય કરવું. આવા સંજોગોમાં હાથમાં લીધેલું કામ સમય કરતાં વધારે મહત્ત્વનું હોય છે. દુનિયાના અંતનો સમય જેમ નજીક આવી રહ્યો છે, તેમ યહોવાએ કરેલી તારણની ગોઠવણ વિષે જણાવવું હમણાં સૌથી અગત્યનું છે. ખ્રિસ્તીઓ તરીકે જાગતા રહેવાનો અર્થ, વારંવાર ઘડિયાળ જોવી એવો થતો નથી. હકીકતમાં, અંત ક્યારે આવશે એ ચોક્કસ દિવસ કે ઘડી વિષે જાણતા ન હોવાના ઓછામાં ઓછા પાંચ ફાયદા છે.

૫. અંતનો દિવસ કે ઘડી જાણતા ન હોવાથી, આપણા દિલમાં છે એ બહાર લાવવા કેવી રીતે મદદ મળશે?

પહેલો ફાયદો એ કે અંત ક્યારે આવશે એ જાણતા ન હોવાથી, આપણા હૃદયમાં ખરેખર શું છે એ બહાર આવશે. યહોવા આપણને પસંદગી આપે છે કે તેમને વફાદાર રહેવું કે નહિ. એ રીતે યહોવા આપણને માન આપે છે. ખરું કે આપણે આ દુનિયાના અંતમાંથી બચવા ઇચ્છીએ છીએ. છતાં પણ આપણે ફક્ત જીવન મેળવવા જ નહિ, પણ યહોવાને પ્રેમ કરતા હોવાથી તેમની ભક્તિ કરીએ છીએ. (ગીતશાસ્ત્ર ૩૭:૪ વાંચો.) આપણને તેમની ઇચ્છા પ્રમાણે કરવામાં આનંદ આવે છે અને ખબર છે કે ઈશ્વર આપણા ભલા માટે શીખવે છે. (યશા. ૪૮:૧૭) આપણે તેમની આજ્ઞાઓને ભારે ગણતા નથી.—૧ યોહા. ૫:૩.

૬. પ્રેમને લીધે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ ત્યારે તેમને કેવું લાગે છે? શા માટે?

અંતનો દિવસ કે ઘડી ન જાણતા હોવાનો બીજો ફાયદો એ છે કે આપણને યહોવાનું હૃદય ખુશ કરવાની તક મળે છે. આપણે કોઈ તારીખના લીધે કે ફક્ત ઇનામ મેળવવા નહિ, પણ યહોવા માટે પ્રેમ હોવાથી તેમની ભક્તિ કરીએ છીએ. આમ, આપણે યહોવાને મદદ કરીએ છીએ જેથી તે પોતાના દુશ્મન શેતાનનાં ખોટાં મહેણાંનો જવાબ આપી શકે. (અયૂ. ૨:૪, ૫; નીતિવચનો ૨૭:૧૧ વાંચો.) શેતાનને લીધે થયેલાં બધાં દુઃખ-દર્દનો વિચાર કરવાથી, આપણે ખુશીથી સ્વીકારીએ છીએ કે યહોવા જ વિશ્વના માલિક છે. તેમ જ, આપણે શેતાનના દુષ્ટ શાસનને ધિક્કારીએ છીએ.

૭. શા માટે તમારું જીવન ઈશ્વરની ભક્તિ અને બીજાઓને મદદ કરવા વાપરવા માંગો છો?

અંતની કોઈ ચોક્કસ તારીખ જાણતા ન હોવાનો ત્રીજો ફાયદો શું છે? એ આપણને સ્વાર્થી ન બનવા તથા ઈશ્વરની ભક્તિમાં અને બીજાઓને શીખવવામાં આપણું જીવન વાપરવા મદદ કરે છે. ઈશ્વરને ઓળખતા નથી એવાં અમુક લોકો આજે માને છે કે હમણાંની દુનિયા લાંબો સમય ચાલશે નહિ. કોઈ અણધારી આફતના ડરને લીધે, તેઓ વિચારે છે કે “ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.” (૧ કોરીં. ૧૫:૩૨) જ્યારે કે આપણે ડરતા નથી. આપણે પોતાની ઇચ્છાઓ પૂરી કરવા દુનિયાથી અલગ થઈને જીવતા નથી. (નીતિ. ૧૮:૧) એના બદલે, આપણે પોતાનો નકાર કરીએ છીએ. ઈશ્વરના રાજ્યની ખુશખબર બીજાઓને જણાવવા આપણો સમય, શક્તિ અને બીજી બાબતો છૂટથી વાપરીએ છીએ. (માથ્થી ૧૬:૨૪ વાંચો.) ઈશ્વરની ભક્તિ કરવામાં, ખાસ તો બીજાઓને તેમના વિષે શીખવા મદદ કરવામાં આપણને આનંદ આવે છે.

