સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“વાહ, કેટલું સરસ ચિત્ર!”

“વાહ, કેટલું સરસ ચિત્ર!”

ઘણી વાર નવું મૅગેઝિન જોતી વખતે તમે એવું કહ્યું હશે. બહુ મહેનત અને સમય આપીને બનાવેલાં ચિત્રો ખાસ હેતુથી લેખમાં મૂકવામાં આવે છે. એ ચિત્રો લેખનાં વિચારો અને લાગણીઓને સારી રીતે સમજવાં ઉપયોગી છે. ખાસ કરીને, ચોકીબુરજના અભ્યાસ લેખની તૈયારી કરતી વખતે અને એમાં ભાગ લેતી વખતે, એ ચિત્રો આપણને મદદ કરશે.

દાખલા તરીકે, અભ્યાસ લેખની શરૂઆતમાં આપેલા ચિત્ર પર આવો વિચાર કરી શકો: એ ચિત્ર શું કહેવા માંગે છે? લેખના વિષય સાથે એ કઈ રીતે બંધબેસે છે? મુખ્ય કલમને એ કઈ રીતે લાગુ પડે છે? ઉપરાંત, વિચારો કે બીજાં ચિત્રો લેખના વિષય સાથે કઈ રીતે જોડાયેલાં છે અને તમને કઈ રીતે લાગુ પડે છે.

ચોકીબુરજ અભ્યાસ ચલાવતા ભાઈ મંડળનાં ભાઈ-બહેનોને તક આપશે, જેથી તેઓ ચિત્રો વિશે જવાબ આપી શકે. ભાઈ-બહેનો જણાવી શકે કે ચિત્ર કઈ રીતે લેખને લાગુ પડે છે અથવા તેઓ પર એ ચિત્રની કેવી અસર થઈ. અમુક કિસ્સામાં, ચિત્રોની નીચે જણાવવામાં આવ્યું હોય છે કે એ કયા ફકરાને બંધબેસે છે. બીજા અમુક કિસ્સામાં, અભ્યાસ ચલાવનાર ભાઈ નક્કી કરશે કે કયા ફકરા વખતે ચિત્રની ચર્ચા કરવી. આમ, મહેનત કરીને બનાવેલાં ચિત્રોથી દરેક વાચક બાઇબલનું શિક્ષણ મનમાં ઉતારી શકશે.

એક ભાઈના જણાવ્યા પ્રમાણે, લેખોમાં ચિત્રો જાણે સોનામાં સુગંધ ભેળવે છે. ચિત્રોથી લેખ વધુ અસરકારક બને છે.