સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારો પહેરવેશ ઈશ્વરને મહિમા આપે છે?

શું તમારો પહેરવેશ ઈશ્વરને મહિમા આપે છે?

“બધું ઈશ્વરના મહિમા માટે કરો.”—૧ કોરીં. ૧૦:૩૧.

ગીતો: ૩૪, ૨૯

૧, ૨. યહોવાના સાક્ષીઓ શા માટે પહેરવેશનાં ઉચ્ચ ધોરણો પાળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ડચ ભાષાના એક છાપામાં ચર્ચના આગેવાનોની સભા વિશે સમાચાર આવ્યા હતા. તેઓના પહેરવેશ વિશે આમ જણાવવામાં આવ્યું હતું: ‘તેઓનો પહેરવેશ એ પ્રસંગને અનુરૂપ ન હતો, ખાસ કરીને ગરમીના સમયમાં.’ જોકે, એ જ છાપામાં જણાવ્યું હતું કે, યહોવાના સાક્ષીઓએ પોતાના સંમેલનમાં શોભતાં કપડાં પહેર્યાં હતાં. તેઓએ મોર્ડન છતાં વિનયી કપડાં પહેર્યાં હતાં. પુરુષોએ કોટ-ટાઈ અને સ્ત્રીઓએ યોગ્ય લંબાઈના સ્કર્ટ પહેર્યાં હતાં. અરે, બાળકોએ પણ શોભતાં કપડાં પહેર્યાં હતાં! સારા પહેરવેશ માટે યહોવાના સાક્ષીઓની ઘણી વાર પ્રશંસા કરવામાં આવે છે. પ્રેરિત પાઊલે સલાહ આપી હતી કે યહોવાના ભક્તોએ ‘મર્યાદા અને સારો નિર્ણય લઈને, પોતાને શોભતાં કપડાંથી શણગારવા જોઈએ.’ (૧ તિમો. ૨:૯, ૧૦, ફૂટનોટ) ખરું કે, પાઊલે એ સલાહ બહેનોને આપી હતી, પરંતુ એ સિદ્ધાંત ભાઈઓને પણ એટલો જ લાગુ પડે છે.

યહોવાના ભક્તો તરીકે આપણે પહેરવેશ વિશેનાં ઉચ્ચ ધોરણો પાળીએ, એ મહત્ત્વનું છે. યહોવા પણ આપણી પાસે એમ જ ચાહે છે. (ઉત. ૩:૨૧) બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે, વિશ્વના માલિક યહોવાએ તેમના ભક્તો માટે પહેરવેશને લઈને અમુક સિદ્ધાંતો આપ્યા છે. ખરું કે, આપણને મનગમતાં કપડાં પહેરવાથી ઘણી ખુશી મળે છે. પરંતુ, વધારે મહત્ત્વનું તો એ છે કે કપડાંની આપણી પસંદગીથી સર્વોપરી ઈશ્વર યહોવાને ખુશી મળવી જોઈએ.

૩. યહોવાએ ઇઝરાયેલીઓને જે નિયમો આપ્યા હતા, એમાંથી પહેરવેશ વિશે આપણે શું શીખી શકીએ?

યહોવાએ ઇઝરાયેલીઓને મુસા દ્વારા નિયમો આપ્યા હતા. એ નિયમો તેઓને આસપાસની અનૈતિક પ્રજાથી રક્ષણ આપતા હતા. એ નિયમો બતાવતા હતા કે, યહોવા એવા પહેરવેશને ધિક્કારે છે, જેમાં સ્ત્રી-પુરુષના કપડાં વચ્ચે સ્પષ્ટ ભેદ ન હોય. (પુનર્નિયમ ૨૨:૫ વાંચો.) આજે, એવી ઘણી ફેશન છે, જેમાં કપડાં સ્ત્રી માટે છે કે પુરુષ માટે એ પારખી શકાતું નથી. એવી ફેશનને યુનિસેક્સ ફેશન કહેવાય છે. યહોવાએ આપેલા નિયમો પરથી આપણે શીખી શકીએ છીએ કે, તે એવા પોશાકને ખૂબ ધિક્કારે છે, જેના લીધે પુરુષ સ્ત્રી જેવો લાગે અને સ્ત્રી પુરુષ જેવી લાગે; અથવા વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ એ પારખવું અઘરું બની જાય.

