સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારી પસંદગી કરીને વારસાને સાચવી રાખો

સારી પસંદગી કરીને વારસાને સાચવી રાખો

“જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.”—રોમ. ૧૨:૯.

૧, ૨. (ક) ઈશ્વરની ભક્તિ વિશે સારી પસંદગી કરવા તમને ક્યાંથી મદદ મળી? (ખ) વારસા વિશે કયા સવાલોની ચર્ચા આ લેખમાં કરીશું?

 આપણા જેવા લાખો લોકોએ યહોવાની ભક્તિ કરવાની અને ઈસુને અનુસરવાની સારી પસંદગી કરી છે. (માથ. ૧૬:૨૪; ૧ પીત. ૨:૨૧) ઈશ્વરને કરેલા સમર્પણને આપણે નાનીસૂની વાત નથી ગણતા. અમુક કલમોનાં ઉપરછલ્લા જ્ઞાનને લીધે નહિ, પણ બાઇબલના ઊંડા અભ્યાસને લીધે આપણે સારી પસંદગી કરી શક્યા છીએ. આમ, યહોવાએ આપેલા વચનમાં આપણો ભરોસો મજબૂત થયો છે કે, જે લોકો તેમનું અને ઈસુ ખ્રિસ્ત વિશેનું જ્ઞાન લેતા રહેશે તેઓને તે વારસો આપશે.—યોહા. ૧૭:૩; રોમ. ૧૨:૨.

યહોવા સાથે સારો સંબંધ જાળવી રાખવા, આપણે એવી પસંદગી કરીશું જેનાથી તે ખુશ થાય. આ લેખમાં આપણે અમુક મહત્ત્વના સવાલોની ચર્ચા કરીશું. જેમ કે, આપણો વારસો શું છે? એને કેવો ગણવો જોઈએ? કઈ રીતે એ વારસો મેળવી શકીએ? સારી પસંદગી કરવા શું મદદ કરશે?

આપણો વારસો શું છે?

૩. (ક) અભિષિક્તો માટે શું વારસો છે? (ખ) “બીજાં ઘેટાં” માટે શું વારસો છે?

અમુક ખ્રિસ્તીઓને ‘અવિનાશી, નિર્મળ અને કરમાઈ ન જનારા વતનʼનો વારસો મળશે. તેઓને ખ્રિસ્ત સાથે રાજ કરવાનો અનમોલ લહાવો મળશે. (૧ પીત. ૧:૩, ૪) એ લહાવો મેળવવા તેઓને “નવો જન્મ” પામવું જરૂરી છે. (યોહા. ૩:૧-૩) ઈસુના લાખો “બીજાં ઘેટાં” જેઓ ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરે છે, તેઓને કેવો વારસો મળશે? (યોહા. ૧૦:૧૬) આદમ અને હવાએ જે અનંતજીવન ગુમાવ્યું, એ તેઓને મળશે. તેઓ સુંદર ધરતી પર દુઃખ, તકલીફ અને મરણ વગરના જીવનનો આનંદ માણશે. (પ્રકટી. ૨૧:૧-૪) ઈસુના શબ્દો એ પુરવાર કરે છે. તેમણે વધસ્તંભ પર બાજુના ગુનેગારને વચન આપ્યું કે: “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.”—લુક ૨૩:૪૩.

૪. હમણાં આપણે વારસાના કયા અમુક આશીર્વાદો માણીએ છીએ?

વારસાના અમુક આશીર્વાદ આપણે હમણાં પણ માણીએ છીએ. જેમ કે, ‘ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતા છુટકારા’ પર વિશ્વાસ મૂકીને આપણને મનની શાંતિ મળે છે. તેમ જ, ઈશ્વર સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ. (રોમ. ૩:૨૩-૨૫, કોમન લેંગ્વેજ) બાઇબલમાં આપેલાં વચનોની ઊંડી સમજણ મેળવી શકીએ છીએ. વધુમાં, આંતરરાષ્ટ્રીય ભાઈચારાનો ભાગ હોવું પણ એક ખુશીની વાત છે. અરે, યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાવવું પણ મોટો લહાવો છે! ચોક્કસ, આપણે વારસાની ઘણી કદર કરીએ છીએ.

૫. આપણા માટે શેતાનનો ઇરાદો શું છે? તેની ચાલાકીઓનો સામનો કરવા આપણને શું મદદ કરશે?

