સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સવાલોના જવાબ

બાઇબલ સવાલોના જવાબ

શું ઈશ્વરનું કોઈ નામ છે?

આપણા કુટુંબમાં દરેકનું નામ હોય છે. અરે, પાળેલાં જાનવરનું પણ નામ હોય છે. તો જરા વિચાર કરો કે આખા વિશ્વના બનાવનાર ઈશ્વરનું શું નામ નહિ હોય? બાઇબલમાં ઈશ્વરના ઘણા ખિતાબો છે. જેમ કે, સર્વશક્તિમાન ઈશ્વર, સર્વોપરી પ્રભુ અને સરજનહાર, વગેરે. જોકે, ઈશ્વરનું ચોક્કસ એક નામ છે.યશાયા ૪૨:૮ વાંચો.

બાઇબલના ઘણાં ભાષાંતરોમાં ઈશ્વરનું નામ ગીતશાસ્ત્ર ૮૩:૧૮માં જોવા મળે છે. દાખલા તરીકે, પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી.માં આમ લખ્યું છે: “તું, જેનું નામ યહોવા છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છે.”

ઈશ્વરના નામનો કેમ ઉપયોગ કરવો જોઈએ?

ઈશ્વર ચાહે છે કે આપણે તેમને નામથી બોલાવીએ. જેમ આપણે ખાસ મિત્રો સાથે વાત કરતી વખતે તેઓને નામથી બોલાવીએ છીએ. એવી જ રીતે, ઈશ્વર સાથે વાત કરતી વખતે પણ આપણે તેમનું નામ લેવું જોઈએ. વધુમાં, ઈસુ ખ્રિસ્તે પણ ઈશ્વરના નામનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપ્યું હતું.માથ્થી ૬:૯; યોહાન ૧૭:૨૬ વાંચો.

જોકે, ઈશ્વરના મિત્ર બનવા તેમનું નામ જાણવું જ પૂરતું નથી. પણ તેમના વિશે વધારે જાણવાની જરૂર છે. જેમ કે, ઈશ્વર કેવા છે? શું ઈશ્વરને વધારે સારી રીતે ઓળખી શકાય? આવા સવાલોના જવાબ તમે બાઇબલમાંથી મેળવી શકો છો. (w13-E 01/01)