૪. કપડાંની યોગ્ય પસંદગી કરવા આપણને ક્યાંથી મદદ મળી શકે?

કપડાંની યોગ્ય પસંદગી કરવા માટે બાઇબલના સિદ્ધાંતો આપણી મદદ કરી શકે. એ સિદ્ધાંતો બધાને સરખી રીતે લાગુ પડે છે. પછી ભલેને આપણે ગમે તે દેશ કે વાતાવરણમાં રહેતા હોઈએ અથવા આપણી સંસ્કૃતિ અલગ હોય. કયાં કપડાં યોગ્ય છે અને કયાં નહિ એ માટે આપણને કોઈ લાંબા લિસ્ટની જરૂર નથી. આપણે તો ફક્ત બાઇબલના સિદ્ધાંતો પાળવાની જરૂર છે, જે મર્યાદામાં રહીને પણ મનગમતાં કપડાં પહેરવાની પરવાનગી આપે છે. ચાલો, અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈએ, જે આપણને પહેરવેશ બાબતે “ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા” પારખવા મદદ કરશે.—રોમ. ૧૨:૧, ૨.

‘અમે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ’

૫, ૬. બીજાઓ પર આપણાં પહેરવેશની કઈ રીતે અસર થાય છે?

પ્રેરિત પાઊલે એક ખૂબ જ મહત્ત્વનો સિદ્ધાંત જણાવ્યો હતો, જે બીજો કોરીંથીઓ ૬:૪માં જોવા મળે છે. (વાંચો.) આપણો પહેરવેશ આપણા વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. ઘણા લોકો આપણા દેખાવ પરથી આપણા વિશે અમુક છાપ અથવા મંતવ્ય ઘડી દે છે. (૧ શમૂ. ૧૬:૭) આપણને આરામદાયક અને મનપસંદ કપડાં પહેરવાના ગમે છે. પણ, યહોવાના સેવક તરીકે આપણે પહેરવેશ વિશે વધુ કાળજી રાખવાની જરૂર છે. બાઇબલ સિદ્ધાંતો પાળીએ છીએ ત્યારે, આપણે એવા કપડાં પહેરવાનું ટાળીએ છીએ જે ખૂબ ટાઇટ હોય, અંગપ્રદર્શન કરતા હોય કે સેક્સી હોય. એટલે કે, અંગપ્રદર્શન થતું હોય કે જાતીય અંગો પર ધ્યાન દોરતાં હોય એવાં કપડાં ન પહેરવાં જોઈએ. આપણે એવો પહેરવેશ ટાળવો જોઈએ, જે બીજાઓને શરમમાં મૂકે કે શરમના માર્યા તેઓએ આપણા પરથી નજર હટાવવી પડે.

આપણે સાફ-સુથરા હોઈશું અને આપણાં કપડાં વિનયી હશે તો, લોકો આપણને સર્વોપરી ઈશ્વર યહોવાના સેવકો તરીકે માન આપશે. તેમ જ, આપણે જે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, તેમના વિશે વધારે જાણવાની તે લોકોને ઇચ્છા થશે. તેઓ આપણા સંગઠનની કદર કરશે અને જીવન બચાવનાર સંદેશો સાંભળવા કદાચ રાજી થશે.

૭, ૮. કયા ખાસ પ્રસંગોએ આપણે વિનયી કપડાં પહેરવાં જોઈએ?