વારસાને ગુમાવી ન બેસીએ માટે આપણે શેતાનની ચાલાકીઓથી સાવચેત રહેવું જોઈએ. શેતાન હંમેશાં પ્રયત્ન કરે છે કે ખોટી પસંદગી કરીને આપણે વારસો ગુમાવીએ. (ગણ. ૨૫:૧-૩, ૯) તે જાણે છે કે તેની પાસે સમય થોડો જ છે. એટલે, તેણે આપણને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો વધારી દીધા છે. (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭ વાંચો.) ‘શેતાનની ખરાબ યુક્તિઓની સામે દૃઢ’ રહેવા વારસાને મૂલ્યવાન ગણવો જરૂરી છે. (એફે. ૬:૧૧) ચાલો જોઈએ કે, ઈસ્હાકના પુત્ર એસાવનો ચેતવણીરૂપ દાખલો આપણને શું શીખવે છે.

એસાવ જેવા ન બનશો

૬, ૭. એસાવ કોણ હતો? તેને કેવો વારસો મળવાનો હતો?

આશરે ૪,૦૦૦ વર્ષ પહેલાં, ઈસ્હાક અને રિબકાને જોડીયા દીકરા થયા. તેઓનું નામ એસાવ અને યાકૂબ હતું. તેઓ સ્વભાવે એકબીજાથી અલગ હતા. બાઇબલ જણાવે છે, ‘છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વનવગડામાં ફરતા રહેવાનું ગમતું. જ્યારે કે, યાકૂબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો.’ (ઉત. ૨૫:૨૭) બાઇબલ યાકૂબને સ્વભાવે શાંત કહે છે કેમ કે, તે ઈશ્વરના કહ્યા પ્રમાણે કરતો અને પાપ કરવાથી દૂર રહેતો.

એસાવ અને યાકૂબ ૧૫ વર્ષના હતા ત્યારે, તેઓના દાદા ઈબ્રાહીમ ગુજરી ગયા. જોકે, ઈબ્રાહીમને આપેલું વચન યહોવા ભૂલ્યા નહોતા. સમય જતા, યહોવાએ એ વચન ઈસ્હાકને આપ્યું કે, ઈબ્રાહીમના સંતાન દ્વારા પૃથ્વીના સર્વ કુળ આશીર્વાદ પામશે. (ઉત્પત્તિ ૨૬:૩-૫ વાંચો.) ઈશ્વરે ઈબ્રાહીમને વચન આપ્યું હતું કે તેના કુળમાંથી ઉત્પત્તિ ૩:૧૫માં જણાવેલું “સંતાન” આવશે. એ સંતાન મસીહને રજૂ કરે છે. એસાવ પ્રથમ પુત્ર હોવાથી, એ વચનના આશીર્વાદનો હકદાર હતો. એસાવ માટે આ એક અજોડ વારસો હતો. શું તેણે એની કદર કરી?

યહોવા તરફથી મળેલા વારસાને જોખમમાં ન મૂકશો

૮, ૯. (ક) એસાવે કેવી પસંદગી કરી? (ખ) વર્ષો પછી, એસાવને શું ખ્યાલ આવ્યો અને તેણે શું કર્યું?

એક દિવસે એસાવ ખેતરમાંથી આવ્યો અને ‘યાકૂબને શાક રાંધતા’ જોયો. એસાવે યાકૂબને વિનંતી કરી, ‘પેલા લાલ શાકમાંથી મને ખાવા આપ, કેમ કે મને કકડીને ભૂખ લાગી છે.’ યાકૂબે કહ્યું, ‘પહેલા, તું મને પ્રથમ દીકરા હોવાનો તારો હક વેચાતો આપ.’ એસાવે શું કર્યું? વિચાર્યા વગર જવાબ આપ્યો, ‘એ હક મારા શા કામનો?’ એસાવે પ્રથમ દીકરા હોવાના હકને બદલે ખોરાકની પસંદગી કરી. ખાતરી કરવા, યાકૂબે કહ્યું કે, ‘મારી આગળ સમ ખા.’ અચકાયા વગર એસાવે પોતાનો હક વેચી દીધો. પછી, ‘યાકૂબે એસાવને રોટલી તથા શાક આપ્યાં. તેણે ખાધું તથા પીધું અને ઊઠીને ચાલ્યો ગયો. આમ, એસાવે પોતાનો હક હલકો ગણ્યો.’—ઉત. ૨૫:૨૯-૩૪.