૮. કયો દાખલો બતાવે છે કે આપણે યહોવા અને બાઇબલ પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ?

ચોથો ફાયદો એ કે આપણને યહોવા પર પૂરેપૂરો ભરોસો રાખવા અને બાઇબલની સલાહને જીવનમાં ખંતથી લાગુ પાડવા મદદ કરે છે. મનુષ્યના પાપી સ્વભાવનો એક વિશેષ ગુણ એ છે કે આપણે પોતા પર વધારે પડતો ભરોસો રાખતા હોઈએ છીએ. પાઊલે બધા ખ્રિસ્તીઓને સલાહ આપી કે “જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” ઈશ્વરના લોકોને યહોશુઆ વચનના દેશમાં લઈ જાય એના થોડા જ સમય પહેલાં, ત્રેવીસ હજાર લોકોએ યહોવાની કૃપા ગુમાવી દીધી. પાઊલ કહે છે, ‘એ સઘળું યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે.’—૧ કોરીં. ૧૦:૮, ૧૧, ૧૨.

૯. તકલીફો આપણને કઈ રીતે વધારે સારા બનાવી શકે અને ઈશ્વરની નજીક લઈ જઈ શકે?

અંત વિષે જાણતા ન હોવાનો પાંચમો ફાયદો એ છે કે હમણાંની તકલીફો આપણને વધારે સારા બનાવશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૭૧ વાંચો.) આ દુનિયાના છેલ્લા દિવસો ખરેખર “સંકટના વખતો” છે. (૨ તીમો. ૩:૧-૫) શેતાનની દુનિયામાંથી ઘણા લોકો આપણને ધિક્કારે છે, એટલે આપણી શ્રદ્ધાને લીધે સતાવણી થઈ શકે. (યોહા. ૧૫:૧૯; ૧૬:૨) આવી સતાવણી દરમિયાન જો આપણે નમ્ર રહીશું અને ઈશ્વરનું માર્ગદર્શન શોધીશું, તો આપણી શ્રદ્ધા જાણે આગમાંથી પસાર થઈ હોય એમ શુદ્ધ અને મજબૂત થશે. આપણે હિંમત નહિ હારીએ. એના બદલે, ધાર્યું પણ ન હોય એટલા યહોવાની નજીક જઈશું.—યાકૂ. ૧:૨-૪; ૪:૮.

૧૦. સમય ઝડપથી જતો હોય એવું શાનાથી લાગી શકે?

૧૦ આપણને સમય ઝડપથી અથવા ધીમેથી પસાર થતો હોય એવું લાગી શકે. ઘડિયાળમાં જોવાને બદલે, આપણે કોઈ કામમાં વ્યસ્ત હોઈએ અને એમાં પૂરેપૂરું ધ્યાન હોય, ત્યારે સમયની ખબર પણ પડતી નથી. એ જ રીતે, જો યહોવાએ સોંપેલા આનંદ આપનાર કામમાં ડૂબેલા રહીશું, તો એ દિવસ અને ઘડી આપણા ધાર્યા કરતાં ઝડપથી આવી જશે. એ વિષે મોટા ભાગના અભિષિક્તોએ સુંદર દાખલો બેસાડ્યો છે. ચાલો આ માહિતી પર ઊડતી નજર નાખીએ: ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા પછી શું થયું; અમુકે કઈ રીતે સાબિત કર્યું કે તેઓ તૈયાર છે, જ્યારે કે બીજાઓએ એમ સાબિત કર્યું નહિ.

અભિષિક્તોએ પોતાને તૈયાર સાબિત કર્યા

૧૧. ૧૯૧૪ પછી, શા માટે અમુક અભિષિક્તોને એવું લાગ્યું કે પ્રભુ મોડું કરી રહ્યા છે?