આપણા પહેરવેશની પવિત્ર ઈશ્વર યહોવા, આપણાં ભાઈ-બહેનો અને પ્રચાર વિસ્તારના લોકો પર અસર થાય છે. આપણા પહેરવેશથી યહોવા અને રાજ્યના સંદેશાને માન મળે એનું ધ્યાન રાખવું જોઈએ. (રોમ. ૧૩:૮-૧૦) સભાઓમાં અને પ્રચારમાં જઈએ ત્યારે, આપણાં કપડાં વિનયી હોય એ બહુ જરૂરી છે. ‘ઈશ્વરની ભક્તિ કરનારને શોભે’ એવાં કપડાં આપણે પહેરવાં જોઈએ. (૧ તિમો. ૨:૧૦) ખરું કે, અમુક કપડાં એક જગ્યા માટે યોગ્ય હોય, જ્યારે બીજી જગ્યા માટે યોગ્ય ન પણ હોય. તેથી, આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, પણ યહોવાના સાક્ષી તરીકે આપણા પહેરવેશથી કોઈ ઠોકર ન ખાય એનું ધ્યાન રાખવું જોઈએ.

શું તમારા પહેરવેશથી ઈશ્વરને મહિમા મળે છે, જેના નામથી તમે ઓળખાઓ છો? (ફકરા ૭, ૮ જુઓ)

પહેલો કોરીંથીઓ ૧૦:૩૧ વાંચો. સંમેલનોમાં જઈએ ત્યારે, આપણો પહેરવેશ પ્રસંગને અનુરૂપ અને વિનયી હોવો જોઈએ. આજના સમયમાં અમુક વિચિત્ર ફેશન ખૂબ સામાન્ય બની ગઈ છે. આપણે એનાથી દૂર રહેવું જોઈએ. એટલું જ નહિ, સંમેલન પહેલાં અને પછી તેમજ હોટલમાં રહેવા આવીએ ત્યારે અને હોટલ છોડીને જઈએ ત્યારે આપણાં કપડાં લઘરવઘર ન હોવાં જોઈએ. એમ કરવાથી, આપણને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવતા ગર્વ મહેસૂસ થશે અને તક મળે ત્યારે સાક્ષી આપવા તૈયાર હોઈશું.

૯, ૧૦. ફિલિપીઓ ૨:૪નો સિદ્ધાંત શા માટે આપણા પહેરવેશને અસર કરતો હોવો જોઈએ?

ફિલિપીઓ ૨:૪ વાંચો. આપણા પહેરવેશની ભાઈ-બહેનો પર અસર થાય છે, એ વિશે આપણે શા માટે વિચારવું જોઈએ? એક કારણ એ છે કે, યહોવાના સેવકો આ સલાહ પાળવા ખૂબ મહેનત કરે છે: “તમારા શરીરના અવયવોને મારી નાખો, જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર, અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના.” (કોલો. ૩:૨,) આપણાં અમુક ભાઈ-બહેનો સત્યમાં આવતાં પહેલાં અનૈતિક કામોમાં ફસાયેલાં હતાં. પરંતુ, તેઓએ એ કામો ત્યજી દીધાં છે. જોકે, ખોટી ઇચ્છાઓ વિરુદ્ધની તેઓની લડત આજે પણ જારી છે. જો આપણે સાવચેત નહિ રહીએ, તો કદાચ આપણા પહેરવેશને લીધે તેઓ માટે એ લડત આપતા રહેવું અને બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવું અઘરું બની શકે છે. (૧ કોરીં. ૬:૯, ૧૦) ખોટી ઇચ્છાઓ વિરુદ્ધની તેઓની એ લડતને આપણે વધુ મુશ્કેલ બનાવવા નહિ ઇચ્છીએ, ખરું ને?