ઈસ્હાક મરણ પામે એ પહેલાં, રિબકાએ ખાતરી કરી લીધી કે એસાવે જે હક વેચ્યો છે એનો લાભ યાકૂબને મળે. એસાવને પછીથી ખ્યાલ આવ્યો કે તેણે મૂર્ખાઈ કરી છે. તેથી, તેણે પોતાના પિતા ઈસ્હાકને આજીજી કરી કે, ‘મને પણ આશીર્વાદ આપો. શું તમે મારા માટે કંઈ પણ આશીર્વાદ રાખ્યો નથી?’ ઈસ્હાકે તેને કહ્યું કે યાકૂબને આપેલો આશીર્વાદ તે બદલી નહિ શકે. એ સાંભળી ‘એસાવ પોક મૂકીને રડ્યો.’—ઉત. ૨૭:૩૦-૩૮.

૧૦. એસાવ અને યાકૂબ વિશે યહોવાને કેવું લાગ્યું અને શા માટે?

૧૦ અહેવાલમાં એસાવ વિશે શું જોવા મળે છે? યહોવાના વચન પ્રમાણે, તેના વારસામાં વચનનું સંતાન આવ્યું હોત. એ અજોડ આશીર્વાદને બદલે, તેણે શરીરની ઇચ્છા સંતોષવી વધારે મહત્ત્વની ગણી. પ્રથમ પુત્ર હોવાના હકની તેણે કદર ન કરી. આમ, યહોવા માટે જરાય પ્રેમ ન બતાવ્યો. વધુમાં, આવનાર વંશજો પર એની કેવી અસર પડશે એનો વિચાર ન કર્યો. બીજી બાજુ, યાકૂબે વારસાની ઊંડી કદર કરી. દાખલા તરીકે, પત્ની પસંદ કરવામાં તેણે માબાપની આજ્ઞા માની. (ઉત. ૨૭:૪૬–૨૮:૩) આમ કરવા, યાકૂબે ધીરજ અને ત્યાગની ભાવના બતાવી. એના લીધે, તે મસીહનો પૂર્વજ બની શક્યો. એસાવ અને યાકૂબ વિશે યહોવાને કેવું લાગ્યું? માલાખી પ્રબોધક દ્વારા તેમણે જણાવ્યું, ‘યાકૂબ પર મેં પ્રીતિ રાખી. પણ એસાવનો મેં ધિક્કાર કર્યો.’—માલા. ૧:૨, ૩.

૧૧. (ક) એસાવના અહેવાલથી આપણને શું ફાયદો થઈ શકે? (ખ) પાઊલે કેમ વ્યભિચારના વિષય પર વાત કરતી વખતે, એસાવના દાખલાનો ઉલ્લેખ કર્યો?

૧૧ એસાવના અહેવાલથી શું આપણને ફાયદો થઈ શકે? હા, ચોક્કસ! પ્રેરિત પાઊલે સાથી ભાઈ-બહેનોને ચેતવણી આપતા કહ્યું, ‘રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પ્રથમ પુત્ર હોવાનો હક વેચી દીધો, તેના જેવો ભ્રષ્ટ થાય.’ (હિબ્રૂ ૧૨:૧૬) આ સલાહ આપણને પણ લાગુ પડે છે. ઈશ્વર સાથેના સંબંધને એક લહાવો ગણી કદર કરવી જોઈએ. એમ હશે તો જ આપણે શરીરની ઇચ્છાઓને કાબૂમાં રાખી શકીશું. તેમ જ, ઈશ્વર પાસેથી મળતો વારસો ગુમાવી નહિ બેસીએ. પરંતુ સવાલ થાય કે, પાઊલે કેમ વ્યભિચારના વિષય પર વાત કરતી વખતે, એસાવના દાખલાનો ઉલ્લેખ કર્યો? એસાવે શરીરની ઇચ્છાઓને સંતોષવાને મહત્ત્વ આપ્યું. તેના જેવી વ્યક્તિ, અશ્લીલ કામોમાં બે પલની મજા માટે ઈશ્વર સાથેનો સંબંધ જતો કરશે.

અત્યારથી જ હૃદય તૈયાર કરો

૧૨. (ક) શેતાન આપણને લલચાવા શું કરે છે? (ખ) અઘરા સંજોગમાં પસંદગી કરવા બાઇબલનાં કયા ઉદાહરણો મદદ કરે છે?

