સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોટાભાગના મુખ્ય ધર્મો અમર આત્માની માન્યતાને ટેકો આપે છે

મુખ્ય વિષય | જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?

મૂંઝવી નાખતો સવાલ

મૂંઝવી નાખતો સવાલ

જીવન અને મૃત્યુ વિશે લોકોની અનેક અલગ અલગ માન્યતાઓ છે. અમુકને લાગે છે કે મૃત્યુ પછી પણ તેઓ જીવતા રહેશે, કદાચ બીજા દેહમાં અથવા કોઈ અલગ દુનિયામાં. કેટલાકને લાગે છે કે પુનર્જન્મ દ્વારા તેઓને નવું જીવન પ્રાપ્ત થશે. બીજા કેટલાક માને છે કે મૃત્યુ એટલે જીવન પર પૂર્ણવિરામ.

આ વિષયને લઈને તમારી પણ કોઈ માન્યતા હશે, જે કદાચ તમારા ઉછેર કે સંસ્કૃતિને આધારે હશે. મરણ પછી શું થાય છે, એના વિશે લોકોના અલગ અલગ અભિપ્રાય છે. તો પછી, મૂંઝવી નાખતા આ સવાલનો સાચો અને ભરોસાપાત્ર જવાબ ક્યાંથી મળી શકે?

સદીઓથી ધર્મગુરુઓ લોકોને અમર આત્માની માન્યતા શીખવે છે. મોટાભાગના લોકો અમર આત્મામાં માને છે, જેમ કે, ખ્રિસ્તી, યહુદી, હિંદુ, મુસ્લિમ અને બીજા ધર્મના લોકો. તેઓ માને છે કે મરણ વખતે વ્યક્તિનો દેહ નષ્ટ થાય છે, પણ તેનો આત્મા જીવિત રહે છે અને પરલોક સિધાવે છે. બૌદ્ધ ધર્મના લોકો માને છે કે અસંખ્ય પુનર્જન્મ પછી, વ્યક્તિમાં રહેલી શક્તિ પરમ સુખની સ્થિતિનો અનુભવ કરે છે, જેને નિર્વાણ કે મોક્ષ કહેવાય છે.

આવા શિક્ષણને લીધે, મોટાભાગના લોકો માનવા લાગ્યા છે કે મરણ પછી બીજી દુનિયામાં જીવન માટેનું દ્વાર ખુલી જાય છે. એટલે, ઘણા લોકોને લાગે છે કે, જીવનચક્રમાં મૃત્યુ એક મહત્ત્વનો પડાવ છે અને મૃત્યુ પણ ઈશ્વરની યોજનાનો એક ભાગ છે. પરંતુ, એ વિશે બાઇબલ શું કહે છે? હવે પછીનો લેખ એ વિશે વધુ માહિતી આપે છે. જવાબ જાણીને કદાચ તમને નવાઈ લાગશે.