૧૦ ભાઈ-બહેનોની સંગતમાં આપણે સુરક્ષિત છીએ. કારણ કે, આપણે અનૈતિક લોકોથી દૂર હોઈએ છીએ. આપણે સભામાં હોઈએ કે બીજે ક્યાંક, પણ આપણાં પહેરવેશથી એ માહોલની શુદ્ધતા જાળવીએ છીએ. ખરું કે, મનગમતાં કપડાં પહેરવાનો આપણને હક છે. પરંતુ, આપણાં કપડાં એવાં હોવાં જોઈએ, જેનાથી બીજાઓને પોતાનાં વાણી-વર્તન અને વિચારો શુદ્ધ રાખવા મદદ મળે; અને એનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે. (૧ પીત. ૧:૧૫, ૧૬) બાઇબલ કહે છે કે, “પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનો જ લાભ જોતો નથી.”—૧ કોરીં. ૧૩:૫.

સમય અને પ્રસંગ પ્રમાણે યોગ્ય પહેરવેશ

૧૧, ૧૨. સભાશિક્ષક ૩:૧, ૧૭ આપણને કઈ રીતે વાજબી બનવા મદદ કરે છે?

૧૧ યહોવાના ભક્તો જાણે છે કે, “દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે યોગ્ય સમય હોય છે.” (સભા. ૩:૧, ૧૭) એ વાત કપડાંની પસંદગીને પણ લાગુ પડે છે. ખરું કે, વાતાવરણ, ઋતુઓ, જીવનઢબ અને સંજોગો પ્રમાણે કપડાંની આપણી પસંદગી બદલાતી રહે છે. પણ, યહોવાના સિદ્ધાંતો કદી બદલાતા નથી.—માલા. ૩:૬.

૧૨ ગરમ વાતાવરણ હોય ત્યારે, વિનયી અને મર્યાદાશીલ કપડાં પહેરવાં પડકાર બની શકે. જ્યારે આપણે ખૂબ ટાઇટ કે અંગપ્રદર્શન કરે એવાં ખૂબ ઢીલાં કપડાં પહેરવાનું ટાળીએ છીએ, ત્યારે ભાઈ-બહેનો આપણી ખૂબ કદર કરે છે. (અયૂ. ૩૧:૧) ઉપરાંત, દરિયા કિનારે કે સ્વિમિંગ પૂલમાં નહાવા જઈએ ત્યારે, આપણાં સ્વિમિંગ કૉસ્ચ્યૂમ વિનયી હોવા જોઈએ. (નીતિ. ૧૧:૨, ૨૦) ખરું કે, દુનિયાના લોકો અંગપ્રદર્શન થાય એવા સ્વિમિંગ કૉસ્ચ્યૂમ પહેરતા હોય છે. પરંતુ, આપણાં કપડાંથી પવિત્ર ઈશ્વર યહોવાને મહિમા મળે, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

૧૩. કપડાંની પસંદગી કરતી વખતે શા માટે પહેલો કોરીંથીઓ ૧૦:૩૨, ૩૩નો સિદ્ધાંત ધ્યાનમાં લેવો જોઈએ?

૧૩ કપડાંની પસંદગી કરવામાં મદદ કરે એવો બીજો પણ એક સિદ્ધાંત છે. એ સિદ્ધાંત આપણને યાદ અપાવે છે કે, બીજાઓના અંતઃકરણને ઠેસ ન પહોંચે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. (૧ કોરીંથીઓ ૧૦:૩૨, ૩૩ વાંચો.) અને એ આપણી જવાબદારી પણ છે. પ્રેરિત પાઊલે લખ્યું: “આપણામાંનો દરેક પોતાના પડોશીનું ભલું કરીને તેને ખુશ કરે, જેથી તે દૃઢ થાય.” એનું કારણ જણાવતા પાઊલે લખ્યું, “ખ્રિસ્તે પણ પોતાને ખુશ ન કર્યા.” (રોમ. ૧૫:૨, ૩) ઈસુની જેમ આપણા જીવનમાં પણ સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ? યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલવું અને બીજાઓને મદદ કરવી, નહિ કે પોતાની ઇચ્છા પ્રમાણે કરવું. એટલે, લોકો આપણો સંદેશો સાંભળતા અચકાય એવાં કપડાં પહેરવાનું ટાળીશું, પછી ભલેને એ આપણને ગમતાં હોય.