૧૨ યહોવાના ભક્તો હોવાથી આપણે અશ્લીલ વિચારો કે કામોથી દૂર રહેવા ઇચ્છીએ છીએ. એવા સંજોગોમાં મૂકતી દરેક લાલચથી દૂર રહેવા, બનતું બધું કરવા માગીએ છીએ. સામનો કરવા મદદ મળે માટે યહોવાને પ્રાર્થના કરીએ છીએ. (માથ. ૬:૧૩) જગત ખરાબ હોવા છતાં, આપણે ઈશ્વર સાથેનો સંબંધ જાળવી રાખવા સખત મહેનત કરીએ છીએ. શેતાન એ સંબંધ તોડી નાખવા ઘણા પ્રયત્ન કરતો રહે છે. (એફે. ૬:૧૨) તે આ દુષ્ટ દુનિયાનો દેવ છે. તેથી, જાણે છે કે મનુષ્યને ખરાબ ઇચ્છા સંતોષવા કઈ રીતે લલચાવી શકાય. (૧ કોરીં. ૧૦:૮, ૧૩) ધારો કે, તમે એવા સંજોગમાં છો જેમાં ખોટી રીતે ઇચ્છા સંતોષી શકો. તમે શું કરશો? એવી લાલચમાં, શું તમે એસાવની જેમ વર્તશો? કે પછી યાકૂબના પુત્ર યુસફની જેમ વર્તશો, જેણે પોટીફારની પત્નીની લાલચનો સામનો કર્યો અને ત્યાંથી નાસી ગયો.—ઉત્પત્તિ ૩૯:૧૦-૧૨ વાંચો.

૧૩. (ક) આજે કઈ રીતે ઘણા લોકો યુસફની જેમ અને કેટલાક એસાવની જેમ વર્તે છે? (ખ) એસાવની જેમ ન વર્તવા, શું કરવું જોઈએ?

૧૩ આપણાં ઘણાં ભાઈ-બહેનો સામે લાલચો આવી છે. પોતે એસાવની જેમ વર્તશે કે યુસફની જેમ એવી પસંદગી તેઓને કરવી પડી છે. તેઓમાંના મોટા ભાગના લોકોએ સારી પસંદગી કરીને ઈશ્વરનું દિલ ખુશ કર્યું છે. (નીતિ. ૨૭:૧૧) જોકે, અમુકે એસાવની જેમ વર્તીને ભક્તિના વારસાને હલકો ગણ્યો છે. દર વર્ષે મંડળોમાં આવા કિસ્સા બને છે. અરે, વ્યભિચાર જેવાં કામ કરનાર સામે ન્યાય સમિતિ (જ્યુડિશિયલ કમિટી) પગલાં ભરે છે. અમુકને મંડળમાંથી કાઢી મૂક્યા છે. પોતાના વિશ્વાસની કસોટી થાય એ પહેલાં જ હૃદય તૈયાર કરવું કેટલું જરૂરી છે! (ગીત. ૭૮:૮) સારી પસંદગી અને લાલચનો સામનો કરવા આપણે ઓછામાં ઓછી બે બાબતો કરી શકીએ.

અગાઉથી વિચારો અને તૈયારી કરો

બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી લાલચનો સામનો કરી શકીશું

૧૪. કેવા સવાલો પર વિચાર કરવાથી ‘ભૂંડું છે એને ધિક્કારવા અને જે સારું છે એને વળગી’ રહેવા મદદ મળશે?

૧૪ પહેલી બાબત છે, કોઈ કામનું શું પરિણામ આવશે એનો અગાઉથી વિચાર કરવો. યહોવા માટે ઊંડો પ્રેમ હશે તો જ ભક્તિના વારસાની કદર કરીશું. કોઈને પ્રેમ કરતા હોઈશું તો તેને દુઃખી નહિ કરીએ. તેમ જ, તેને ખુશ કરવા બનતા પ્રયત્નો કરીશું. એમ કરવા, પહેલાંથી વિચારીશું કે આપણા કાર્યની પોતાના પર અને બીજા પર કેવી અસર પડશે. તેથી, આવા સવાલો પર વિચાર કરો: “મારા સ્વાર્થી કામોની યહોવા જોડેના સંબંધ પર કેવી અસર થશે? કુટુંબ પર કેવી અસર પડશે? મંડળનાં ભાઈ-બહેનો પર કેવી અસર પડશે? શું હું બીજાઓને ઠોકર ખાવાનું કારણ બનું છું?” (ફિલિ. ૧:૧૦) આનો પણ વિચાર કરો, “ખરાબ કામમાં બે પલની ખુશી માણ્યા પછી, મારું દિલ ડંખશે એનું શું? ભૂલનો અહેસાસ થયા પછી, શું મારે પણ એસાવની જેમ પોક મૂકીને રડવું છે?” (હિબ્રૂ ૧૨:૧૭) આવા સવાલો પર વિચાર કરવાથી ‘ભૂંડું છે એને ધિક્કારવા અને જે સારું છે એને વળગી’ રહેવા મદદ મળશે. (રોમ. ૧૨:૯) ખાસ કરીને, યહોવા માટેનો પ્રેમ વારસાને વળગી રહેવા મદદ કરશે.—ગીત. ૭૩:૨૮.