૧૧ કુમારિકાઓ અને તાલંત વિષેનાં ઈસુએ આપેલાં દૃષ્ટાંતોનો ફરીથી વિચાર કરો. એ દૃષ્ટાંતોમાં જો કુમારિકાઓ અને ચાકરોને ખબર હોત કે વરરાજા અથવા માલિક ક્યારે આવી રહ્યો છે, તો તેઓએ જાગતા રહેવાની જરૂર ન હોત. પણ તેઓ એ જાણતા ન હતા, તેથી તેઓએ તૈયાર રહેવાની જરૂર હતી. ઘણાં વર્ષોથી અભિષિક્તો ૧૯૧૪ને ખાસ વર્ષ તરીકે જોતા હતા, પણ તેઓ સ્પષ્ટ રીતે જાણતા ન હતા કે શું બનશે. તેઓ ધારતા હતા એવું ન થયું ત્યારે, એમ લાગ્યું હોઈ શકે કે વર આવવામાં મોડું કરી રહ્યો છે. એક ભાઈએ પછીથી યાદ કરતા જણાવ્યું, “અમારામાંથી અમુક ખરેખર એવું વિચારતા હતા કે એ ઑક્ટોબરના [૧૯૧૪ના] પહેલા અઠવાડિયામાં અમે સ્વર્ગમાં જઈશું.”

૧૨. અભિષિક્તો કઈ રીતે વિશ્વાસુ અને બુદ્ધિમાન સાબિત થયા?

૧૨ જરા વિચાર કરો કે અંતની રાહ જોતા હોય અને એ ન આવે, તો એ કેટલું નિરાશાજનક બની શકે! વધુમાં, પહેલા વિશ્વયુદ્ધને લીધે ભાઈઓ વિરોધ સહન કરી રહ્યા હતા. એવો સમય શરૂ થયો કે જાણે તેઓ ઊંઘી ગયા અને બધું કામ લગભગ બંધ થઈ ગયું. પણ ૧૯૧૯માં જાગવાનો પોકાર થયો. ત્યારે ઈશ્વરના ભક્તો હોવાનો દાવો કરનારાઓની ઈસુએ ચકાસણી શરૂ કરી. કેટલાક એ ચકાસણીમાં ખોટા સાબિત થયા અને તેઓએ માલિકનો “વેપાર” કરવાનો લહાવો ગુમાવ્યો. (માથ. ૨૫:૧૬) તેઓ સજાગ ન હતા. તેઓ મૂર્ખ કુમારિકાઓ જેવા હતા, જેઓએ પોતાની મશાલો માટે તેલ લીધું ન હતું. તેઓ આળસુ ચાકર જેવા હતા, જેઓ રાજ્ય માટે વ્યક્તિગત ભોગ આપવા તૈયાર ન હતા. મોટા ભાગના અભિષિક્તોએ યુદ્ધનાં મુશ્કેલ વર્ષોમાં પણ પોતાના માલિકને અડગ વફાદારી અને તેમની સેવા કરવાની આતુરતા બતાવી.

૧૩. ૧૯૧૪ પછી ચાકર વર્ગે કેવું વલણ બતાવ્યું છે અને આજે પણ કેવું વલણ બતાવે છે?

૧૩ ૧૯૧૪ પછી, ધ વૉચટાવરમાં આ મહત્ત્વની માહિતી જણાવવામાં આવી: “ભાઈઓ, આપણામાંના જેઓ ઈશ્વર પ્રત્યે યોગ્ય વલણ રાખે છે, તેઓ કોઈ પણ ગોઠવણોથી નિરાશ થયા નથી. અમે એવું ચાહતા નથી કે અમારી ઇચ્છા પ્રમાણે થાય; એટલે જ્યારે અમને ખબર પડી કે ઑક્ટોબર ૧૯૧૪ વિષે અમારી માન્યતા ખોટી હતી, ત્યારે અમે ખુશ થયા કે પ્રભુએ અમારા માટે પોતાની ગોઠવણમાં ફેરફાર ન કર્યો. અમે ચાહતા પણ નથી કે તે એમ કરે. અમે ફક્ત ઇચ્છીએ છીએ કે તેમની ગોઠવણો અને હેતુઓને પારખી શકીએ.” પ્રભુના અભિષિક્તોમાં આજે પણ આવી જ નમ્રતા અને ભક્તિભાવ જોવા મળે છે. તેઓ ઈશ્વરથી પ્રેરિત હોવાનો દાવો કરતા નથી. પણ પ્રભુએ સોંપેલો પૃથ્વી પરનો “વેપાર” કરવાનો તેઓએ પાકો નિર્ણય લીધો છે. હવે “બીજાં ઘેટાં”ની “મોટી સભા” એટલે કે પૃથ્વી પર જીવવાની આશા રાખતા ખ્રિસ્તીઓ સજાગ રહેવા અને ઉત્સાહ બતાવવામાં અભિષિક્તોને પગલે ચાલે છે.—પ્રકટી. ૭:૯; યોહા. ૧૦:૧૬.