૧૪. બાળકો પોતાનાં કપડાંથી યહોવાને મહિમા આપે, એ માટે માતા-પિતા કઈ રીતે તેઓને મદદ કરી શકે?

૧૪ માતા-પિતાની જવાબદારી છે કે, તેઓ પોતાનાં બાળકોને બાઇબલ સિદ્ધાંતો પાળવાનું શીખવે. એમાં પોતાનાં અને બાળકોનાં વિનયી કપડાંથી યહોવાનું દિલ ખુશ કરવાનો પણ સમાવેશ થાય છે. (નીતિ. ૨૨:૬; ૨૭:૧૧) માતા-પિતા કઈ રીતે પોતાનાં બાળકોને પવિત્ર ઈશ્વર યહોવા અને તેમનાં ધોરણોને માન આપવાનું શીખવી શકે? એ માટે માતા-પિતાએ પોતે સારું ઉદાહરણ બેસાડવાની જરૂર છે. તેઓએ બાળકોને પ્રેમથી શીખવવું જોઈએ કે ક્યાંથી અને કઈ રીતે વિનયી કપડાં ખરીદવાં. બાળકોએ પોતાને ગમે છે એ કારણને લીધે જ કપડાં પસંદ કરવાં ન જોઈએ. પરંતુ, તેઓએ એવાં કપડાં પસંદ કરવાં જોઈએ જેનાથી યહોવાને મહિમા મળે; એવા ઈશ્વર જેમના નામથી તેઓ ઓળખાય છે.

સ્વતંત્રતાનો સદુપયોગ કરો

૧૫. સારા નિર્ણયો લેવા ક્યાંથી મદદ મળશે?

૧૫ ઈશ્વરને મહિમા આપે એવા સારા નિર્ણયો લેવા બાઇબલ આપણને વ્યવહારુ સૂચનો આપે છે. જોકે, આપણાં કપડાંથી આપણી વ્યક્તિગત પસંદગી દેખાઈ આવે છે. આપણને જે સ્ટાઈલનાં કપડાં ગમે છે અને પોસાય છે, એ બીજાઓ કરતાં અલગ હોય શકે. પરંતુ, આપણાં કપડાં હંમેશાં સાફ, સુઘડ, વિનયી, પ્રસંગને અનુરૂપ અને સમાજમાં સ્વીકાર્ય હોય એવાં હોવાં જોઈએ.

૧૬. સારાં કપડાં શોધવાં પ્રયત્ન કરીએ એ શા માટે મહત્ત્વનું છે?

૧૬ શાલિન અને વિનયી કપડાં શોધવાં હંમેશાં સહેલું નથી હોતું. મોટા ભાગની દુકાનોમાં પ્રચલિત ફેશનનાં જ કપડાં મળતાં હોય છે. તેથી, વિનયી હોય એવાં સ્કર્ટ, સલવાર-કમીઝ, ટોપ, શર્ટ, શુટ, લેગિંગ્સ કે પેન્ટ શોધવાં ઘણો સમય અને મહેનત લાગી શકે. પરંતુ, આપણી એ મહેનત ભાઈ-બહેનોના ધ્યાન બહાર જતી નથી. તેમ જ, શાલિન અને સુંદર કપડાં શોધવાં આપણે જે મહેનત કરીએ છીએ, એની તેઓ કદર કરે છે. ખરું કે, આપણા પ્રેમાળ પિતાને મહિમા આપવા આપણે ઘણી વાર મનગમતાં કપડાં જતાં કરીએ છીએ. પણ, એમ કરવાથી આપણને જે સાચો સંતોષ મળે છે, એની તોલે બીજું કંઈ જ ન આવી શકે.

૧૭. કોઈ ભાઈએ દાઢી રાખવી કે નહિ એ વિશે નિર્ણય લેવામાં કઈ બાબતો અસર કરી શકે?

