સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારાં બાળકોને શીખવો

પીતર અને અનાન્યા જૂઠું બોલ્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

પીતર અને અનાન્યા જૂઠું બોલ્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

તમે જાણો છો એમ સાચી વાત છૂપાવીએ તો એ જૂઠું કહેવાય. શું તમે કદી જૂઠું બોલ્યા છો? a અરે, ઈશ્વરને ચાહતા અમુક મોટા લોકો પણ જૂઠું બોલ્યા હતા. એવી એક વ્યક્તિ વિશે બાઇબલ જણાવે છે જે કદાચ તમે જાણતા હશો. એ પીતર છે, ઈસુના બાર પ્રેરિતોમાંના એક. ચાલો તેમની વાર્તામાં જોઈએ કે તે કેમ થોડું જૂઠું બોલ્યા.

કલ્પના કરો કે ઈસુની ધરપકડ થઈ છે. તેમને પ્રમુખ યાજકના ઘરે લઈ જવામાં આવે છે. મધરાતને પણ થોડો સમય વીતી ગયો છે. કોઈ ઓળખે નહિ એમ છૂપી રીતે પીતર પ્રમુખ યાજકના આંગણામાં આવે છે. પીતરને અંદર આવવા દેતી દાસી તાપણાનાં પ્રકાશમાં તેને ઓળખી કાઢતા કહે છે: ‘તું પણ ઈસુ જોડે હતો.’ પીતર ડરી જતા કહે છે કે હું ન હતો.

એના થોડા સમય પછી બીજી દાસી તેને જોઈને કહે છે: ‘તે પણ ઈસુ સાથે હતો.’ પીતર ફરીથી નકાર કરે છે. અમુક સમય પછી બીજા લોકો પીતરને જઈને કહે છે: “ખરેખર તું પણ તેઓમાંનો છે.”

પીતર ગભરાય જાય છે. ત્રીજી વાર જૂઠું બોલતા તે કહે છે: “હું તે માણસને ઓળખતો નથી.” મરઘો બોલે છે અને પીતર તરફ ઈસુ જુએ છે. અમુક કલાકો પહેલાં ઈસુએ કહેલા આ શબ્દો પીતરને યાદ આવે છે: “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.” પીતરને દુઃખ થયું હોવાથી તે રડવા લાગે છે. તેમને બહુ પસ્તાવો થાય છે!

શું આવું કંઈ તમારી સાથે પણ બની શકે?— કદાચ સ્કૂલમાં છોકરાઓ યહોવાના સાક્ષી વિશે વાત કરવા લાગે. કોઈ કહે કે “તેઓ ધ્વજવંદન કરતા નથી.” બીજો કહે કે “તેઓ જન્મદિવસ ઉજવતા નથી.” વળી, બીજો કહે, “તેઓ નાતાલ ઉજવતા નથી એટલે ખ્રિસ્તી ન કહેવાય.” પછી કોઈ તમારી તરફ ફરીને કહે, “તું પણ યહોવાનો એક સાક્ષી છે ને?” ત્યારે તમે શું કહેશો?

એવું બને એ પહેલાં સારો જવાબ આપવા તમારે તૈયારી કરવી જોઈએ. પીતર તૈયાર ન હતા, એટલે દબાણ આવવાથી તે જૂઠું બોલ્યા. જોકે, તેમને એનો ઘણો પસ્તાવો થયો અને ઈશ્વરે તેમને માફ કર્યા.

અનાન્યા પણ ઈસુના એક શિષ્ય હતા. તે પણ જૂઠું બોલ્યા હતા. પરંતુ, યહોવાએ તેમને અને તેમની પત્ની સાફીરાને માફ ન કર્યાં. તે પોતાના પતિ સાથે જૂઠું બોલવા સહમત થઈ. ચાલો આપણે જોઈએ કે ઈશ્વરે કેમ અનાન્યા અને સાફીરાને માફ ન કર્યાં.

ઈસુ પોતાના પ્રેરિતોને છોડીને પાછા સ્વર્ગમાં યહોવા પાસે ગયા. એના દસ દિવસ પછી લગભગ ૩,૦૦૦ લોકો યરૂશાલેમાં બાપ્તિસ્મા પામ્યા. તેઓમાંના ઘણા દૂર દૂરથી પાસ્ખા પર્વ ઊજવવા માટે યરૂશાલેમ આવ્યા હતા. ઈસુના શિષ્ય બન્યા પછી નવી માન્યતા વિશે વધારે શીખવા તેઓ ત્યાં રોકાયા. એ વખતે તેઓની સંભાળ રાખવા ઈસુના અમુક શિષ્યોએ પોતાના પૈસા વાપર્યા.

નવા ભાઈબહેનોને મદદ કરવા અનાન્યા અને સાફીરાએ પોતાની અમુક મિલકત વેચી. પ્રેરિતોની આગળ અનાન્યાએ પૈસા લાવીને કહ્યું, ‘મારી મિલકતની આ પૂરી રકમ છે.’ પણ એ ખરું ન હતું. તેણે પોતાની માટે અમુક પૈસા રાખી મૂક્યા. યહોવાએ એના વિશે પીતરને જણાવ્યું. એટલે પીતરે અનાન્યાને કહ્યું: “તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.” એ જ સમયે, અનાન્યા ઢળી પડીને મરણ પામ્યો. ત્રણેક કલાક પછી તેની પત્ની આવી. તે જાણતી ન હતી કે પોતાના પતિનું શું થયું છે. તે પણ જૂઠું બોલી. તેથી, તે પણ ઢળી પડીને મરણ પામી.

કેટલો જોરદાર બોધપાઠ: સાચું બોલવું ખૂબ મહત્ત્વનું છે. આમાંથી આપણે બધાએ શીખવું જોઈએ. જોકે, આપણા બધાથી ભૂલો થાય છે. ખાસ કરીને યુવાનીમાં. યહોવાને તમે ખૂબ વહાલા છો અને પીતરને માફ કર્યાં એમ તે તમને પણ માફ કરશે. એ જાણીને શું તમને ખુશી થતી નથી?— પણ ભૂલશો નહિ, આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. અને આપણે કોઈ વાર ભૂલથી જૂઠું બોલીએ તો, ઈશ્વરની આગળ માફી માંગવી જોઈએ. પીતરે પણ એવું જ કર્યું હશે, એટલે તેમને માફ કરવામાં આવ્યા. જૂઠું ન બોલવાનો આપણે સખત પ્રયત્ન કરીશું તો, ઈશ્વર પણ આપણને માફ કરશે. ▪ (w13-E 03/01)

a તમે બાળક સાથે વાંચતા હો તો, આ લીટી યાદ કરાવશે કે બાળકના વિચારો જાણવા તમારે થોભવાની જરૂર છે.