પોતાને તૈયાર સાબિત કરીએ

૧૪. વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર જે શીખવે છે એ પાળવું કેમ આપણા સારા માટે છે?

૧૪ અભિષિક્ત ખ્રિસ્તીઓની જેમ, મોટી સભાના સજાગ સભ્યો પણ ઈશ્વરે શિક્ષણ આપવા પસંદ કરેલી ગોઠવણને વળગી રહે છે. તેઓ બતાવી આપે છે કે ચાકર વર્ગ જે શીખવે છે એ પાળવા તેઓ તૈયાર છે. તેઓ મશાલમાં ફરીથી તેલ પૂરી રહ્યા હોય એના જેવું એ છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૦; યોહાન ૧૬:૧૩ વાંચો.) એ રીતે હિંમત મેળવીને, સખત સતાવણીમાં પણ કામ કરતા રહીને તેઓ સાબિત કરે છે કે ખ્રિસ્ત પાછા ફરશે ત્યારે પોતે તૈયાર હશે. ઉદાહરણ તરીકે, નાઝી કેદીઓની એક છાવણીમાં શરૂઆતમાં ભાઈઓ પાસે એક જ બાઇબલ હતું. તેથી, તેઓએ ઈશ્વરનું શિક્ષણ વધારે મેળવવા પ્રાર્થના કરી. એના થોડા સમય પછી, તેઓને ખબર પડી કે છાવણીમાં આવેલો નવો કેદી ભાઈ પોતાના લાકડાના પગમાં ચોરીછૂપીથી ધ વૉચટાવરના અમુક નવા અંકો લાવ્યો છે. એ છાવણીમાંથી બચનાર એક અભિષિક્ત ભાઈ, અર્નેસ્ટ વોઅર યાદ કરતા જણાવે છે: “એ લેખોમાંના ઉત્તેજન આપનારા વિચારોને યાદ રાખવા, યહોવા અમને અજોડ રીતે મદદ કરતા હતા.” એ પછી તે કહે છે: ‘આજે ઈશ્વરનું શિક્ષણ મેળવવું એકદમ સહેલું છે. પણ શું આપણે એની કદર કરીએ છીએ? મને ખાતરી છે કે જેઓ યહોવામાં ભરોસો બતાવે છે, વફાદાર રહે છે અને તેમનું શિક્ષણ લે છે, તેઓ માટે યહોવા પાસે અઢળક આશીર્વાદો છે.’

૧૫, ૧૬. એક યુગલને પ્રચાર કાર્ય માટેના ઉત્સાહને લીધે કઈ રીતે આશીર્વાદ મળ્યો? તમે એવા અનુભવોમાંથી શું શીખી શકો?

૧૫ ખ્રિસ્તના ભાઈઓને પૂરો ટેકો આપતા બીજાં ઘેટાંના સભ્યો પણ માલિકના કામમાં વ્યસ્ત રહે છે. (માથ. ૨૫:૪૦) તેઓ ઈસુએ આપેલા દૃષ્ટાંતમાંના ભૂંડા અને આળસુ ચાકર જેવા નથી. પણ ઈશ્વરના રાજ્યને પ્રથમ મૂકવા તેઓ ભોગ આપવા અને વધારે પ્રયત્નો કરવા તૈયાર છે. દાખલા તરીકે, જોન અને મસાકોને કેન્યામાં ચીની ભાષા બોલતા લોકોને પ્રચાર કરવા આમંત્રણ આપવામાં આવ્યું. શરૂઆતમાં તેઓ ચોક્કસ ન હતા કે જવું કે નહિ. પણ પ્રાર્થનાપૂર્વક પોતાના સંજોગો પર વિચાર કર્યા પછી, તેઓએ ત્યાં જવાનું નક્કી કર્યું.

