સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર જલદી જ દુઃખ-તકલીફો દૂર કરશે

ઈશ્વર જલદી જ દુઃખ-તકલીફો દૂર કરશે

‘હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તમે સાંભળશો નહિ? હું જોરજુલમ વિશે તમારી આગળ બૂમ પાડું છું તો પણ તમે બચાવ કરતા જ નથી.’ (હબાક્કૂક ૧:૨, ૩) આ શબ્દો હબાક્કૂકના હતા, તે એક સારા માણસ હતા અને ઈશ્વરની કૃપા તેમના પર હતી. શું તેમણે કરેલી અરજ પરથી એવું વિચારવું જોઈએ કે તેમનામાં શ્રદ્ધાની ખામી હતી? ના, જરાય નહિ. ઈશ્વરે હબાક્કૂકને ખાતરી આપી હતી કે નક્કી કરેલા સમયે તે ચોક્કસ દુઃખ-તકલીફોનો અંત લાવશે.—હબાક્કૂક ૨:૨, ૩.

તમે કે તમારા સ્નેહીજનો તકલીફોનો સામનો કરતા હો, તો એમ લાગી શકે કે ઈશ્વર કેમ કશું કરતા નથી અથવા તે પગલાં ભરવામાં કેમ ઢીલ કરે છે. પરંતુ, શાસ્ત્ર ખાતરી આપે છે: “યહોવા પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી, પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પરંતુ, તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે તમારામાંથી કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”—૨ પીતર ૩:૯.

ઈશ્વર ક્યારે પગલાં ભરશે?

બહુ જલદી! ઈસુએ જણાવ્યું હતું કે “દુનિયાના અંતના” સમયની ઘટનાઓને એક પેઢી નજરે જોશે. (માથ્થી ૨૪:૩-૪૨) ઈસુએ કરેલી ભવિષ્યવાણી આપણા સમયમાં પૂરી થઈ રહી છે, એ બતાવે છે કે બહુ જલદી ઈશ્વર પગલાં ભરશે. *

પરંતુ, ઈશ્વર કઈ રીતે આ બધી દુઃખ-તકલીફો દૂર કરશે? ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ઈશ્વરની શક્તિ દ્વારા લોકોની તકલીફો દૂર કરી હતી. ચાલો એ વિશે અમુક દાખલા જોઈએ.

કુદરતી આફતો: એક વાર ગાલીલ સરોવરમાં ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં હતા. એક ભયાનક તોફાન આવ્યું, જેના લીધે તેમની હોડી ડૂબવા લાગી. પણ ઈસુએ બતાવી આપ્યું કે તે અને તેમના પિતા કુદરતી બાબતો પર કાબૂ ધરાવે છે. (કોલોસીઓ ૧:૧૫, ૧૬) ઈસુએ ફક્ત એટલું જ કહ્યું: “ચૂપ! શાંત થઈ જા!” એનું શું પરિણામ આવ્યું? “પવન બંધ થઈ ગયો અને પુષ્કળ શાંતિ છવાઈ ગઈ.”—માર્ક ૪:૩૫-૩૯.

બીમારી: આંધળા, લંગડા, રક્તપિત્ત અને બીજી બીમારીઓથી પીડાતા લોકોને ઈસુએ સાજા કર્યા હતા. એ માટે તે જાણીતા હતા. ‘જેઓ બીમાર હતા એ સર્વને તેમણે સાજા કર્યા.’—માથ્થી ૪:૨૩, ૨૪; ૮:૧૬; ૧૧:૨-૫.

ખોરાકની અછત: પિતાએ આપેલી શક્તિ દ્વારા ઈસુએ ચમત્કારથી ખોરાક પૂરો પાડ્યો હતો. સેવાકાર્ય દરમિયાન તેમણે બે વખત હજારો લોકોને જમાડ્યા હતા, જેની શાસ્ત્રમાં નોંધ કરવામાં આવી છે.—માથ્થી ૧૪:૧૪-૨૧; ૧૫:૩૨-૩૮.

મરણ: ઈસુએ ત્રણ લોકોને સજીવન કર્યા, જેની શાસ્ત્રમાં નોંધ કરવામાં આવી છે. એ સાફ બતાવે છે કે યહોવા પાસે લોકોને સજીવન કરવાની શક્તિ છે. ચાર દિવસથી મરણ પામેલી એક વ્યક્તિને ઈસુએ ચમત્કારથી ઉઠાડી હતી.—માર્ક ૫:૩૫-૪૨; લુક ૭:૧૧-૧૬; યોહાન ૧૧:૩-૪૪.

^ ફકરો. 5 છેલ્લા દિવસો વિશે વધુ જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડીનો પાઠ ૩૨ જુઓ. એ ચોપડી યહોવાના સાક્ષીઓએ બહાર પાડી છે. તમે આ વેબસાઇટ પરથી મફત ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu