સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘એ કામ મોટું છે’

‘એ કામ મોટું છે’

યરૂશાલેમમાં એક મહત્ત્વની સભા યોજાઈ છે. રાજા દાઊદે બધા રાજકુમારો, ન્યાયાધીશો અને શૂરવીરોને બોલાવ્યા છે. એ બધા એક ખાસ ઘોષણા સાંભળીને ખુશખુશાલ થઈ ગયા છે. યહોવાએ દાઊદના દીકરા સુલેમાનને એક ભવ્ય ઇમારત બનાવવાની સોંપણી આપી છે. એ ઇમારત યહોવાની સાચી ભક્તિ માટે સમર્પિત કરવામાં આવશે. યહોવાએ ઇઝરાયેલના વૃદ્ધ રાજા દાઊદને એ ભવ્ય બાંધકામની રૂપરેખા આપી છે. હવે, દાઊદ બાંધકામની જવાબદારી સુલેમાનના ખભે મૂકે છે. દાઊદ કહે છે: ‘એ કામ મોટું છે; કેમ કે એ મંદિર માણસ માટે નહિ, પણ યહોવા ઈશ્વર માટે છે.’—૧ કાળ. ૨૮:૧, ૨, ૬, ૧૧, ૧૨; ૨૯:૧.

પછી, દાઊદ સવાલ પૂછે છે: “આજે યહોવાને રાજીખુશીથી અર્પણ થવાને માટે બીજો કોણ આગળ આવે છે?” (૧ કાળ. ૨૯:૫) એ સમયે જો તમે ત્યાં હોત, તો તમે શું જવાબ આપ્યો હોત? શું તમે એ કામને દિલથી ટેકો આપ્યો હોત? ઇઝરાયેલીઓએ તો રાજીખુશીથી ટેકો આપ્યો. તેઓ “હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી યહોવાને અર્પણ કર્યાં હતાં.”—૧ કાળ. ૨૯:૯.

સદીઓ પછી, યહોવાએ ભક્તિ માટેની અજોડ ગોઠવણ કરી, જે એ મંદિર કરતાં ઘણી ચડિયાતી હતી. એ ગોઠવણ હતી કે લોકો ઈસુના બલિદાનને આધારે સાચી ભક્તિ કરી શકે અને યહોવાની નજીક આવી શકે. (હિબ્રૂ. ૯:૧૧, ૧૨) આજે લોકો યહોવા સાથે સમાધાન કરી શકે માટે યહોવા તેઓને કઈ રીતે મદદ કરે છે? શિષ્ય બનાવવાના કાર્ય દ્વારા. (માથ. ૨૮:૧૯, ૨૦) એ કાર્યને લીધે દર વર્ષે લાખો લોકો બાઇબલમાંથી શીખે છે, હજારો લોકો બાપ્તિસ્મા લઈને શિષ્ય બને છે અને અનેક નવાં મંડળો સ્થપાય છે.

સંગઠનમાં થઈ રહેલી સતત વૃદ્ધિને લીધે વધુ માત્રામાં બાઇબલ સાહિત્ય છાપવાની તેમજ રાજ્યગૃહો અને સંમેલનગૃહો બાંધવાની અને એના સમારકામની જરૂર પડે છે. શું તમને નથી લાગતું કે ખુશખબર ફેલાવવાનું કામ ખૂબ જ વિશાળ અને આશીર્વાદ આપનારું છે?—માથ. ૨૪:૧૪.

ઈશ્વર અને પડોશી માટેના પ્રેમથી પ્રેરાઈને અને પ્રચારકાર્ય તાકીદનું છે એ પારખીને યહોવાના લોકો “રાજીખુશીથી અર્પણ થવાને માટે . . . આગળ આવે” છે. એ માટે તેઓ દિલ ખોલીને દાન આપે છે. યહોવાનું સંગઠન એ દાનનો ઉપયોગ વિશ્વાસુ રીતે અને સમજી-વિચારીને કરે છે. ઇતિહાસમાં કદી ન થયું હોય એવા કામમાં પોતાના ‘દ્રવ્યથી યહોવાનું સન્માન કરવું’ ખૂબ આનંદ આપનારું છે.—નીતિ. ૩:૯.

^ ફકરો. 9 ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

^ ફકરો. 11 ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: www.jwindiagift.org.

^ ફકરો. 13 નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને તમારા વિસ્તારની દેખરેખ રાખતી શાખા કચેરીને પૂછપરછ કરો.

^ ફકરો. 20 ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્નડા, તામિલ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં પ્રાપ્ય છે.