૧૭ શું ભાઈઓ માટે દાઢી રાખવી યોગ્ય કહેવાય? મુસાના નિયમકરાર પ્રમાણે પુરુષોએ દાઢી રાખવાની હતી. જોકે, ખ્રિસ્તીઓ એ નિયમકરાર હેઠળ નથી અથવા તેઓએ એ નિયમ પાળવાની જરૂર નથી. (લેવી. ૧૯:૨૭; ૨૧:૫; ગલા. ૩:૨૪, ૨૫) અમુક સમાજમાં, વ્યવસ્થિત દાઢી રાખવી સ્વીકાર્ય અને માનયોગ્ય ગણાય છે. અને એનાથી લોકો આપણો સંદેશો સાંભળતા અચકાતા નથી. અરે, અમુક નિયુક્ત ભાઈઓ પણ દાઢી રાખે છે. જોકે, અમુક ભાઈઓ કદાચ દાઢી ન રાખવાનો નિર્ણય લે. (૧ કોરીં. ૮:૯, ૧૩; ૧૦:૩૨) બીજા અમુક સમાજ કે જગ્યાઓએ દાઢી રાખવાનો રિવાજ નથી. એવા સંજોગોમાં દાઢી રાખવી યહોવાના સાક્ષીઓ માટે યોગ્ય ગણાતી નથી. છતાં, જો કોઈ ભાઈ દાઢી રાખે, તો યહોવાને મહિમા આપવાનું ચૂકી જઈ શકે અને દોષપાત્ર ઠરી શકે.—રોમ. ૧૫:૧-૩; ૧ તિમો. ૩:૨,.

૧૮, ૧૯. મીખાહ ૬:૮ આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૮ કોઈ પહેરવેશ અને દેખાવ યોગ્ય છે કે નહિ, એ વિશે યહોવાએ કોઈ લાંબું લિસ્ટ આપ્યું નથી. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! તેમણે તો આપણને બાઇબલ સિદ્ધાંતોને આધારે યોગ્ય નિર્ણયો લેવાની છૂટ આપી છે. એટલે, કપડાં અને શણગાર જેવી બાબતોમાં પણ મર્યાદા રાખીને આપણે પોતાને યહોવાના સાચા ભક્ત સાબિત કરીએ છીએ.—મીખા. ૬:૮.

૧૯ આપણને અહેસાસ છે કે યહોવા શુદ્ધ અને પવિત્ર ઈશ્વર છે; અને તેમણે આપેલાં ધોરણો આપણા માટે ઉત્તમ માર્ગદર્શક છે. જો આપણે નમ્ર અને મર્યાદાશીલ બનવું હોય, તો તેમનાં ધોરણો જીવનમાં લાગુ પાડવા જોઈએ. એનાથી આપણને બીજાઓની લાગણીઓ અને મંતવ્યોને માન આપવા મદદ મળશે.

૨૦. આપણા પહેરવેશ અને શણગારની બીજાઓ પર કેવી અસર થવી જોઈએ?

૨૦ આપણા પહેરવેશથી દેખાઈ આવવું જોઈએ કે આપણે યહોવાના ભક્તો છીએ. યહોવાના ધોરણો ઊંચા છે અને આપણને એ પાળવામાં ખુશી મળે છે. ભાઈ-બહેનોનાં સારાં પહેરવેશ અને વર્તન માટે આપણે તેઓની પ્રશંસા કરવી જોઈએ. તેઓ નમ્ર હૃદયના લોકોને સત્ય તરફ દોરી લાવે છે તેમજ યહોવાને મહિમા અને ખુશી આપે છે. ચાલો, પહેરવેશ વિશે સારા નિર્ણયો લઈને યહોવાને મહિમા આપતા રહીએ, જેમણે “વૈભવ તથા ગૌરવ ધારણ કરેલાં છે.”—ગીત. ૧૦૪:૧, ૨.