૧૫. યહોવા સાથે સંબંધ જાળવવા અને લાલચોનો સામનો કરવા શું મદદ કરશે?

૧૫ બીજી બાબત છે, લાલચનો સામનો કરવા અગાઉથી તૈયારી કરવી. આપણે લાલચનો સામનો કરી શકીએ અને યહોવા સાથે સંબંધ જાળવી શકીએ માટે તેમણે ઘણી ગોઠવણો કરી છે. જેમ કે, બાઇબલનો ઊંડો અભ્યાસ, સભાઓ, પ્રચારકાર્ય અને પ્રાર્થના. (૧ કોરીં. ૧૫:૫૮) યહોવા આગળ પ્રાર્થનામાં દિલ ખોલવાથી અને પ્રચારમાં ભાગ લેવાથી મદદ મળશે. દરેક વાર એમ કરીશું તો, લાલચનો સામનો કરવા વધારે મજબૂત બનીશું. (૧ તીમોથી ૬:૧૨, ૧૯ વાંચો.) આપણે પ્રયત્નો કરતા રહીએ, જેથી લાલચનો સામનો કરી શકીએ. (ગલા. ૬:૭) નીતિવચનોના બીજા અધ્યાયમાં એ વિશે જણાવ્યું છે.

‘શોધ કરતા રહો’

૧૬, ૧૭. સારી પસંદગી કરવા શું મદદ કરશે?

૧૬ નીતિવચનોના બીજા અધ્યાયમાંથી, જ્ઞાન અને સમજણ મેળવવાનું ઉત્તેજન મળે છે. એ બંને, આપણને ખરું-ખોટું પારખવા મદદ કરશે. તેમ જ, ઇચ્છાઓ પર કાબૂ રાખવા અને એને ખોટી રીતે ન સંતોષવા સહાય કરશે. આપણા પ્રયત્નો બતાવશે કે એમાં સફળ થઈશું કે નહિ. બાઇબલ સમજાવે છે, ‘મારા દીકરા, જો તું મારાં વચનો સ્વીકારશે અને મારી આજ્ઞાઓ તારી પાસે સંઘરી રાખીને જ્ઞાન તરફ તારો કાન ધરશે. અને બુદ્ધિમાં તારું મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રુપાની જેમ એને શોધશે અને દાટેલા દ્રવ્યની જેમ એની શોધ કરશે, તો તને યહોવાના ભયની સમજણ પડશે. અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે. કેમ કે, યહોવા જ્ઞાન આપે છે. તેમના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે.’—નીતિ. ૨:૧-૬.

૧૭ એ કલમ પ્રમાણે કરવાથી સારી પસંદગી કરી શકીશું. જો યહોવાનું કહ્યું માનીશું, જો તેમના માર્ગદર્શન માટે પ્રાર્થના કરીશું અને જો ઈશ્વરનું જ્ઞાન દાટેલા ખજાનાની જેમ શોધીશું, તો લાલચનો સામનો દૃઢ રહીને કરી શકીશું.

૧૮. તમે શું કરવાનું નક્કી કર્યું છે? શા માટે?

૧૮ યહોવા એવા લોકોને જ્ઞાન, સમજણ અને બુદ્ધિ આપે છે, જેઓ એ મેળવવાં મહેનત કરે છે. એ બાબતોની શોધ અને ઉપયોગ વધુ કરવાથી આપણે યહોવાની વધુ નજીક જઈ શકીશું. લાલચ આવે ત્યારે યહોવા સાથેનો ગાઢ સંબંધ આપણું રક્ષણ કરશે. એવો ગાઢ સંબંધ અને તેમનો ભય આપણને ખરાબ કામ ન કરવા પ્રેરશે. (ગીત. ૨૫:૧૪; યાકૂ. ૪:૮) ચાલો, યહોવા સાથેની મિત્રતાનો આનંદ માણતા રહીએ. તેમની પાસેથી મળતી સમજણ લાગુ પાડતા રહીએ. એમ કરવાથી, સારી પસંદગી કરવા ઉત્તેજન મળશે. એ જોઈને યહોવા ખુશ થશે અને આપણો વારસો સચવાઈ રહેશે.