૧૬ તેઓના પ્રયત્નને ઘણા આશીર્વાદો મળ્યા. “અહીંયા પ્રચાર એકદમ અદ્‍ભુત છે,” તેઓએ જણાવ્યું. તેઓએ સાત બાઇબલ અભ્યાસો શરૂ કર્યા અને બીજા ઘણા સારા અનુભવોનો પણ આનંદ માણ્યો. તેઓ છેલ્લે કહે છે કે “અહીં મોકલ્યા એ માટે અમે યહોવાનો દરરોજ આભાર માનીએ છીએ.” ચોક્કસ, એવા બીજા ઘણા ભાઈબહેનો છે, જેઓ પોતાના નિર્ણયો દ્વારા બતાવી આપે છે કે અંત ગમે ત્યારે આવે, પણ તેઓ યહોવાની સેવામાં પૂરેપૂરા ડૂબેલા રહેવા મક્કમ છે. ગિલયડ શાળામાંથી સ્નાતક થઈને મિશનરી સેવામાં ગયેલા હજારો ભાઈબહેનો વિષે વિચારો. એ વિષેની ઝલક મેળવવા આ લેખ જોઈ શકો: ચોકીબુરજ ઑક્ટોબર ૧૫, ૨૦૦૧, “અમે અમારાથી બનતું બધું જ કરીએ છીએ!” મિશનરી સેવામાંના એક દિવસ વિષેની રસપ્રદ માહિતી વાંચો ત્યારે, વિચાર કરો કે ઈશ્વરની સેવામાં તમે કઈ રીતે વધારે કરી શકો. તમારી સેવાથી તેમની સ્તુતિ થશે અને તમને વધારે આનંદ મળશે.

તમે પણ જાગતા રહો

૧૭. દિવસ કે ઘડી જાણતા ન હોવું કેવી રીતે આશીર્વાદ છે?

૧૭ દેખીતું છે કે જગતના અંતનો ચોક્કસ દિવસ કે ઘડી જાણતા ન હોવું, એક આશીર્વાદ સાબિત થયો છે. જ્યારે આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે કરવામાં ડૂબી જઈએ છીએ, ત્યારે નિરાશ કે હતાશ થતા નથી. એના બદલે, આપણા પ્રેમાળ પિતા યહોવાની વધારે નજીક આવીએ છીએ. આપણે ધ્યાન ભટકાવનારી બાબતોથી દૂર રહીએ છીએ અને જાણે કે હળ પર હાથ રાખીએ છીએ. એનાથી આપણને માલિકની સેવામાં પુષ્કળ આનંદ મળે છે.—લુક ૯:૬૨.

૧૮. આપણે શ્રદ્ધામાં કેમ મક્કમ રહેવા માગીએ છીએ?

૧૮ ઈશ્વરના ન્યાયના દિવસ તરફ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. યહોવા કે ઈસુને આપણામાંથી કોઈ પણ નિરાશ કરવા માંગતું નથી. તેઓએ આ છેલ્લા સમયમાં આપણને કીમતી લહાવાઓની સોંપણી કરી છે. તેઓએ આપણા પર મૂકેલો આ ભરોસો આપણે મન કેટલો પ્રિય છે!—૧ તીમોથી ૧:૧૨ વાંચો.

૧૯. આપણે તૈયાર છીએ એ કઈ રીતે સાબિત કરી શકીએ?

૧૯ ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની, ચાલો નિર્ણય કરીએ કે ઈશ્વરે સોંપેલું પ્રચાર કાર્ય અને શિષ્ય બનાવવાના કામમાં વફાદાર રહીએ. આપણને હજી પણ ખબર નથી કે યહોવાનો દિવસ કઈ ઘડીએ આવશે. શું એ જાણવાની આપણને ખરેખર જરૂર છે? આપણે તૈયાર છીએ, એવું સાબિત કરી શકીએ છીએ અને સાબિત કરતા રહીશું. (માથ. ૨૪:૩૬, ૪૪) આપણને ખાતરી છે કે જ્યાં સુધી યહોવામાં પૂરો ભરોસો રાખીશું અને રાજ્યને પ્રથમ મૂકતા રહીશું, ત્યાં સુધી નિરાશ થવું નહિ પડે.—રોમ. ૧૦:૧૧. (w12-E 09/15)