સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ સવાલોના જવાબો

બાઇબલ સવાલોના જવાબો

ગુજરી ગયેલા લોકો માટે શું કોઈ આશા છે?

મરણ ઊંઘ જેવું છે, જેમાં વ્યક્તિ જરા પણ સભાન હોતી નથી અને કઈ કરી શકતી નથી. પણ, જીવનના રચનાર ઈશ્વર મરણ પામેલી વ્યક્તિને સજીવન કરી શકે છે. એની સાબિતી આપવા ઈશ્વરે ઈસુને શક્તિ આપી, જેથી તે મરણ પામેલા ઘણાને સજીવન કરી શકે.—સભાશિક્ષક ૯:૫; યોહાન ૧૧:૧૧, ૪૩, ૪૪ વાંચો.

કયા અર્થમાં મરણ ઊંઘ જેવું છે?

ઈશ્વરે વચન આપ્યું છે કે ગુજરી ગયેલા લોકો જેઓ તેમની યાદમાં છે, તેઓને તે ન્યાયી નવી દુનિયામાં સજીવન કરશે. પણ જ્યાં સુધી ઈશ્વર ગુજરી ગયેલાને સજીવન ન કરે, ત્યાં સુધી તેઓએ મરણની ઊંઘમાં રહેવું પડશે. સર્વશક્તિમાન ઈશ્વર પોતાની શક્તિ વાપરીને ગુજરી ગયેલાને સજીવન કરવાની ઝંખના રાખે છે.—અયૂબ ૧૪:૧૪, ૧૫ વાંચો.

કઈ રીતે સજીવન કરવામાં આવશે?

ઈશ્વર લોકોને સજીવન કરશે ત્યારે તેઓ પોતાને, મિત્રોને અને કુટુંબનાં સભ્યોને ઓળખી શકશે. ભલે મરણ પછી વ્યક્તિના શરીરના અવશેષો ન હોય, છતાં ઈશ્વર એ જ વ્યક્તિને નવા શરીર સાથે સજીવન કરશે.—૧ કોરીંથી ૧૫:૩૫, ૩૮ વાંચો.

અમુક વ્યક્તિઓને સ્વર્ગમાં સજીવન કરવામાં આવશે. (પ્રકટીકરણ ૨૦:૬) જ્યારે કે, મોટા ભાગના ગુજરી ગયેલા લોકોને બગીચા જેવી સુંદર પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. આ એક નવી શરૂઆત હશે, પછી હંમેશ માટેનું જીવન શક્ય બનશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ વાંચો. (w13-E 10/01)